If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:20

વિસ્તૃત સ્વરૂપમાં એક સંખ્યા લખી

સ્થાનકિંમત

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

14,897 ને વિસ્તૃત સ્વરૂપમાં લખો. આ સંખ્યાનો દરેક અંક હું અહીં નીચે લખું છું અને દરેક માટે અલગ - અલગ રંગનો ઉપયોગ કરૂ છું 14000, 800 અને 97 હવે કહો કે આ દરેક અંક ક્યા સ્થાને છે જુઓ કે 7 એ એકમના સ્થાને છે  માટે અહીં લખીએ એકમ 9 એ દશક ના સ્થાને છે દશક જે દર્શાવે છે કે અહીં 9 દશક છે  આ જે 7 છે તે 7 એકમ દર્શાવે છે 8 એ 100 ના સ્થાને છે 4 એ 1000 ના સ્થાને છે જે 4000 એવું દર્શાવે છે અને આ જે 1 છે તે દસ હજારના સ્થાને છે દસ હજાર હવે જુઓ કે આપણે એક સ્થાન ડાબી તરફ ખસીએ તો પછીની સંખ્યા એ 10 સાથે ગુણાય છે એકમ, દશક, સો, હજાર અને દસ હજાર હવે એ જાણીએ કે ખરેખર તેનો અર્થ શું છે ? આ પહેલી સંખ્યા 7 થી શરૂ કરીએ 7 છે એ દર્શાવે છે કે 7 એકમ અથવા તેને આ રીતે પણ લખી શકાય. 7 વખત 1, અથવા 7 બંને સરખું છે. હવે આ જે 9 છે તે શું દર્શાવે છે તે 9 દશક દર્શાવે છે અથવા એમ પણ કહી શકાય કે 9 વખત 10 અથવા તો 90 પણ લખી શકાય. તમારે જે રીતે લખવું હોય. 9 દશક, 9 વખત 10 અથવા 90 હવે 8 વિશે જોઈએ. આ 8 છે એ દર્શાવે છે કે 8 સો અથવા તેને લખી શકીએ 8 વખત 100 અથવા 800 ત્યારબાદ 4 લઈએ તે હજાર ના સ્થાને છે જે દર્શાવે છે કે 4 હજાર જેને આ રીતે પણ લખાય 4  વખત 1000 અથવા 4000 4 હજાર 4 વખત 1000 અથવા 4000 અને અંતે આ 1 ને લઈએ જે 10 હજારના સ્થાને છે માટે તે દર્શાવે છે કે 1 દસ હજાર અથવા 1 વખત 10,000 જેને 10,000 એમ પણ લખી શકાય. આમ, જયારે પણ કોઈ સંખ્યાને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું કહે ત્યારે તમે તેને આ રીતે લખી શકો.  14,897 ને તમે આ દરેક અંતિમ પરિણામના સરવાળા સ્વરૂપે પણ દર્શાવી શકો. આમ, આ સંખ્યાને આ રીતે પણ લખાય. 10,000 વત્તા 4000, વત્તા 8 સો વત્તા 90 અને અંતે વત્તા 7 અથવા તો 1 વખત 10,000 વત્તા 4 વખત 1000 વત્તા 8 વખત 100 વત્તા 9 વખત 10 વત્તા 7 વખત 1 આમ, આમાંથી કોઈપણ રીતે તમે તેને દર્શાવી શકો.