If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ સંખ્યાઓના સમૂહ બનાવવા: 675

સલ વિવિધ સરવાળાના પ્રશ્નોમાં 675 ના સમૂહ બનાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો ચાલો સંખ્યા 675 ને કઈ કઈ રીતે દર્શાવી શકાય  તે વિચારીએ સૌથી સ્પષ્ટ અને સરળ રીત એ છે કે દરેક સ્થાનકિંમતને પહેલા ધ્યાનથી જુઓ  6 એ સો ના સ્થાને છે  માટે તે 600 દર્શાવે છે  7 એ દશકના સ્થાને છે માટે તે 7 દશક એટલે કે 70 દર્શાવે છે જયારે 5 એ એકમના સ્થાને છે  તે દર્શાવે છે 5 હું તેને copy અને paste કરું છું અને પછી વિચારીએ કે તેમની અલગ - અલગ સ્થાને  ગોઠવણી કઈ રીતે કરી શકાય જેથી આ સંખ્યાને અલગ રીતે દર્શાવી શકાય. આમ, હવે આ સંખ્યાને વધુ બે વખત અહીં દર્શાવીએ 1 અને 2 સૌ પ્રથમ આપણે એકમાંથી બીજા સ્થાને સ્થાનકિંમતની ગોઠવણી કરીએ હવે દાખલા તરીકે સો ના સ્થાનમાંથી એક કાઢી લઈએ માટે આ સો ના સ્થાન પાર 5 થઇ જાય. જયારે અહીંથી 100 દૂર થાય માટે આ 500 થઇ જાય હવે જે 100 લીધા એ આ બંનેમાંથી કોઈ પણ સ્થાને ઉમેરી શકાય આપણે તે દશકના સ્થાનને આપીએ આમ, આ બાજુ આપણે 100 ઉમેરીએ હવે જો દશકના સ્થાનને 100 આપો તો, ત્યાં પહેલેથી 70 છે હવે ત્યાં કેટલા થશે ? તે થશે 170 હવે આ દશકને કઈ રીતે દર્શાવીએ ? 170 એટલે 17 દશક માટે આ જે 7 છે તે થઇ જશે 17 આપણે આ રીતે આગળ શરૂ રાખી શકીએ દશકમાંથી અમુક કિંમતને એકમના સ્થાને પણ ગોઠવી શકાય. દા.ત. દશકના સ્થાનેથી 10 લઈને એકમના સ્થાને ઉમેરી શકાય. તો ચાલો તેમ કરીએ આમ, અહીં થશે 160 અને આ થશે 16 અને આ 10 ને એકમના સ્થાને ઉમેરીએ. તો હવે એકમના સ્થાને શું થાય ? 10 વત્તા 5 બરાબર 15 માટે આ 5 હવે થઇ જશે 15 ચાલો બીજી રીતે વિચારીએ કંઈક અલગ કરીએ ચાલો દશકના સ્થાનેથી 200 કાઢી લઈએ માટે અહીં થઇ જાય 4 જયારે આ થઇ જાય 400 અને એમાંથી દશકના સ્થાનને 100 આપીએ અને બીજા 100 એકમના સ્થાને આપીએ બીજા શબ્દોમાં કઈએ તો આમાંથી 200 ની ફરીથી ગોઠવણી કરી છે આ 200 આપણે 100 ના સ્થાનેથી લીધા અને બીજા સ્થાને તેની ગોઠવણી કરી માટે હવે દશકના સ્થાને થઈ જાય 170 જેનો અર્થ થાય 17 દશક  માટે અહીં લખીએ 17 એકમના સ્થાને જોઈએ ત્યાં 5 છે અને 100 ઉમેર્યા આમ, તે થશે 105 હવે 105 એકમ એટલે 105 જ થાય ધ્યાન આપો આ 400 વત્તા 17 દશક એટલે 170 વત્તા 105 આ બધાનો સરવાળો કરો તો 675 જ મળે ચાલો હજી એક વખત ગોઠવણી કરીએ આ બધા જ 100 લઇ લઈએ માટે આ થઇ જાય શૂન્ય અહીં પણ શૂન્ય તેમાંથી 400 આપીએ દશકના સ્થાનને માટે તે થઇ જાય 470 જે 47 દશકને બરાબર છે આપણી પાસે બીજા 200 પણ છે જે એકમને આપીએ ચાલો તો 200 આપીએ એકમને જેથી પાંચમાંથી થઇ જાય 205 અહીં પણ 5 માંથી થઇ જાય 205 ફરી એક વાર આ જે કંઈ પણ કર્યું તે અંતે 675 ની અલગ - અલગ રીતે ગોઠવણી જ કરી છે આમાંથી કંઈ પણ 675 દર્શાવે જમણી બાજુની આ સંખ્યાઓનો  એકબીજા સાથે સરવાળો કરો. તો જવાબ મળે 675