If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :5:15

10 વડે ગુણાકાર અને ભાગાકાર કરીએ ત્યારે

સ્થાનકિંમત

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

7 સો ગુણ્યાં 10 બરાબર કેટલા થાય ? સૌપ્રથમ આ જે ગુણ્યાં 10 લખેલ છે તેના પાર ધ્યાન આપીએ કારણ કે ગણિતમાં 10 સાથે ગુણવાથી એક ચોક્કસ ભાત મળે છે જે આપણને આ પ્રશ્ન ઉકેલવામાં મદદ કરશે જયારે પણ આપણે 10 વડે ગુણાકાર કરીએ ત્યારે જો તે સંખ્યા પૂર્ણાંક હોય તો તેના અંતે એક શૂન્ય ઉમેરીએ છીએ શૂન્ય ઉમેરીએ છીએ દાખલા તરીકે કોઈ પૂર્ણાંક સંખ્યા 9 છે અને તેને 10 સાથે ગુણીએ તો પરિણામમાં 9 ની પાછળ શૂન્ય મુકવાથી જવાબ મળે જેને આપણે 90 કહીએ છીએ કારણ કે 9 વખત 10 એ 9 દશક જેટલા જ હોય. અને 9 દશક એટલે 90 થાય. તો ચાલો પહેલા આ રીતથી ઉકેલવાનો પ્રયત્ન કરીએ આપણી પાસે અહીં 7 સો છે એટલે કે 7 વખત 100 અથવા 700 અને આપણે તેને 10 સાથે ગુણીએ છીએ અને આ ભાત પ્રમાણે આપણે તેના અંતે એક શૂન્ય ઉમેરીએ આમ, 10 વખત 700 એટલે 700 ની પાછળ એક શૂન્ય. એટલે કે 7000 આમ, 700 વખત 10 બરાબર 7000 હવે બીજી એક રીતનો પણ ઉપયોગ કરી શકાય. જયારે પણ આપણે 10 વડે ગુણાકાર કરીએ ત્યારે દરેક અંક એક સ્થાનકીંમત ડાબી તરફ ખસે છે એક સ્થાનકીંમત ડાબી તરફ અથવા કહી શકીએ કે તેની સ્થાનકિંમતમાં વધારો થાય છે. તો ચાલો તેને સ્થાનકિંમતના કોષ્ટક દ્વારા સમજીએ અહીં આપણી પાસે એક સ્થાનકિંમત કોષ્ટક છે ફરી 9 ને જ ઉદાહરણ તરીકે લઈએ જો 9 એ એકમના સ્થાને હોય અને તેને 10 સાથે ગુણીએ તો, 9 ની સ્થાનકિંમત એક એકમ ડાબી બાજુ ખસે એટલે કે તેની સ્થાનકિંમત હવે દશક થઇ જાય હવે આપણી પાસે 9 દશક છે અને આ એકમ ના સ્થાને શૂન્ય મૂકવું પડે કારણ કે હવે એકમ એક પણ નથી આમ, 9 ગુણ્યાં 10 બરાબર 90 બરાબર 90 ફરી અહીં 9 ની પાછળ એક શૂન્ય જોવા મળે છે પણ તે આપણે અલગ રીતે જોયું જેમાં સંખ્યાને 10 સાથે ગુણતા તેની સ્થાનકિંમત એક એકમ ડાબી તરફ ખસે ફરીથી આ પ્રશ્નમાં આ રીતનો ઉપયોગ કરીએ. સાત 100, આપણે જો 100 ને એક સ્થાનકિંમત ડાબી બાજુ ખસીએ તો, આપણને 1000 મળે આમ 700 વખત 10 એટલે સાત 1000 આપણે આગળ જોયું તેમ 7000 આમ, આ બંનેમાંથી કોઈપણ જવાબ લખી શકાય અહીં એક ભાગાકાર નું ઉદાહરણ આપેલ છે હવે 10 સાથે ભાગાકાર કરવાનો છે અને તેમને જણાવી દઉં કે 10 વડે ભાગાકાર કરવો એ 10 સાથેના ગુણાકાર કરતાં વિરૂધ્ધ પ્રક્રિયા છે માટે તેની જ ભાત મળશે એ પણ વિરોધી હશે હવે સંખ્યામાં પાછળ શૂન્ય ઉમેરવાને બદલે એક શૂન્ય દૂર કરીશું એક ઉદાહરણ લઈએ ધારોકે આપણી પાસે 40 છે અને તેને 10 વડે ભાગવું છે માટે 40 માંથી શૂન્ય કાઢી લેશુ અને આપણને મળશે 4 જો 40 ને 10 ના સમૂહમાં વિભાજીત કરીએ તો આપણને 4 સમૂહ મળે તો ચાલો આ રીતનો અહીં ઉપયોગ કરીએ 212 દશક એટલે 212 વખત 10 માટે અહીં એક શૂન્ય મૂકીએ અને તેને 10 વડે ભાગતાં, આ ભાતનો ઉપયોગ કરીને એક શૂન્ય દૂર કરતાં, આપણને મળશે 212 212 આપણે સ્થાનકિંમતના કોષ્ટક વાળી ભાતનો પણ ઉપયોગ કરી શકીએ હવે સ્થાનકિંમત ડાબી તરફ ખસવાને બદલે એક સ્થાનકિમત જમણી તરફ એક સ્થાનકિમત જમણી તરફ ખસશે એટલે કે સ્થાનકિંમતનું મૂલ્ય વધવાને બદલે ઘટશે આમ, જો હવે 212 દશકને 10 વડે ભાગીએ તો તેના કરતાં એક ઓછી સ્થાનકિંમત શું મળે ? આ જે દશક છે તેને એક એકમ જમણી તરફ ખસેડવાનું છે જે તેના કરતાં નાની સ્થાનકિંમત એટલે કે એકમ મળે માટે આપનો જવાબ થશે 212 એકમ 212 એકમ એટલે કે 212 આમ, 212 દશકને 10 વડે ભાગતાં શૂન્યને દૂર કરવું પડે અથવા સ્થાનકિંમતને એક એકમ જમણી બાજુ ખસેડવું પડે કોઈપણ રીતે આપણો જવાબ થશે 212 એકમ