મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 7
Lesson 10: એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી
- એક-પદ વાળા સમીકરણની બાદબાકી
- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી
- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી
- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી: અપૂર્ણાંક અને દશાંશ
- એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી: અપૂર્ણાંક અને દશાંશ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી
સમીકરણની બંને બાજુથી સમાન બાબત ઉમેરીને કે બાદ કરીને એક-પદ વાળા સમીકરણના સરવાળા અને બાદબાકી કઈ રીતે ઉકેલી શકાય તે શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
હવે આપણે જાણી ગયા છીએ કે સમીકરણ ની બંને બાજુ એકસરખી પ્રક્રિયા કરવી જોઈએ તો તેવા અમુક સમીકરણના અજ્ઞાત ચલનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ માનીલો કે આપણી પાસે x +7 =10 છે અને આપણે x ની કિંમત શોધવા માંગીએ છીએ આમ અહીં કહેવામાં આવ્યું છે કે કોઈ સંખ્યાનો 7 સાથે સરવાળો કરતા આપણને 10 મળેછે તમે મનમાં પણ ગણતરી કરી શકો પરંતુ જો તેને વ્યવસ્થિત પદ્ધતિસર કરવું હોય તો આ x ને સમીકરણની ડાબી બાજુએ રાખવો જોઈએ હવે જો ફક્ત x ને જ ડાબી તરફ રાખવું હોય તો આ 7 ને અહીંથી દુર કરવા પડે અને તેમ કરવા માટે ડાબી બાજુથી 7 બાદ કરવા પડે પણજો મૂળ સમીકરણ જેટલું મુલ્ય જળવાઈ રહે તેમ કરવું હોય તો સમીકરણ માં જે ફેરફાર ડાબી તરફ કર્યો તે જ ફેરફાર જમણી તરફ કરવા પડે એટલેકે જમણી તરફ પણ 7 બાદ કરવા પડે હવે સમીકરણ સંતુલનમાં છે તેમ કહી શકાય આમ કરવાનું કારણ એ છે કે આપણે ડાબી તરફ x ને કરતા બનાવવા માંગીએ છીએ હવે આ 7 માંથી 7 બાદ થઇ જતા ડાબી તરફ ફક્ત x મળે અને જમણી બાજુ 10 - 7 બરાબર 3 મળે આમ તે અજ્ઞાત સંખ્યા છે 3 તમે તે ચકાસી પણ શકો 3 + 7 બરાબર 10 ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ ધારોકે આપણી પાસે a - 5 =-2 છે આ થોડું રસપ્રદ છે કારણકે જુઓ બંને સંખ્યાઓ ઋણ માં છે પણ આપણે ફક્ત એ ધ્યાનમાં રાખવાનું છે કે ડાબી બાજુએ આપણીપાસે ફક્ત a રહેવો જોઈએ અને ડાબી બાજુ a ને કરતા બનાવવા આ -5 ને દુર કરવા પડે -5 ને દુર કરવાનો ઉપાય એ છે કે તેમાં 5 ઉમેરીએ હવે જો ડાબી બાજુએ 10 ઉમેરીએતો ફરીથી સમીકરણ ની સમતા જાળવવા જમણી બાજુ પણ 5 ઉમેરવા પડે માટે સમીકરણ ની ડાબી બાજુ ફક્ત a રહે -5 અને 5 ની કિંમત 0 થઇ જાય અને જમણી તરફ આપણી પાસે -2 છે જેમાં 5 ઉમેરવાના છે માટે તેની કિંમત મળે 3 જુઓકે અહીં આપણે સમીકરણ માં બંને તરફ એકસરખો ફેરફાર કર્યો અને તેમ કરવાથી a ની કિંમતમળી 3 ફરીથીતમે ચકાસી શકો 3 - 5 જે ખરેખર -2 ને સમાન છે