મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 3
Lesson 7: ટકાના વ્યવહારિક પ્રશ્નો- ટકાનો વ્યવહારિક પ્રશ્ન: 100 એ 80ના કેટલા ટકા છે?
- ટકાનો વ્યવહારિક પ્રશ્ન: 78 એ શેના 15%છે?
- ટકાનો વ્યવહારિક પ્રશ્ન: જમરૂખ
- ટકાનો વ્યવહારિક પ્રશ્ન: રીસાઈકલિંગ કેન
- ટકાનો વ્યવહારિક પ્રશ્ન: પેંગ્વિન
- ટકાના વ્યવહારિક પ્રશ્નો
- ટકા દ્વારા વધારો
- ટકાના પ્રશ્નોને ઉકેલવા
- ટકાના વ્યવહારુ પ્રશ્નો: મેજિક ક્લબ
- ટકાના કોયડાઓવાળી સમાન પદાવલી
- ટકાના પ્રશ્નો
- ટકા ધરાવતા વ્યવહારિક પ્રશ્નો: વેરો અને ડિસ્કાઉન્ટ
- વેરો, અને ટીપના વ્યવહારુ પ્રશ્નો
- વળતર, માર્ક અપ, અને કમિશનના વ્યવહારિક કોયડાઓ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કોસ્મેટિક
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કેબ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્કૂલ રિપોર્ટ
- સંમેય સંખ્યાઓનો વ્યવહારિક પ્રશ્ન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ટકાનો વ્યવહારિક પ્રશ્ન: 100 એ 80ના કેટલા ટકા છે?
આ વ્યવહારિક પ્રશ્ન સરળ રીતે દર્શાવ્યો છે, જે અમુકને જટિલ લાગી શકે. સમય લો અને શું પૂછવામાં આવ્યું છે તેના પર ધ્યાન આપો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એક સો એ એસી ના કેટલા ટકા છે ? આવા પ્રશ્નમાં ઘણા લોકો મૂંઝાતા હોય છે અમુક વિદ્યાર્થીઓ આ પ્રશ્ન માટે એમ વિચારે કે એક સો નો એસી વડે ભાગાકાર કરીએ ? કે એસી નો એક સો વડે ભાગાકાર કરીએ ? કઈ રીતે ગણતરી કરવી તે સમજ પડતી નથી અહીં પ્રશ્નના શબ્દો જુઓ આ એકસો એ એસીના અમુક ટકા છે એમ કહ્યું છે આપણે ટકા શોધવાના છે માટે જો એસી ને અમુક ટકા સાથે ગુણીએ માની લો કે તે એક્સ છે આમ એસીને અમુક ટકા સાથે ગુણતા આપણને એક સો મળે છે આમ આપણે એ શોધવાનું છે કે એસીને કઈ સંખ્યા સાથે ગુણતા એક સો મળે છે હવે એક્સની કિંમત શોધવાઆ આ સમીકરણને આપણે ઉકેલીએ અને પછી તેને ટકામાં ફેરવીએ તે માટે સમીકરણની બંને બાજુને એસી વડે ભાગીયે માટે એક્સ બરાબર એકસો ના છેદમાં એસી મળે હવે એક્સની કિંમત મેળવીયે આ બંને સંખ્યાનો એક સામાન્ય અવયવ વીસ છે તેથી એક સો ભાગ્યા વીસ બરાબર પાંચ અને એસી ભાગ્યા વીસ બરાબર ચાર મળે આમ એક્સ બરાબર પાંચ ચતુર્થાંસ આમ એક્સ બરાબર પાંચ ચતુર્થાંસ એ તેનું સાદુંરૂપ છે આપણે ફક્ત તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવ્યું છે પણ તેઓ જાણવા માંગે છે કે એસી ના કેટલા ટકા ? જો તેમણે ફક્ત એવું કહ્યું હોય કે એક સો એ એસી નો કેટલામો ભાગ છે તો આ તેનો જવાબ છે આપણે કહી શકીએ એક સો એ એસી નો પાંચ ચતુર્થાંસ જેટલો ભાગ છે પણ પ્રશ્ન છે કે કેટલા ટકા માટે હવે તેને આપણે ટકામાં ફેરવીએ તે માટે સરળ ઉપાય એ છે કે પહેલા તેને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તોચાલો તેમ કરીએ પાંચ ચતુર્થાંસ એ પાંચ ભાગ્યા ચાર ને બરાબર છે તેનો ભાગાકાર કરીએ પાંચ ભાગ્યા ચાર અહીં દશાંશ ચિહન મૂકીને બે શૂન્ય મૂકીએ ચાર એકા ચાર પાંચ માંથી ચાર જાય તો એક વધે આ દશાંશ ચિન્હને ઉપર મૂકીએ ઉપર મૂકીએ અને આ શૂન્યને નીચે ઉતારીએ તેથી અહીં દસ થઇ જાય દસમા ચાર બે વખત સમાયેલા છે માટે ચાર દુ આઠ દસ માંથી આઠ જાય તો બે વધે બીજા શૂન્યને નીચે ઉતારીએ તેથી અહીં વીસ મળે ચાર ગુણ્યાં પાંચ બરાબર વીસ અને બાદબાકી કરતા શેષ કઈ વધશે નહિ આમ આનો જવાબ મળ્યો એક પોઇન્ટ પચ્ચીસ આમ આનો જવાબ મળ્યો એક પોઇન્ટ પચ્ચીસ પાંચ ચતુર્થાંસ એ પાંચ ભાગ્યા ચારને બરાબર છે જેની કિંમત મળે એક પોઇન્ટ પચ્ચીસ માટે આપણે એમ પણ કહી શકીયે કે એક સો એ એસી ના એક પોઇન્ટ પચ્ચીસ ગણા છે હજી સુધી ટકામાં જવાબ મળ્યો નથી આ ફક્ત એક સંખ્યા છે તે એ દશાંશ-અપૂર્ણાંક છે જેમાં પૂર્ણ અને અપૂર્ણાંક બંને સંખ્યાઓ છે. તેને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપે પણ લખી શકીએ તેને એક પૂર્ણાંક એક ચતુર્થાંસ અથવા એક પૂર્ણાંક પચ્ચીસ શતાઉન્સ તરીકે લખી શકાય પણ હવે તેને ટકા સ્વરૂપે દર્શાવવા તેનો એક સો સાથે ગુણાકાર કરીયે અથવા દશાંશ ચિન્હ ને બે સ્થાન જમણી તરફ લઇ જઇયે આમ દશાંશ ચિહ્નને બે સ્થાન જમણી તરફ લઇ જતા જવાબ મળે એક સો પચ્ચીસ ટકા આમ જવાબ મળે એક સો પચ્ચીસ ટકા આમ એક સો એ એસીના એક સો પચ્ચીસ ટકા છે એસી એ એસીના સો ટકા છે એક સો એ એસી કરતા મોટી રકમ છે તે ખરેખર એસીના એક પૂર્ણાંક એક ચતુર્થાંસ જેટલી છે જે આપણે અહીં જોયું આમ તે એક સો પચ્ચીસ ટકા છે તે સો ટકા કરતા વધુ છે આમ તે થઇ ગયું એક સો એ એસીના એક સો પચ્ચીસ ટકા છે