મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 7
Lesson 9: એક-પદ વાળા સમીકરણનો ખ્યાલસમીકરણ સાથે સંબંધ દર્શાવવો
સમીકરણ એ સમીકરણોની બંને બાજુઓ વચ્ચેનો સંબંધ (ના, સ્ત્રીમિત્ર અને પુરુષમિત્ર નહિ!) છે. તેને સમજવા માટે ફરીથી ત્રાજવાના ઉદાહરણનો ઉપયોગ કરીએ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ કોયડાને ઉકેલીએ પરંતુ આ કોયડામાં હવે ગણીતનો થોડો ઉપયોગ કરીશું ગણિત એક એવી ભાષા છે કે જે બે બાબતો વચ્ચેના સંબંધોને દર્શાવવા માટે વિચારોને દર્શાવવા માટે સંજ્ઞા નો ઉપયોગ કરે છે અહી સૌપ્રથમ હું તમને એ બાબત પર વિચાર કરવા માટે કહું છું કે આ બાજુના જથ્થાને આ બાજુના જથ્થા સાથે ગાણિતિક દ્રષ્ટીએ કઈ રીતે સરખાવી શકાય તે માટે હું તમને અમુક હિન્ટ આપું છું આપણે જાણીએ છીએ કે અહી બંને સરખા દળ છે તો બરાબરની નિશાની નો ઉપયોગ કરીને તમે કેટલા પ્રકારના સંબંધોને દર્શાવી શકો છો જેથી કોઈક રીતે જે અહી છે તેને આના બરાબર બતાવી શકાય અને તેમ કરવા માટે હું તમને થોડો સમય આપું છું હવે તેના વિષે સાથે મળીને વિચારીએ આપણી પાસે આ બાજુએ શું છે જુઓ કે અહી એક અજ્ઞાત દળનો જથ્થો છે અને હું એ અજ્ઞાત દળના જથ્થાને પ્રશ્નાર્થ ચિન્હ દ્વારા અહી દર્શાવું છું પરંતુ ડાબીબાજુ આપણી પાસે ફક્તએજ બાબત નથી આપણી પાસે અહી બીજા ત્રણ કિલોગ્રામ પણ છે તો હું તે અહી લખું છું આપણે એવું ધારી લઈએ કે આ દરેકનું દળ એક કિલોગ્રામમાં છે આમ આપણી પાસે અમુક અજ્ઞાત દળનો જથ્થો કિલોગ્રામમાં છે વતા બીજા ત્રણ કિલોગ્રામ વધારાના છે આમ અહી જે છે તે આ ડાબીબાજુ દર્શાવે છે હવે આપણી પાસે જમણીબાજુએ શું છે જુઓ કે આપણી પાસે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આમ આપણી પાસે જમણીબાજુ દસ કિલોગ્રામ છે અને આપણે બીજું શું જાણીએ છીએ આપણે જાણીએ છીએકે આમાપ પ્રમાણમાં છે અહી જે જથ્થો છે તેના બરાબર આ જથ્થો છે કારણકે અહી જે ત્રાજવું છે તે સંતુલિત અવસ્થામાં છે માટે આપણે કહી શકીએ કે આ બંને બાબતો સમાન છે આમ આપણને એક સમીકરણ મળે છે આપણે અહી અજ્ઞાત સંખ્યા માટે પ્રશ્નાર્થ ચિન્હનો ઉપયોગ કર્યો છે અને આપણે એ નથી જાણતા કે આ અજ્ઞાત જથ્થો શું છે જો આપણે તેમાં ત્રણ કિલોગ્રામ ઉમેરીએ તો આપણી પાસે તે દસ કિલોગ્રામ જેટલા થાય છે હવે મારો પ્રશ્ન એ છે કે આપણે આ સમીકરણમાં શું કરી શકીએ કે જેથી આ અજ્ઞાત સંખ્યા મળી શકે તો ચાલો તેનો ઉકેલ મેળવીએ આપણે અગાઉના વીડેઓમાં જોયું હતું કે જો આપણે અજ્ઞાત સંખ્યાનો જથ્થો મેળવવો હોય તો બંને બાજુએથી ત્રણ કિલોગ્રામ દુર કરવા જોઈએ જોઆપણે ફક્ત એકજ બાજુએથી ત્રણ કિલોગ્રામ બાદ કરીએ તો બીજી બાજુનું માપ સંતુલિત રહેશે નહિ અને આપણે એવું ન કહી શકીએકે આ અજ્ઞાત દળનો જથ્થો એ જમણીબાજુ આપેલ સંખ્યા બરાબર છે જો બંનેને સમાન બનાવવું હોય તો બંને બાજુ સંતુલન જળવાઈ રહેવું જોઈએ તે માટે આપણે અગાઉના વિડેઓમાં આ ત્રણ કિલોગ્રામને અહીંથી દુર કર્યા હતા અને બંને બાજુ સંતુલન જળવાઈ રહે તે માટે આ બાજુથી પણ ત્રણ કિલોગ્રામ દુર કર્ય હતા અને ગાણિતિક રીતે પણ આપણે અહી એજ બાબત કરીશું આપણે ત્રણ એકજ બાજુથી દુર નથી કરતા જો આપણે એકજ બાજુથી ત્રણ દુર કરીએ તો તે બંને સમાન રહેશે નહિ આપણે ત્રણ એકજ બાજુથી દુર નથી કરતા જો એકજ બાજુથી ત્રણ દુર કરીએ તો બંને સમાન રહેશે નહિ આપણે બંને બાજુથી ત્રણ દુર કરીએ તે જરૂરી છે આમ સંતુલન જાળવી રાખવા બંનેબાજુ ત્રણ બાદ કરવા જરૂરી છે તો હવે ડાબી બાજુએ શું રહેશે જુઓ કે આપણી પાસે ડાબી બાજુ ફક્ત પ્રશ્નાર્થ ચિન્હ રહેશે કારણકે ત્રણ ઓછા ત્રણ બરાબર શૂન્ય થઇ જશે અને જમણીબાજુ આપણી પાસે રહેશે દસ ઓછા ત્રણ બરાબર સાત જુઓ કે હવે બંનેબાજુ આપણી પાસે સમાન પરિણામ રહે છે પ્રશ્નાર્થ ચિન્હ બરાબર સાત અને જો તે કિલોગ્રામમાં હોય તો આપણો જવાબ થશે સાત કિલોગ્રામ