If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એક અસમતાનું ઉદાહરણ આલેખો

સંખ્યારેખા પર સાદી અસમતાઓને કઈ રીતે આલેખવી તે શીખો. આ વિડિઓમાં વપરાયેલ ઉદાહરણ x < 4 છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

x ની કિંમત 4 કરતા નાની છે ચાલો એક સંખ્યારેખા દોરીએ આ એક સંખ્યારેખા છે અહી 0 મુકીએ અહીં 1 2 3 4 અને 5 લઈએ આ બાજુ લઈએ -1 - 2 -3 -4 -5 વધુ આગળ લખી શકાય હવે 4 કરતા ઓછી કિંમતના દરેક x નું આલેખન કરવાનું છે પણ તેમાં 4 નો સમાવેશ થશે નહિ અહીં 4 કે તેના કરતા નાની એટલેકે <= 4 કહેવામાં આવ્યું નથી તે ફક્ત <4 દર્શાવે છે 4 સમાયેલ નથી તે દર્શાવવા 4 ઉપર વર્તુળ કરીએ જો તેનો સમાવેશ કરવાનો હોત તો તેને ઘટ વર્તુળ થી દર્શાવ્યું હોત હવે 4 કરતા બધી નાની કિંમતોને દર્શાવવા આ આખા ભાગ ને તે જ રંગ થી દર્શાવીએ 4 થી ડાબી તરફનો આખો ભાગ આ તીર ને પણ તેમાં સમાવી લઈએ આમ આ બધી કિંમતો 4 કરતા નાની છે તમે તે ચકાસી પણ શકો ભૂરા રંગથી દર્શાવેલ ભાગમાંથી કોઈ પણ એક કિંમત લો ધારોકે -2 લઈએ -2 એ ચોક્કસ 4 કરતા નાની કિંમત છે આ 2 ને લઈએ તે પણ ચોક્કસ 4 કરતા નાની કિંમત છે 4 ને લઇ શકાય નહિ કારણકે 4 પોતે એ 4 કરતા નાની કિંમત કહેવાય નહિ તે 4 ને બરાબર છે 5 નોપણ સમાવેશ થાય નહિ કારણકે 5 એ 4 કરતા નાની કિંમત નથી