If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અસમતાનું પુનરાવર્તન આલેખવું

સંખ્યારેખા પર ચલ ધરાવતી અસમતાઓના આલેખનું પુનરાવર્તન, અને પછી સ્વધ્યાયના મહાવરાઓનો પ્રયત્ન કરો.

અસમતા

અસમતા એ સમાન ન હોય તેવી બે પદાવલિઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે.
નીચે અસમતાના કેટલાક ઉદાહરણ છે:
9>7
6 < a+2
x<5

અસમતાની નિશાની

નિશાનીઅર્થ
>ના કરતા મોટી
>ના જેટલી અથવા મોટી
<ના કરતા નાની
<ના જેટલી અથવા નાની

ચલ ધરાવતી અસમતાઓનું આલેખન કરવું

કોઈ અસમતાના શક્ય ઉકેલો દર્શાવવા આપણે સંખ્યારેખાનો ઉપયોગ કરી શકીએ.
ઉદાહરણ 1: x>4
x>4 જેવી અસમતા આપણને જણાવે છે કે x ની 4 થી મોટી કોઈ પણ કિમત હોઈ શકે છે.
આપણે સંખ્યારેખા પર 4 પર એક ખુલ્લું વર્તુળ મુકી અને 4 થી મોટી સંખ્યા પર સંખ્યાને ઘટ્ટ બતાવીએ.
ઉદાહરણ 2: y < 3
જો આપણી પાસે અસમતામાં > અથવા < નિશાની હોય તો, આપણે વર્તુળને ઘટ્ટ કરીને એ બતાવી શકીએ કે આ ચલ એ સંખ્યાને સમાન હોય શકે છે.
ઉદાહરણ તરીકે, y < 3 નું નીચે પ્રમાણે આલેખન કર્યું છે:
આ સંખ્યારેખા બતાવે છે કે y3 ને બરાબર છે અથવા 3 થી ઓછાં છે.
અસમતાના આલેખન વિષે વધુ જાણવા ઈચ્છો છો? ચકાસો આ વિડિઓ.

મહાવરો

પ્રશ્ન 1
નીચેના આલેખને રજુ કરતી અસમતા ચકાસો.
કોઈ એક જવાબ પસંદ કરો:

આવા વધુ કોયડાઓ ઉકેલવા માગો છો? આ મહાવરો ચકાસો:
Inequality from graph
Plotting inequalities