If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પ્રમાણિત સ્વરૂપમાં બાદબાકી

પ્રમાણિત સ્વરૂપમાં લખાયેલ સંખ્યાને કઈ રીતે બાદ કરાય તે શીખો. આ વિડીયોમાં (4.1 * 10^-2) - (2.6 * 10^-3) પ્રશ્ન ઉકેલાયો છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડીઓમાં આપણે પ્રમાણિત સ્વરૂપમાં રહેલી સંખ્યાઓની બદબાકીનો મહાવરો કરીશું ધારો કે આપણી પાસે પ્રમાણિત સ્વરૂપની સંખ્યા છે 4 .1 ગુણ્યાં 10 ની -2 ઘાત અને તેમાંથી 2 .6 ગુણ્યાં 10 ની -3 ઘાત બાદ કરીએ છીએ પહેલા વિડિઓ અટકાવીને તમે જાતે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરો ત્યાર બાદ આપણે સાથે મળીને તેને ઉકેલીએ હવે આ સંખ્યાઓની બાદબાકી કરવા માટેનો મને જે સહેલો ઉપાય લાગે છે તે એ છે કે બને માંથી કોઈ પણ એક સંખ્યાને એવા સ્વરૂપમાં ફેરવીએ કે આ જે 10 ની ઘાત છે તે બંનેમાં સરખી થાય તે માટે આપણે 4 .1 ગુણ્યાં 10 ની -2 ઘાતને તેવી સંખ્યામાં ફેરવીએ જેથી અહીં 10 ની -3 ઘાત થઇ જાય તે સંખ્યા હું અહીં ફરીથી લાખકું છું 4 .1 ગુણ્યાં 10 ની -2 ઘાત હવે અહીં 10 ની -2 ઘાત 3 ઘાત લાવવા માટે તેને આપણે 10 વડે ભાગીએ પણ જો ફક્ત 10 વડે ભાગીએ તો આ સંખ્યાની કિંમત બદલાઈ જાય માટે જો કિંમત બદલવી ન હોય તો તેને અહીં 10 સાથે ગુણીએ આમ 10 સાથે ગુણાકાર અને ભાગાકાર કરવાથી મૂળ સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર થશે નહિ તેને આપણે આ રીતે પણ લખી શકીએ કે 10 /10 હવે 10 નો 4 .1 સાથે ગુણાકાર કરતા આપણને મળે 41 અને 10 ની -2 ઘાતને 10 વડે ભાગતા 10 ની -3 ઘાત મળશે માટે હવે આપણે લખી શકીએ કે 10 ગુણ્યાં 4 .1 = 41 ગુણ્યાં 10 ની -3 ઘાત અને તે યોગ્ય છે કારણ કે 41 સહસ્ત્રાંશ એ 4 .1 શતાંશને બરાબર છે આપણે શું કર્યું કે 4 .1 ને 10 સાથે ગુણાકાર કર્યો અને 10 ની -2 ઘાતનો 10 વડે ભાગાકાર કર્યો હવે તેને અહીં ફરીથી લખીએ કે 41 ગુણ્યાં 10 ની -3 ઘાત -2 .6 ગુણ્યાં 10 ની -3 ઘાત હવે આપણી પાસે છે 41 ગુણ્યાં 10 ની -3 ઘાત -2 .6 ગુણ્યાં 10 ની -3 ઘાત જેને આપણે આ રીતે લખી શકીએ કે 41 - 2 .6 અને તેને ગુણ્યાં 10 ની -3 ઘાત 10 ની -3 ઘાત બીજી રીતે વિચારીએ તો ૧૦ની -3 ઘાત આપણે બંને માંથી સામાન્ય લીધા છે હવે 41 માંથી 2 .6 બાદ કરીએ તો જો 41 માંથી 2 બાદ કરીએ તો આપણને મળે 39 અને બીજા .6 બાદ કરતા આપણને મળશે 38 .4 અને તેને ગુણ્યાં 10 ની -3 ઘાત આમ આ બંને સંખ્યાની બાદબાકીનો આપણે જવાબ મળ્યો પણ અહીં જે સંખ્યા મળી છે તે પ્રમાણિત સ્વરૂપમાં નથી તેમ કરવા માટે આપણે આ સંખ્યાને 10 વડે ભાગીએ અને અહીં 10 વડે ગુણીએ જેમ આપણે અહીં કર્યું હતું હવે ૩૮.4 ને 10 વડે ભાગીએ તો આપણને મળશે 3 .84 અને 10 ની -3 ઘાતને 10 સાથે ગુણીએ તો આપણને મળે 10 ની -2 ઘાત આમ આપણો જવાબ છે 3 .84 ગુણ્યાં 10 ની -2 ઘાત