If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એક-પદ વાળા સમીકરણનો ગુણાકાર અને ભાગાકાર

આ સમીકરણને ઉકેલવાનું શીખો "4x = 20" અથવા "y/3 = 7"
ત્રાજવાની દાંડી ની સમજ વડે, આપણે જાણીએ છીએ કે સમીકરણને સંતુલિત કરવા માટે આપણે સમીકરણની બંને બાજુ સમાન બાબત કરવી પડે.
પરંતુ આપણે કઈ રીતે ખબર પડે કે સમીકરણની બંને બાજુ શું કરવાનું છે?

ગુણાકાર અને ભાગાકાર વ્યસ્ત ક્રિયાઓ છે

ભાગાકાર કઈ રીતે ગુણાકારની ક્રિયાનું વ્યસ્ત છે તેના પાર આધારિત પ્રશ્ન
જો આપણે 7 ને લઇ શરુ કરીએ, 3 વડે ગુણીએ, પછી 3 વડે ભાગીએ, તો આપણને ફરીથી 7 મળે:
73÷3=7
ગુણાકાર કઈ રીતે ભાગાકારની ક્રિયાનું વ્યસ્ત છે તેના પાર આધારિત પ્રશ્ન
જો આપણે 8 ને લઇ શરુ કરીએ, 4 વડે ભાગીએ, પછી 4 વડે ગુણીએ, તો આપણને ફરીથી 8 મળે:
8÷44=8

ગુણાકાર ના સમીકરણને વ્યસ્ત ક્રિયાનો ઉપયોગ કરીને ઉકેલીએ

ચાલો આપણે આપેલ સમીકરણને t માટે કઈ રીતે ઉકેલી શકાય તે વિચારીએ:
6t=54
આપણને t સમીકરણની ડાબી બાજુએ જોઈએ છે.આથી આપણે 6 ગુણી ને ફરીથી કઈ રીતે લાવી શકીએ?
આપણને 6 વડે ભાગવું પડે કારણ કે ગુણાકારની વ્યસ્ત ક્રિયા ભાગાકાર છે!
બંને બાજુ 6 વડે ભાગીએ તો નીચે પ્રમાણે મળે:
6t=546t6=546          બંને બાજુને છ વડે ભાગીએ.t=9          સાદુરૂપ આપો.

ચાલો આપણું કામ તપાસીએ!

આપણે કોઈ ભૂલ કરી નથી તેની ખાતરી કરવા માટે હંમેશા આપના મૂળ સમીકરણમાં ઉકેલને મુકીને તપાસી લેવું.
6t=5469=?5454=54
હા, t=9 એ એક ઉકેલ છે!

ભાગાકાર ના સમીકરણને વ્યસ્ત ક્રિયાનો ઉપયોગ કરીને ઉકેલીએ

હવે ચાલો બીજા પ્રકારના સમીકરણને ઉકેલીએ:
x5=7
આપણને x સમીકરણની ડાબી બાજુએ જોઈએ છે.આથી આપણે 5 વડે ભાગી ને ફરીથી કઈ રીતે લાવી શકીએ?
આપણે 5 વડે ગુણી શકીએ કારણ કે ભાગાકારની વ્યસ્ત ક્રિયા ગુણાકાર છે!
બંને બાજુ 5 વડે ગુણીએ તો નીચે પ્રમાણે મળે:
x5=7x55=75          નાનને બાજુ પાંચ વડે ગુણીએ.x=35          સાદુરૂપ આપો.

ચાલો આપણું કામ તપાસીએ!

x5=7355=?77=7
હા, x=35 એ એક ઉકેલ છે!

કઈ રીતે ગુણાકાર અને ભાગાકારના સમીકરણ ને ઉકેલી શકાય તેનો સારાંશ

સરસ,આથી આપણે ગુણાકારના સમીકરણ અને ભાગાકારના સમીકરણને ઉકેલ્યા.ચાલો આપણે જે કર્યું તેને ટૂંકમાં સમજીએ:
સમીકરણનો પ્રકારદાખલોપ્રથમ સ્ટેપ
ગુનાકારનું સમીકરણ6t=54બંને બાજુને છ વડે ભાગીએ.
ભાગકારનું સમીકરણx5=7દરેક બાજુને પાંચ વડે ગુણીએ.

ચાલો સમીકરણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ.

સમીકરણ A
કઈ ક્રિયા w ને ઉકેલવામાં મદદ કરશે?
8w=72
કોઈ એક જવાબ પસંદ કરો:
w=
  • તમારો જવાબ હોવો જોઈએ
  • એક પૂર્ણાંક, જેમ કે 6
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 3/5
  • એક * સરળ યોગ્ય * અપૂર્ણાંક, જેમ 7/4
  • મિશ્ર સંખ્યા, જેમ કે 1 3/4
  • એક * ચોક્કસ * દશાંશ, જેમ કે 0.75
  • પાઇ એક બહુવિધ, જેમ 12 pi અથવા 2/3 pi