મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 7
Lesson 13: અસમતા: ગ્રેટર ધેન અને લેસ ધેન પર આધારિતઅસમતાનું આલેખન
સંખ્યારેખા પર અસમતાનું આલેખન કરવું હોય, જેમકે x>3, તો સૌ પ્રથમ કોઈ એક અંક (દા.ત. 3) પર વર્તુળ દોરો. પછી જો (≥ or ≤) નિશાનીઓ સાથે બરાબરની નિશાનીનો સમવેશ થતો હોય તો વર્તુળને ઘટ્ટ કરો. જો (> or <) નિશાની સાથે બરાબરની નિશાનીનો સમવેશ ન થતો હોય તો વર્તુળને ઘટ્ટ બનાવો નહિ. છેવટે, વર્તુળમાંથી પસાર થતી આંકડાઓની દિશામાં અસમતાને સાચી સાબિત કરતી રેખા દોરો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
હમણાથી હું મારા સ્વાસ્થ્યની સંભાળ લેતો થયો છું માટે ખોરાક માં રહેલ કેલેરી ની ગણતરી રાખું છું ધારોકે C= એક દિવસની કેલેરીની સંખ્યા હું થોડું વજન ઓછુ કરવા માંગું છું તે માટે એક દિવસમાં 1500 કરતા ઓછી ક્લેરી મળે તેવો ખોરાક લઉંછું તો તેને અસમતા સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય માટે તેને લખાય c<, < ની નિશાની માટે યાદ રાખો કે નાની સંખ્યા તરફ આ અણીવાળો ભાગ હોય માટે લખીએ C ની કિંમત 1500 કરતા ઓછી છે આમ એક આ રીતે દર્શાવી શકાય એક દિવસ માં 1500 કરતા ઓછી કેલેરી મળવી જોઈએ જો હું એક દિવસ માં કઈ પણ કેલેરી ન મળે અથવા 100 કેલેરી મળે તેટલો ખોરાક ખાઉં અથવા 1400 કેલેરી મળે તેવો ખોરાક લઉં તો તે દરેક બાબતને હું આ રીતે દર્શાવી શકુ 1499 કેલેરી ધરાવતા ખોરાક માટે પણ આ રીતે લખી શકાય આ દરેક બાબત અહી યોગ્ય છે તે દરેક 1500 કરતા ઓછી કેલેરી દર્શાવે છે પણજો પુરા 1500 કેલેરી હોય તો તેના માટે શું 1500 એ 1500 કરતા ઓછી છે તેમ દર્શાવી શકાય ના 1500 એ 1500 ને બરાબર છે માટે આ વિધાન સાચું નથી પણજો હું 1500 સુધી કેલેરી જેટલો ખોરાક ગ્રહણ કરુંતો તેને કેવી રીતે દર્શાવી શકાય 1500 કે તેના કરતા ઓછી કેલેરી ને કઈ રીતે દર્શાવીએ અહીં જે દર્શાવેલ છે તે 1500 કરતા ઓછી કેલેરી દર્શાવે છે તેમાં 1500 નો સમાવેશ થતો નથી હવે જો આ < ની નિશાનીની નીચે હું એક નાની લીટી કરું તો તે હવે ફક્ત ના કરતા નાની કિંમત દર્શાવશે નહિ તે ના કરતા નાની અથવા તેના જેટલી કિંમત દર્શાવે છે જેને < = કહેવાય આમ આ સંકેત દર્શાવે છે કે c નું મુલ્ય 1500 કેલેરી જેટલું અથવા તેના કરતા ઓછું છે માટે હવે પુરા 1500 નો પણ આમાં સમાવેશ થયો છે આમ આ સંકેત દર્શાવે છે કે c નું મુલ્ય 1500 કેલેરી જેટલું અથવા તેના કરતા ઓછું છે હવે જો આ બાબતને સંખ્યારેખા પર દર્શાવવું હોય તો ચાલો એક સંખ્યારેખા દોરીએ તેના પર આપણે 0 થી 1500 સુધીના બધા અંક દર્શાવશું નહિ પણ એવું ધારી લઈએ કે અહીં 0 છે અને અહીં 1500 છે હવે આ સંખ્યારેખા પર 1500 કે જુઓ આ 1500 ને આપણે ઘટ બિંદુવડે દર્શાવીએ ત્યારબાદ તેના કરતા ઓછું તેને આપણે આ રંગથી જ દર્શાવ્યું છે આ બધું 1500 કરતા ઓછું મુલ્ય ધરાવે છે હવે જુઓ કે 1500 કે તેના કરતા કોઈ પણ ઓછી કિંમત માટે આ યોગ્ય છે હવે જો તેના જેટલું કે તેના કરતા ઓછુ ન હોય તો તેના માટે શું જો તે ફક્ત 1500 કરતા ઓછુ હોય તો ચાલો તે પણ સંખ્યારેખા દ્વારા સમજીએ અહીં ફરીથી લખુંછું c<1500 c ની કિંમત 1500 કરતા ઓછી કેલેરી ફરી એક સંખ્યારેખા લઈએ હવે ધારોકે અહીં 0 છે અને અહીં 1500 છે ફરી યાદ રાખોકે આમાં 1500 સમાયેલ નથી માટે તેના પર હું એક ખુલ્લું વર્તુળ દર્શાવું છું જુઓકે અહીં 1500 સમાયેલા હતા માટે આપણે તે વર્તુળને ઘટ દર્શાવ્યું હતું માટે જયારે 1500 કરતા ઓછી કિંમત દર્શાવવી છે 1500 સમાયેલા નથી તેથી તેને ખુલ્લા વર્તુળ વડે દર્શાવેલ છે અને આખા ભાગમાં તેના કરતા ઓછી કિંમત સમાયેલ છે તમે હવે કહેશો કે જો 1500 જેટલી કે તેના કરતા વધારે અથવા ફક્ત 1500 કરતા વધુ કેલેરી ને દર્શાવવું હોય તો તેના માટે શું કરવું તો ચાલો તે વિષે વિચારીએ ધારોકેહવે હું દિવસ દરમિયાન જેટલું પાણી પીવું છું તેના જથ્થા ને દર્શાવવા w ચલ લઈએ માટે w = લખીએ એક દિવસમાં પીવાતા પાણીના ઔંસ ની સંખ્યા ઔંસ એ જથ્થો દર્શાવવાનો જ એક એકમ છે ધારોકે કોઈએ મને કહ્યું કે એક દિવસમાં 64 ઔંસ પાણી પીવું જોઈએ માટે અહીં લખીએ w >64 એટલે કે w નું મુલ્ય 64 કરતા વધુ હોવું જોઈએ અહીં w નું મુલ્ય વધુ દર્શાવીએ છીએ માટે નિશાની નો ખુલ્લો ભાગ તેના તરફ હોવો જોઈએ હવે તેને સંખ્યારેખા ઉપર કઈ રીતે દર્શાવીએ અહીં લખીએ 0 અને અહી લખીએ 64 આ પરિસ્થિતિમાં જો હું પુરા 64 ઔંસ જેટલું જ પાણી પીવ તો તેનો સમાવેશ થશે નહિ કારણકે 64 એ 64 કરતા વધુ નથી 64 કરતા વધુ મુલ્ય નો જ આ શરત માં સમાવેશ થઇ શકે તે માટે 64.01 ઔંસ કે 0.00 કે 64.00001 ઔંસ પાણી પીવું પડે તેથી કોઈ પણ સંખ્યા જે 64 કરતા મોટી હોય માટે અહીં 64 નો સમાવેશ નહિ કરીએ પણ તેના કરતા કોઈપણ મોટી કિંમત નો સમાવેશ થઇ શકે હવે જો 64 કે તેના કરતા વધુ પાણી પીવ છું તે બાબત ને દર્શાવવુ હોય તો તે માટે લખીએ w >= 64 એટલે કે w ની કિંમત 64 કે તેના કરતા વધુ છે ફરી એક સંખ્યારેખા દોરીએ તેના પર પણ 0 અને 64 ને દર્શાવીએ બધી સંખ્યાઓ દર્શાવશું નહિ હવે આ શરત પ્રમાણે 64 ઔંસ હોય તો પણ ચાલશે માટે આ 64 ને ઘટ વર્તુળ વડે દર્શાવીએ અહીં 64 ને ખુલ્લા વર્તુળ થી દર્શાવેલ છે હવે તેના કરતા વધુ દર્શાવવા જમણી તરફ ના આખા ભાગનો સમાવેશ કરીએ આમ તે થયી ગયું