If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ પરિચય

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ વિશે શીખો અને તેને ઓળખવાનો મહાવરો કરો.

ચાલો અવયવનું પુનરાવર્તન કરીએ

અવયવ એ પૂર્ણ સંખ્યા છે જેને સમાનરૂપે બીજી સંખ્યામાં વિભાજીત કરી શકાય છે.
1,3,5, અને 1515 ના અવયવ છે કારણકે તે બધાને 15 માં નિઃશેષ વિભાજીત કરી શકાય.
15÷1=15
15÷3=5
15÷5=3
15÷15=1
15 પાસે ચાર અવયવ છે: 1,3,5, અને 15.
પ્રશ્ન 1A
નીચેનામાંથી કઈ સંખ્યાઓ 17 ના અવયવ છે?
લાગુ પડતાં તમામ જવાબો પસંદ કરો:

બધી જ સંખ્યા પાસે 1 અને તે સંખ્યા પોતે અવયવ તરીકે હોય છે.
3÷1=3
3÷3=1

સંખ્યાના પ્રકાર

આપણે લગભગ બધી જ સંખ્યોને બે પ્રકારમાં વિભાજીત કરી શકીએ: અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ

અવિભાજ્ય સંખ્યાઓ

અવિભાજ્ય સંખ્યાઓ એવી સંખ્યા છે જેની પાસે ફક્ત 2 જ અવયવ હોય છે.
અવિભાજ્ય સંખ્યાના અવયવ ફક્ત 1 અને તે સંખ્યા પોતે છે.
7અવિભાજ્ય સંખ્યાનું ઉદાહરણ છે. તેના અવયવ ફક્ત 1 અને 7 છે. તેને બીજી કોઈ પૂર્ણ સંખ્યા વડે સમાનરૂપે વિભાજીત કરી શકાય નહિ.
અવિભાજ્ય સંખ્યાને સમજવા માટે ચિત્રનો ઉપયોગ કરીએ.
મેક્સવેલ નામનો ખેડૂત સારામાં સારું ઈંડું આપતી મરઘી માટે પાંજરું બનાવી રહ્યો છે. તેની પાસે 7 મરઘી છે અને તેમને કઈ રીતે ગોઠવી શકાય તે વિષે વિચારી રહ્યો છે. તે સમાન કદના સમૂહમાં મરઘીને ગોઠવવા માંગે છે.
ફક્ત એક જ શક્યતા 7 મરઘીની 1 હાર બનાવવાની છે.
બીજી કોઈ પણ પ્રકારની ગોઠવણી પાસે દરેક હારમાં મરઘીની સમાન સંખ્યા હશે નહિ.
જયારે કોઈ સંખ્યાને સમાન કદના સમૂહમાં વિભાજીત કરવાની ફક્ત એક જ શક્ય રીત હોય તો તે સંખ્યા અવિભાજ્ય છે.
પ્રશ્ન 2A
શું 13 અવિભાજ્ય સંખ્યા છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

વિભાજ્ય સંખ્યાઓ

વિભાજ્ય સંખ્યા પાસે 2 કરતાં વધુ અવયવ છે.
16વિભાજ્ય સંખ્યાનું ઉદાહરણ છે. 16 ના અવયવ 1,2,4,8 અને 16 છે. આ બધી જ સંખ્યાને 16 માં સમાનરૂપે વિભાજીત કરી શકાય.
વિભાજ્ય સંખ્યાને સમજવા માટે ચિત્રનો ઉપયોગ કરીએ.
મેક્સવેલ નામનો ખેડૂત નવા ઈંડાં માટે એક બૉક્સ બનાવાઈ રહ્યો છે જ્યાં તે તેની મરઘીએ મૂકેલા ઈંડાંનો સંગ્રહ કરશે. તે દરેક બૉક્સમાં 16 ઈંડાં મુકવાનું ઈચ્છે છે.
તેની પાસે 1 હારમાં 16 ઈંડાં હોઈ શકે.
તેની પાસે 2 હાર અને દરેક હારમાં 8 ઈંડા પણ હોઈ શકે.
અથવા તેની પાસે 4 હાર અને દરેક હારમાં 4 ઈંડા હોઈ શકે.
વિભાજ્ય સંખ્યાઓ પાસે એક કરતા વધુ રીત હોય છે જેમાં તેઓ સમાન સમૂહમાં વિભાજીત થઈ શકે.
પ્રશ્ન 3A
શું 15 વિભાજ્ય સંખ્યા છે?
કોઈ એક જવાબ પસંદ કરો:

સંખ્યા 1

1 નો બંને પ્રકારમાં સમાવેશ થતો નથી. તે અવિભાજ્ય કે વિભાજ્ય નથી.

અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા સાથે મહાવરો

પ્રશ્ન 4A
સંખ્યાઓ 11,17, અને 23 બધી
સંખ્યાઓ છે.

અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાનો કોયડો

નીચેના પ્રશ્નને ઉકેલવા માટે આપેલા સંકેતનો ઉપયોગ કરો.
પ્રશ્ન 5A
એકમના સ્થાને 5 સાથેની અવિભાજ્ય સંખ્યા ઓળખો.
કોઈ એક જવાબ પસંદ કરો: