If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓની સમીક્ષા

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓની સમીક્ષા, અને તેના કોયડા ઉકેલવાનો પ્રયત્ન કરો.

અવિભાજ્ય સંખ્યાઓ શું છે?

અવિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યા છે જેની પાસે ફક્ત 2 જ અવયવ હોય છે.
અવિભાજ્ય સંખ્યાના અવયવ ફક્ત 1 અને તે સંખ્યા પોતે છે.
7અવિભાજ્ય સંખ્યાનું ઉદાહરણ છે. તેના અવયવ ફક્ત 1 અને 7 છે. તેને બીજી કોઈ પૂર્ણ સંખ્યા વડે સમાનરૂપે વિભાજીત કરી શકાય નહિ.
અવિભાજ્ય સંખ્યાઓ વિશે વધુ શીખવા માંગો છો? આ વિડીયો તપાસો.

મહાવરા ગણ 1: અવિભાજ્ય સંખ્યા ઓળખવી

પ્રશ્ન 1A
આ સંખ્યાઓમાંથી કઈ અવિભાજ્ય છે?
12, 42, 61, 87, 95
કોઈ એક જવાબ પસંદ કરો:

આ રીતના વધુ પ્રશ્ન માટે પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરો તપાસો.

વિભાજ્ય સંખ્યાઓ શું છે?

વિભાજ્ય સંખ્યા પાસે કરતા વધુ અવયવ છે. વિભાજ્ય સંખ્યા પાસે 1 અને તે સંખ્યા પોતેની સાથે વધારાના અવયવ હોય છે.
16વિભાજ્ય સંખ્યાનું ઉદાહરણ છે. 16 ના અવયવ 1,2,4,8 અને 16 છે. આ બધી જ સંખ્યાને 16 માં સમાનરૂપે વિભાજીત કરી શકાય.
વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા ઓળખવા માટે વધુ શીખવા માંગો છો? આ વિડીયો તપાસો.
વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા વિશે વિચારવાની વધુ રીત જોઈએ છે? આ આર્ટીકલ તપાસો.

મહાવરા ગણ 2: વિભાજ્ય સંખ્યા ઓળખવી

પ્રશ્ન 2A
આ સંખ્યાઓમાંથી કઈ વિભાજ્ય છે?
29, 41, 47, 82, 89
કોઈ એક જવાબ પસંદ કરો:

આ રીતના વધુ પ્રશ્ન માટે પ્રયત્ન કરવા માંગો છો? આ મહાવરો તપાસો.