જયેશે જુદા-જુદા તળાવોમાં રહેલા મગરોની સંખ્યાનું અવલોકન કરીને તેનું આલેખન કર્યું સુંદર તળાવ અને હીરા તળાવમાં રહેલા મગરોની કુલ સંખ્યા કરતા ગોપી તળાવમાં કેટલા મગર ઓછા છે ? નીચે એક લમ્બ આલેખ આપેલ છે . જયેશ આ દરેક તારાવની મુલાકાતે ગયો . અને તેમાં રહેલા મગરોની ગણતરી કરી આપણે આશા રાખીયે કે તેને પોતાની સલામતીનું ધ્યાન રાખ્યું હશે હવે પ્રશ્ન આપેલ છે કે સુંદર તળાવ અને હીરા તળાવમાં રહેલા મગરોની કુલ સંખ્યા કરતા ગોપી તળાવમાં કેટલા મગર ઓછા છે ? તે માટે આપણે પહેલા એ જાણવાનું છે કે સુંદર તળાવ અને હીરા તળાવમાં મગરોની કુલ સંખ્યા કેટલી છે . પછી શોધીએ કે ગોપી તળાવમાં કેટલા મગર તેના કરતા ઓછા છે . આલેખમાં જુઓ આછે સુંદર તળાવનું સ્તભ જે સંખ્યા છ જેટલો ઉંચો છે માટે કહી શકીયે કે સુંદર તળાવમાં 6 મગર છે વત્તા હીરા તળાવમાં ફરી આલેખમાં જુઓ આછે હીરા તળાવનું સ્તભં જેની ઉંચાઈ 9 સુધીની છે આમ હીરા તળાવમાં 9 મગર છે 6 વત્તા 9 જુઓ 9 વત્તા 1 બરાબર 10 6 ને બે ભાગમાં વહેચીએ , 5 અને 1 9 વત્તા 1 બરાબર 10 વત્તા 5 બરાબર 15 આમ સુંદર તળાવ અને હીરા તળાવમાં કુલ મળીને 15 મગર છે . હવે આપણે જવાબ આપી શકીયે કે ગોપી તળાવમાં કેટલા મગર 15 કરતા ઓછા છે . ફરીથી આલેખમાં જોઈએ જુઓ કે , ગોપી તળાવના આલેખનો સ્તભં મગરોની સંખ્યા 12 દર્શાવે છે . આમ ગોપી તળાવમાં 12 મગર છે તેમ કહી શકાય . માટે 12 એ સુંદર તળાવ અને હીરા તળાવના મગરોની કુલ સંખ્યા 15 કરતા કેટલી ઓછી સંખ્યા દર્શાવે છે . 15 કરતા 12 કેટલા ઓછા કહેવાય ? 15 માંથી 12 બાદ કરતા આપણને મળે 3 તેથી કહી શકાય કે સુંદર તળાવ અને હીરા તળાવમાં રહેલા મગરોની કુલ સંખ્યા કરતા , ગોપી તળાવમાં 3 મગર ઓછા છે .