આ વિડિઓમાં આપણે માહિતી દર્શાવાની બીજી એક રીત જોઈશું જેને સ્તંભ આલેખ કે લંબ આલેખ પણ કહેવાય છે આંકડાકીય માહિતી દર્શાવવા માટે સ્તંભ આલેખ નો સૌથી વધુ ઉપયોગ થાય છે માહિતીને સ્તંભાલેખ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય તે જોઈએ અહીં અમુક માહિતી આપેલી છે જેને આપણે સ્તંભ આલેખ સ્વરૂપે દર્શાવીશું કયો અંક કેટલી વખત આપેલ છે તે આપણે જોઇએ તે માટે આપણે તેને નીચે લખીયે અહીં એક આપેલ છે માટે અહીં લખીયે એક આ ચાર છે માટે બે અને ત્રણની જગ્યા છોડીને અહીં લખીયે ચાર ત્યારબાદ બે ફરીવખત એક આ એક ની ઉપરજ તેને મુકીયે હવે શૂન્ય તેને એકની ડાબી બાજુ મુકતા બીજી વખત બે તેને આ બે ઉપરજ દર્શાવીએ વધુ એક તેને આ બંને એક ની ઉપર દર્શાવતા બીજી વખત શૂન્ય તેને અહીં મુકીયે ફરીવખત એક વધુ એક બે વધુ એક બે વખત શૂન્ય શૂન્ય અને શૂન્ય વધુ બે વખત બે એક ત્રણ અને છેલ્લે છ એક એક વધુ એક ત્રણ અને છેલ્લે છ પાંચ આપેલ નથી માટે અહીં લખીયે છ આ બધી સંખ્યાઓને આપણે અહીં વર્ગીકૃત કરી છે હવે ગણિયે કે દરેક સંખ્યા કેટલી વખત છે આમ દરેક સંખ્યા કે અંક ની આવૃત્તિ મેળવીયે આપણી પાસે એક બે ત્રણ અને ચાર વખત શૂન્ય છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત વખત એક એક બે ત્રણ ચાર અને પાંચ વખત બે એક અને બે વખત ત્રણ એકવખત ચાર અને એકવખત છ તે આ રીતે પણ લખી શકાય સંખ્યા અને આવૃત્તિ આપણી પાસે સંખ્યાઓ છે શૂન્ય એક બે ત્રણ અને ચાર પાંચ પણ દર્શાવીએ જો કે તેની આવૃત્તિ શૂન્ય છે અને છ માહિતી માં શૂન્ય એ ચાર વખત છે સાત વખત એક પાંચ વખત બે બેવખત ત્રણ એક વખત ચાર પાંચ એક પણ વખત નથી અને એક વખત છ આપેલ છે આપણે આ બધી સંખ્યાઓ ને ગણીને આ સ્વરૂપે તે દર્શાવી જુઓ કે અહીં શૂન્ય કેટલી વખત છે એક બે ત્રણ અને ચાર વખત કેટલી વખત એક મળે છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આમ આજે સંખ્યાઓ મળી તેને આવૃત્તિ કહેવાય છે હવે સ્તંભઆલેખ એ આ બાબતને આકૃતિ સ્વરૂપે દર્શાવાની એક રીત છે જેને લંબઆલેખ પણ કહી શકાય દરેક સંખ્યા ની આવૃત્તિ ને દર્શાવવું આપણે જે સ્તંભ કે લંબ દોરીશું તે લગભગ આ રીતેજ દેખાશે તો ચાલો અહીં એક અક્ષ દોરીએ આ અક્ષ પર આપણે આ સંખ્યાઓ દર્શાવીશું અહીં દરેક સંખ્યા પૂર્ણાંક સ્વરૂપે છે અને નજીકના પૂર્ણાંક છે તેમજ પુનરાવર્તિત સંખ્યાઓ છે માટે તે દર્શાવવું સહેલું થશે જો તે પૂરાવર્તીત ન હોય તો ઘણી વખત વર્ગ સ્વરૂપે પણ તેને દર્શાવાય છે પણ અહીં તે અલગ અલગ છે પણ અહીં તે અલગ અલગ સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય આપણી પાસે સંખ્યાઓ છે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે ઉભા અક્ષ પર આવૃત્તિ દર્શાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે જુઓ શૂન્ય એ ચાર વખત છે તે દર્શાવવા એક લંબ કે સ્તંભ દોરીએ શૂન્ય નો લંબ અહીં સુધી દોરીએ જુઓ આ વિગત ને આપણે અહીં દર્શાવી હવે જુઓ કે એક છે એ સાત વખત છે વધુ એક સ્તંભ એક નો સ્તંભ સાત સુધી દર્શાવીએ તે આ રીતે મળશે બે ને અલગ રંગ થી દર્શાવતા બે એ પાંચ વખત છે વધુ એક સ્તંભ જેને પાંચ સુધી દર્શાવતા બે વખત ત્રણ માટે અહીં સુધી સ્તંભ દર્શાવીએ તે આ રીતે મળશે ચાર એ એક વખત છે તેનો સ્તંભ એક સુધી દર્શાવતા પાંચ એકપણ વખત નથી તેથી તેનો સ્તંભ મળે નહિ અને અંતે છ એક વખત છે તેને આ રીતે દર્શાવીએ આવૃત્તિ એક સુધી આ દરેક સંખ્યા ને કટ કરીને એવી રીતે લખીયે જેથી બરાબર સ્તંભ નીચે કિંમતો મળે જુઓ આ રીતે આમ આપણે અહીં જે કઈ કર્યું તેને કહેવાય સ્તંભ આલેખ તે ખરેખર ખૂબ સહેલું છે દરેક સંખ્યાની આવૃત્તિ મેળવવી અને તેને આ રીતે સ્તંભ સ્વરૂપે દર્શાવવું