મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 7
Lesson 5: વ્યવહારુ કોયડાઓ વાળી પદાવલીઓનું મૂલ્યાંકન કરવુંચલ સાથે પદાવલિની કિંમત શોધવી: તાપમાન
આ ઉદાહરણમાં આપણી પાસે સેલ્સિયસ તાપમાનને ફેરનહીટમાં ફેરવવાનું સૂત્ર છે. ડિગ્રી ફેરનહીટમાં મેળવવા માટે ચલની કિંમત (સેલ્સિયસ તાપમાન) મૂકીએ. અમારી સાથે મહાવરો કરવાનો સારો પ્રશ્ન! સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેના સૂત્રનો ઉપયોગ કરી 25 અંશ સેલ્સિયસ તાપમાન ને ફેરનહીટ માં દર્શાવો ફેરનહીટ f = 9/5 ગુણ્યા c એટલે કે અંશ સેલ્સિયસ+ 32 આપેલ છે પ્રશ્નમાં આપેલ છે કે 25 અંશ સેલ્સિયસ તાપમાન છે માટે આ કિંમત આ નીચેના સૂત્રમાં C ના સ્થાને મુકીએ જેથી અંશ ફેરનહીટ માં તાપમાન મળે આમ f=9/5 હવે c ના સ્થાને 25 મુકતા 9/5 ગુણ્યા 25 વત્તા 32 હવે તેનું સાદુરૂપ આપીએ આ પદને આપણે 9/5 ગુણ્યા 25/1 તરીકે વિચારી શકીએ 25 નો 5 વડે છેદ ઉડાડતા 5 મળે નીચે મુકીએ 1 5 ભાગ્યા 5 બરાબર 1 આમ અંશ અને છેદનો સામાન્ય અવયવ 5 વડે છેદ ઉડાડ્યો તેમ કહેવાય આમ હવે 9 ગુણ્યા 5 વત્તા 32 માટે f બરાબર 9 ગુણ્યા 5 બરાબર 45 વત્તા 32 અંશ માટે F બરાબર 45 વત્તા 32 બરાબર 77 માટે ફેરનહીટ માં તાપમાન થશે 77 અંશ ફેરનહીટ