If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :4:17

ક્ષેત્રફળ અને ચોરસ એકમનો પરિચય

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણી પાસે બે આકૃતિઓ છે અને આપણે એ વિચારવાનું છે કે તેઓ આ સ્ક્રીન પર તેઓ જેટલી જગ્યા રોકે છે તેને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે આ બંને આકૃતિઓને જોઈને તમે કહી શકો છો કે જાંબલી આકૃતિ ભૂરી આકૃતિ કરતા સ્ક્રીન ઉપર વધુ જગ્યા રોકે છે પરંતુ તેને માપી કઈ રીતે શકાય આ જાંબલી આકૃતિનું ક્ષેત્રફળ ભૂરી આકૃતિના ક્ષેત્રફળ કરતા કેટલું વધારે છે તે આપણે એકમ જથ્થા વડે ક્ષેત્રફળ શોધી શકીએ છીએ ઉદા તરીકે આ એક ચોરસ છે જે એક એકમ છે એટલે કે જો આ તેની પહોળાઈ હોય તો આ પહોળાઈ એક એકમ થાય આ પહોળાઈ 1 એકમ થાય અને જો આ તેની લંબાઈ હોય તો તે પણ 1 એકમ થાય 1 એકમ થાય આમ આપણે તેને ચોરસ એકમ પણ કહી શકીએ આમ આ આકૃતિનું ક્ષેત્રફળ માપવા માટે એક રીત છે કે કેટલા ચોરસ એકમ આ આકૃતિમાં એક બીજા પર ઢંકાય નહિ તે રીતે સમાઈ સહારે ચાલો તે આપણે કરી જોઈએ અને પછી જોઈએ કે કેટલા ચોરસ એકમ આ આકૃતિમાં સમય છે અને તે પરથી આપણે તેનું ક્ષેત્રફળ માપી શકીએ છીએ આપણે આ ભૂરી આકૃતિથી શરૂઆત કરીએ આપણે આ 1 ,2 ,3 ,4 અને 5 ચોરસ એકમ આ આકૃતિમાં મૂકી શકીએ છીએ આમ આપણે 1 ,2 ,3 ,4 અને 5 ચોરસ એકમ અહીં મૂકી શકીએ છીએ આમ આપણે આ બધાની વચ્ચે જરા લીટી દોરી દઈએ કે જેથી આ બધા ચોરસ એકમ સ્પષ્ટ દેખાય અહીં આપણે 5 ચોરસ એકમ મુખ્ય છે આ આકૃતિનું ક્ષેત્રફળ 5 છે ક્ષેત્રફળ = 5 અહીં આપણે ચોરસ એકમ લોધો છે તેથી ચોરસ એકમ 5 ચોરસ એકમ હવે આપણે આ જ બાબત જાંબલી આકૃતિ માટે જોઈએ હું આ જાંબલી આકૃતિમાં આ 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 અને આ 10 આમ કુલ 10 ચોરસ એકમ અહીં મૂકી શકાય છે આમ આ જાંબલી આકૃતિમાં 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 અને 10 કુલ 10 ચોરસ એકમ હું અહીં મૂકી શકું છું આમ એક પણ ચોરસ અહીં એક બીજા પર ઢંકાતા નથી માટે અહીં 10 ચોરસ એકમ બંધબેસે છે ચાલો તેમના વચ્ચે આપણે આ લીટી દોરી દઈએ કે જેથી બધા જ ચોરસ એકમ આપણને સ્પષ્ટ રૂપે દેખાય અહીં કુલ 10 ચોરસ એકમ આપણે મુક્યા છે આમ આ આકૃતિનું ક્ષેત્રફળ = 10 ચોરસ એકમ થશે કારણ કે અહીં 10 ચોરસ એકમ અહીં સમાઈ શકે છે આમ આપણે અહીં જોઈ શકીએ છીએ કે આ આકૃતિ વધુ જગ્યા રોકે છે આપણે તે શોધવા માટે અહીં ચોરસ એકમને વ્યાખ્યાયિત કર્યો 1 એકમ ગુણ્યાં 1 એકમ આગળ આપણે જોઈશું કે તે એકમ સેન્ટિમીટરમાં હશે 1 સેમી ગુણ્યાં 1 સેમીનો ચોરસ થશે તે જ પ્રમાણે 1 મીટર અથવા 1 મીટર ગુણ્યાં 1 મીટરનો ચોરસ અથવા 1 ફૂટ ગુણ્યાં 1 ફૂટનો ચોરસ હોઈ શકે આમ આ એકમ ચોરસ દ્વારા આપણે કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ આનું ક્ષેત્રફળ 5 ચોરસ એકમ છે અને આનું ક્ષેત્રફળ 10 ચોરસ એકમ છે આ જાંબલી આકૃતિનું ક્ષેત્રફળ ભૂરી આકૃતિના ક્ષેત્રફળથી બમણું છે એટલે કે તે આ સ્ક્રીન ઉપર બે ગણી જગ્યા રોકે છે.