If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

Course: પૂર્વ બીજગણિત > Unit 3

Lesson 7: ટકાના વ્યવહારિક પ્રશ્નો

ટકા ધરાવતા વ્યવહારિક પ્રશ્નો: વેરો અને ડિસ્કાઉન્ટ

સલ વેરો, ટીપ અને ડિસ્કાઉન્ટને સમાવતા ટકાના વ્યવહારુ પ્રશ્નો ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

કેશા બ્રેસલેટ ખરીદે છે તેની બ્રેસલેટની રકમ ચૂકવે છે અને વેચાણ વેરામાં 0 .72 ડોલર ચૂકવે છે વેચાણ વેરાનો દર 6 % છે વેરા પહેલા બ્રેસલેટની મૂળ કિંમત કઈ થાય તમે વીડીઓ અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો સૌપ્રથમ વેચાણ વેરાની ગણતરી કરી રીતે કરી શકાય તે જોઈએ વેચાણ વેરો બરાબર વેચાણ વેરાનો દર ગુણ્યાં મૂળ કિંમત હવે આપણે અહીં શું જાણીએ છીએ આપણે અહીં વેચાણ વેરો કેટલો છે તે જાણીએ છીએ વેચાણ વેરો 72 સેન્ટ છે તેને હું અહીં લખીશ 72 સેન્ટ બરાબર આપણને વેચાણ વેરાનો દર પણ આપવામાં આવ્યું છે તે 6 % છે ગુણ્યાં તેથી અહીં 6 % ગુણ્યાં મૂળ કિંમત હવે આપણે અહીં મૂળ કિંમત શોધવાની છે હું અહીં મૂળ કિંમતને ટૂંકમાં મુ.કિ લખીશ તો હવે આપણી પાસે અહીં એક સમીકરણ છે આપણે આ સમીકરણને દશાંશ સ્વરૂપે લખીશું તેથી 0 .72 = 6 % 6 % એટલે 6 પ્રતિ 100 થાય જેને આપણે 6 શતાંશ કહી શકીએ માટે તેના બરાબર 0 .06 થાય ગુણ્યાં મૂળ કિંમત હવે જો આપણે મૂળ કિંમત શોધવી હોય તો આપણે સમીકરણની બંને બાજુ 0 .06 વડે ભાગાકાર કરી શકીએ બંને બાજુ 6 શતાંશ વડે ભાગીએ અહીંથી આ કેન્સલ થઇ જશે અને અહીં 72 શતાંશના છેદમાં 6 શતાંશ તેના બરાબર આપણને 12 મળશે 6 ગુણ્યાં 72 12 થાય માટે 6 શતાંશ ગુણ્યાં 12 = 72 શતાંશ થાય માટે અહીં આના બરાબર 12 થશે આમ વેરા પહેલા બ્રેસલેટની કિંમત 12 ડોલર થાય અને તમે તેને ચકાસી પણ શકો 12 ડોલરનું 6% કેટલો થાય 12 ગુણ્યાં 0.6 કરીએ તો આપણને જવાબ 0 .72 જ મળે આપણે એક વધુ ઉદા જોઈએ એક દુકાનમાં કોટ પર 25% વળતર છે વળતર પછી એક કોટની કિંમત 34 .50 ડોલર છે તો કોટની મૂળ કિંમત કઈ થાય જયારે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી રહ્યા હોવ અથવા જ્યારે તમે વેચાણ વેરાની ગણતરી કરો અથવા અહીં આ પ્રકારના ઉદા ખુબ જ ઉપયોગી છે કારણ કે જયારે તમે કોઈ વસ્તુની ખરીદી કરી રહ્યા હોવ અથવા તમે વેચાણ વેરાની ગણતરી કરો ત્યારે તે મહત્વના છે તો આપણે તેના વિશે વિચારીએ તો શું તમે આ કોટની મૂળ કિંમત શોધી શકો આપણે જે પ્રમાણે અગાઉના ઉદામાં કર્યું તે જ પ્રમાણે કરીશું તેથી મૂળ કિંમત ઓછા મૂળ કિંમત ઓછા હવે આપણને અહીં 25 % વળતર આપવામાં આવે છે મૂળ કિંમત ઓછા મૂળ કિંમતના 25% = 34.50 ડોલર કારણ કે અહીં આ કિંમત વળતર સાથેની છે તો હવે શું આપણે મૂળ કિંમત માટે ઉકેલી શકીએ હવે જો તેના વિશે એક રીતે વિચારવું હોય તો અહીં આ 100 % મૂળ કિંમત છે એટલે કે અહીં આ 1 ગુણ્યાં મૂળ કિંમત છે ઓછા મૂળ કિંમતના 25 ટાકા અને તેના બરાબર આ થાય છે હવે જો કંઈકના 100 % માંથી કંઈકના 25 % ને બાદ કરીએ તો આપણને તે કંઈકના 75 % મળે માટે મૂળ કિંમતના 75% આપણે અહીં લખી શકીએ મૂળ કિંમતના 75 % તેના બરાબર 34 .50 ડોલર થાય છે અને હવે જો આપણે મૂળ કિંમત શોધવી હોય તો આપણે બંને બાજુ 75 % વડે ભાગી શકીએ 75 % એટલે 75 પ્રતિ 100 અથવા 75 શતાંશ તો આપણે અહીં આ સમીકરણની બંને બાજુ 75 શતાંશ વડે ભાગી શકીએ કંઈક આ પ્રમાણે તો હવે ડાબી બાજુથી આ બંને ઉડી જશે કારણ કે તેઓ એક સમાન છે અને જમણી બાજુ આપણી પાસે આ બાકી રહે આપણે ફક્ત આ શોધવાનું છે પરંતુ તે કરતા પહેલા આપણે અંશ અને છેદને 100 વડે ગુણીએ તેથી તેના બરાબર 3450 /75 થાય આપણે આ દશાંશ ચિન્હને દૂર કરવા અંશ અને છેદનો 100 વડે ગુણાકાર કર્યો અંશ અને છેદને 100 વડે ગુણતા આ બંને સંખ્યામાં આ દશાંશ ચિન્હ 2 એકમ જમણી બાજુ જાય હવે 3450 ભાગ્યા 75 કેટલા થાય તે જોઈએ 75 ને 3 માં વિભાજીત કરી શકાય નહિ 75 ને 34 માં પણ વિભાજીત કરી શકાય નહિ માટે આપણે અહીં 345 લઈએ જોઈએ કે 75 ગુણ્યાં 4 શું થાય છે 4 ગુણ્યાં 5 20 થાય ત્યાર બાદ 4 ગુણ્યાં 7 28 28 ને 2 30 થાય આમ 345 માંથી 300 ને બાદ કરીએ તો 45 બાકી રહે અહીં આ ઉપરની 0 લઈએ અને હવે 75 ગુણ્યાં 6 શું થાય છે તે જોઈએ 5 છઁગ 6 ગુણ્યાં 5 30 થાય 4 ગુણ્યાં 7 28 6 ગુણ્યાં 7 42 42 ને 3 45 થાય આમ આપણને અહીં શેષ તરીકે 0 મળે છે માટે આન જવાબ 46 ડોલર થાય કોટની મૂળ કિંમત 46 ડોલર થાય જો તમે તે કિંમત પર 25 % વળતર લો તો તમને વળતર પછી તે એક કોટની કિંમત 34 .50 ડોલર મળે આમ તમને અહીં જે કઈ પણ જવાબ મળે તેને ફરીથી રકમમાં મુકો અને તે જવાબ સાચો છે કે નહિ તે ચકાસો 46 ડોલર પર 25 % જેટલું વળતર એટલે કે ડિસ્કાઉન્ટ મળે તો તે રકમ 34 .50 થાય તમે અહીં ગણતરી કરીને પણ ચકાસી શકો 46 ડોલરના 25 % કેટલા થાય અને તમને જે જવાબ મળે તેને પછી 46 ડોલર માંથી બાદ કરો.