મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
એકમની કિંમતના કોયડા ઉકેલવા
મિરાન્ડાની મેઇડ સેવા નામની કંપની 8 ઓફીસની સફાઈ કરવાના $280 ચાર્જ કરે છે. એક ઑફિસની સફાઈ માટે કંપની'ના ભાવ શું છે? સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
મીરાબેન 8 ઓફીસની સાફસફાઈ કરવા માટે રૂ.280 મહેનતાણું લે છે તો 1 ઓફીસ સાફ કરવા માટે કેટલું મહેનતાણું મળે ? તે 280 રૂપિયા લે છે, 8 ઓફીસની સાફસફાઈ કરવા માટે 8 ઓફીસ આપણે આ બાબતનું સાદું રૂપ આપીયે હવે વિચારો કે આ બંને સંખ્યાઓને કોઈ સામાન્ય અવયવ વડે ભાગી શકાય કે નહિ ? અંશમાં જે સંખ્યા છે તે 8 વડે વિભાજ્ય હોય એવું લાગે છે. 200 એ 8 વડે વિભાજ્ય છે અને 80 ને પણ 8 વડે ભાગી શકાય ચાલો તો અંશ અને છેદ બંને ને 8 વડે ભાગીએ 280 ને 8 વડે ભાગતાં, 8 તરી 24 બાદ કરતાં 4 વધે, ઉપર થી ઉતારિયે શુન્ય 8 પંચા 40 40 માંથી 40 બાદ કરતાં શેષ શૂન્ય આમ 280 ને 8 વડે ભાગતાં 35 મળે અને 8 ને 8 વડે ભાગતાં 1 મળે માટે સાદું રૂપ આપતા પ્રતિ 1 ઓફીસની સફાઈનું મહેનતાણું મળ્યું. આપણે એમ કહી શકીયે કે પ્રતિ 1 ઓફીસનું મહેનતાણું રૂ.35 થાય. જેને આ રીતે પણ લખી શકાય, 35 ના છેદમાં 1 રૂપિયા પ્રતિ ઓફિસ રૂપિયા પ્રતિ ઓફિસ અથવા તો 35 રૂપિયા પ્રતિ ઓફિસ