મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 1
Lesson 1: અવયવ અને અવયવીઅવયવ અને અવયવી શોધો
સલ 154 ના અવયવ છે કે નહીં તે નક્કી કરવા માટે વિભાજનના નિયમોનો ઉપયોગ કરે છે અને પછી 14 ના અવયવી શોધે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેનામાંથી કઈ સંખ્યા એ 154 નો એક અવયવ છે ? 154 નો એક અવયવ એટલે એવી સંખ્યા જેના વડે 154 ને ભાગતા શેષ વધે નહીં . બીજી રીતે વિચારીયે તો એવી સંખ્યા જેનો એક અવયવો 154 હોય . ચાલો તો આ દરેક સંખ્યા માટે વિચારીએ કે તે 154 નો અવયવ છે કે નહિ 3 એ 154 નો એક સરખા ભાગ કરી શકે અથવા કહીએ કે 154 એ 3 નો એક અવયવી છે. તમને આગળ શીખવા મળશે કે કોઈ પણ સંખ્યા ની 3 વડે વિભાજવા ચકાસવા તેના બધા અંકો નો સરવાળો કરો અને જો તે સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા ને 3 વડે નિ;શેષ ભાગી શકાય . જુઓ અહીં 1 વત્તા 5 બરાબર 6 , વત્તા 4 બરાબર 10 અને 10 એ 3 વડે વિભાજ્ય નથી , પણ જો તમે તે રીતે અત્યારે ચકાસવા માંગતા ન હોય તો આપણે તે બાબત વિષે જો કે આગળ ના વીડિયો માં જાણીશુ જ . તો તમે સીધો ભાગાકાર પણ કરી શકો 154 ભાગ્યા ૩, 1 ને 3 વડે ભાગી ન શકાય . માટે 15 ભાગ્યા 3 , 3 પંચા 15 15 ઓછા 15 બરાબર 0, ઉપરથી ઉતારિયે 4 3 એકા 3 , 4 ઓછા 3 બરાબર 1 , આમ , 3 એ ચોક્કસ 154 નો અવયવ નથી . ચાલો હવે 5 વિશે વિચારીયે 5 ના કોઈપણ અવયવી માં એકમનો અંક 5 કે 0 હોવો જોઈએ જુઓ 5 નો ઘડીયો જોઈએ તો 5 એકા 5 , 5 દુ 10 ,5 તરી 15 , 5 ચોક 20 તમે એકમનો અંક જોઈ શકો 5 કે 0 છે આ સંખ્યામાં એકમનો અંક 5 કે 0 નથી , માટે તે 5 વડે પણ વિભાજ્ય નથી . 5 એ 154 નો અવયવ નથી , 154 એ 5 નો અવયવી નથી . હવે 6 એ રસપદ છે . તમે 6 સાથે 154 નો ભાગાકાર કરીને ચકાસી શકો , પણ જો કોઈ સંખ્યા 6 વડે વિભાજ્ય હોય તો તે 3 વડે પણ વિભાજ્ય હોય જ . કારણ કે 6 એ 3 વડે વિભાજ્ય છે . માટે અત્યારે આપણે 6 માટે તરત જ નક્કી કરી શકીએ કારણ કે 154 એ 3 વડે વિભાજ્ય નથી માટે તે 6 વડે પણ વિભાજ્ય નથી . તમને ગમે તો ભાગાકાર કરીને ચકાસી શકો 9 માટે પણ સરખા તર્કનો જ ઉપયોગ કરી શકાય , જો કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો તે 3 વડે પણ વિભાજ્ય હોય જ . પણ 154 એ 3 વડે વિભાજ્ય નથી માટે તે 9 વડે પણ વિભાજ્ય ન હોય શકે . હવે ફક્ત 14 બાકી રહે છે . તેનો ભાગાકાર કરીને જ જોઈએ . 154 ભાગ્યા 14 14 એકા 14 , 15 ઓછા 14 બરાબર 1 . ઉપરથી ઉતારિયે 4 ,ફરી 14 એકા 14 14 ઓછા 14 બરાબર 0 આમ , 154 ના 14 સરખા ભાગ કરતા દરેક ભાગ માં 11 મળે . આમ , 14 એ 154 નો એક અવયવ છે . એટલેકે 154 એ 14 નો એક અવયવી છે વધુ એક ઉદાહરણ જોઈએ નીચેનીમાંથી સંખ્યા કઈ સંખ્યાએ 14 નો અવયવી છે ? તેની બે રીતો છે , એક રીત છે કે દરેક સંખ્યા ને 14 વડે ભાગાકાર કરીને ચકાસો અથવા 14 ના બધા અવયવીઓ મેરવીને ચકાસી જોઈએ ચાલો બીજી રીતનો ઉપયોગ કરીએ . 14 એકા 14 , 14 માં 14 ઉમેરતા 28 , વત્તા 14 કરતા 28 ને 4 32 વત્તા 10 બરાબર 42 , બીજા 14 ઉમેરીએ જુઓ ઉપરની સંખ્યામાંથી હજુ કોઈ સંખ્યા મળી નથી . 42 માં 14 ઉમેરતા 56 , બીજા 14 ઉમેરતા , 4 ઉમેરતા 60 , વત્તા 10 કરતા મળે 70 . જુઓ હવે એવું લાગે છે કે આમાંથી કોઈ સંખ્યાઓ મળી છે . 70 એ 14 નો અવયવી છે 14 ગુણ્યાં 1 , 2 , 3 , 4 , 5 14 ગુણ્યાં 5 બરાબર 70