If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:32

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેના પ્રશ્ર્નમાં ટકા આધાર કિંમત અને મળતી રકમ જણાવો અહીં પ્રશ્ર્ન છે અને પ્રશ્ર્ન એ છે કે એકસો પચાસ એ કઈ સંખ્યાના પચ્ચીસ ટકા છે બીજી રીતે વિચારીયે તો કોઈ સંખ્યાને પચ્ચીસ ટકા સાથે ગુણતા તે મળતી રકમ છે આમ અહીં કોઈ સંખ્યા છે એક સંખ્યા છે જેને પચ્ચીસ ટકા સાથે ગુણતા એકસો પચાસ મળે છે કોઈ સંખ્યાને પચ્ચીસ ટકા સાથે ગુણતા એક સો પચાસ મળે છે હવે અહીં ટકા ને ઓળખવું એ ખૂબ સહેલું છે અહીં પચ્ચીસ ટકા છે આમ અહીં લખીયે ટકા ટકા સાથે જે રકમ ગુણાકારના સંબંધમાં છે તે છે આધાર કિંમત આધાર કિંમત જેને બેઝ પણ કહે છે આમ આધાર કિંમત ગુણ્યાં ટકા અને બંનેનો ગુણાકાર કરતા અમુક રકમ મળે છે તેથી અહીં લખીયે મળતી રકમ આ એક રકમ મળે છે જેને અંગ્રેજીમાં એમાઉંન્ટ કહે છે આમ આધાર કિંમત ગુણ્યાં ટકા બરાબર મળતી રકમ તમે હવે માનમાંજ તેની ગણતરી કરવાનો પ્રયત્ન કરો કઈ સંખ્યાના પચ્ચીસ ટકા કરવાથી એકસો પચાસ મળે છે પચ્ચીસ ટકાને આપણે જીરો પોઇન્ટ પચ્ચીસ તરીકે પણ લખી શકીયે આમ કોઈ સંખ્યા ગુણ્યાં જીરો પોઇન્ટ પચ્ચીસ બરાબર એકસો પચાસ બરાબર એકસો પચાસ અહીં એક રસપ્રદ બાબત માટે વિચારીયે આ સંખ્યા એ એકસો પચાસ કરતા નાની હશે કે મોટી જુઓ આપણે આ સંખ્યાના પચ્ચીસ ટકા લઇ રહ્યા છીએ આ સંખ્યાનો પચ્ચીસ સતાઉન્સ જેટલો ભાગ લિયે છીએ પચ્ચીસ ટકા એટલે એક ચતુર્થાંસ ભાગ અથવા ચોથો ભાગ હવે જો કોઈ સંખ્યાનો એક ચતુર્થાંસ ભાગ લઈએ તો આપણને એકસો પચાસ મળે છે માટેઆ સંખ્યાએ એકસો પચાસ કરતા મોટી હોવી જોઈએ ખરેખર તો એ એકસો પચાસ કરતા ચાર ગણી રકમ હશે અને જો તે સંખ્યા કઈ છે તે જાણવું હોય તો આપણે તેનો ગુણાકાર કરીયે અહીં જે ડાબી બાજુનું પદ છે તે આ જમણી બાજુને બરાબર છે માટે જો તેનો જવાબ મેળવવો હોય તો બંને બાજુ ચાર સાથે ગુણાકાર કરીયે જુઓ આ સંખ્યાને આપણે ચાર સાથે ગુણીયે છીએ અને બંને બાજુ સમતા જળવાય તે માટે એકસો પચાસ ને પણ ચાર સાથે ગુણીયે આમ ચાર ગુણ્યાં શૂન્ય પોઇન્ટ પચ્ચીસ કરવાથી અથવા ચાર ગુણ્યાં પચ્ચીસ ટકા અથવા ચાર ગુણ એક ચતુર્થાંસ કરવાથી આપણને મળશે એક માટે એકસો પચાસ ગુણ્યાં ચાર કરવાથી આપણને તે સંખ્યા મળશે જે છે છ સો આમ છ સો ના પચ્ચીસ ટકા કરવાથી આપણને મળે એકસો પચાસ છ સો નો એક ચતુર્થાંસ ભાગ અથવા ચોથો ભાગ એકસો પચાસ છે