મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 6: ટકાના પ્રશ્નોપૂર્ણ સંખ્યાના ટકા
ટકા, દશાંશ, અને અપૂર્ણાંકને સમાવતા પ્રશ્નોને ઉકેલવા માટે ત્યાં જુદી જુદી કેટલીક રીત છે. પૂર્ણ સંખ્યાના ટકા સલ શોધે છે તે જુઓ. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો જોઈએ કે 6 ના 30 % શું મળે 30 % માટે એક રીતે વિચારીએ તો તેનો અર્થ છે 30 પ્રતિ 100 એટલે કે દર 100 માંથી 30 માટે તેને 6 ગુણ્યાં 30/100 તરીકે પણ જોઈ શકાય. જે 6 ના 30 % જ દર્શાવે છે અથવા તમે તેને 6 ગુણ્યાં 30 શતાંશ પણ જોઈ શકો આમ, 6 ગુણ્યાં 0.30 હવે, આ બંનેને ઉકેલી શકાય. અને આપણને બંનેના જવાબ સરખા જ મળશે અહીં ગુણાકાર કરીએ તો આ પદ ને 6/1 તરીકે પણ લખી શકાય અને તેને ગુણ્યા 30 ના છેદમાં 100 આમ તેને બરાબર 180/100 મળે હવે તેનું સાદું રૂપ આપીએ અંશ અને છેદ બંનેને 10 વડે ભાગીએ અને પછી બંને ને 2 વડે ભાગીએ તેમ કરતા આપણને મળશે 9/5 જે 1 પૂર્ણાંક 4/5 ને બરાબર છે. હવે જો તેને દશાંશ-અપૂર્ણાંકમાં લખવું હોય તો 4/5 એ 0.8 ને બરાબર છે તમે ભાગાકાર કરીને પણ જોઈ શકો 4 એ 5 કરતા નાની સંખ્યા છે માટે અહીં પોઇન્ટ મૂકીને બે શૂન્ય મૂકીએ તેથી ભાગફળમાં પણ અહીં પોઈન્ટ મૂકીએ ભાગ નહિ ચાલે માટે અહીં મૂકીએ 0 હવે 5 ગુણ્યાં 8 બરાબર 40 બાદ કરતા કઈ શેષ વધે નહિ અહીં એક શૂન્ય બાકી રહે આમ, 4/5 બરાબર 0.8 અને પૂર્ણાંક 1 છે માટે તેને 1.8 તરીકે જોઈ શકાય 9 ભાગ્યા 5 કરીએ તો સીધો આ જવાબ મળે 1.8 આપણે તે અહીં પણ ચકાસી શકીએ હવે 6 નો 0.30 સાથે ગુણાકાર કરીએ 0.30 ને 0.3 તરીકે પણ દર્શાવી શકાય આમ, 0.3 ગુણ્યાં 6 6 તરી 18 અને જુઓ કે દશાંશ ચિહન પછી એક અંક છે આ બંનેમાંથી ફક્ત આ સંખ્યા માંજ દશાંશચિહન છે માટે આ જવાબમાં પણ દશાંશચિહનની જમણી તરફ એક અંક રહે તે રીતે તેને મૂકીએ આમ, જવાબ મળે 1.8 માટે કોઈ પણ રીતે ગણતરી કરતાં 6 ના 30 % બરાબર 1.8 મળે