If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :6:28

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ઉમાએ પોતાના ઘરેથી ચાલવાનું શરુ કરીને ટેકરી પર આવેલ એક ગીફ્ટ સ્ટોર સુધી પિસ્તાલીસ મીનીટમાં આઠ માઈલ પ્રતિ કલાકે ની ઝડપે ચાલીને ગઈ તેજ રસ્તા પર ચોવીસ માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે ટેકરી પરથી નીચે ઉતરીને તે ઘરે પાછી આવી ઘરથી ગીફ્ટ સ્ટોર અને ગીફ્ટ સ્ટોરથી ઘર સુધીની કુલ મુસાફરી માટેની સરેરાશ ઝડપ શોધો આપણે કુલ મુસાફરીની સરેરાશ ઝડપ શોધવા માંગીએ છીએ માટે તેને બરાબર લખી શકાય કુલ અંતર છેદમાં કુલ સમય કુલ સમય હવે કુલ અંતર કેટલું થશે તે થશે ઘરથી ગીફ્ટ સ્ટોર સુધી અને ગીફ્ટ સ્ટોરથી ઘર સુધીના સરવાળા જેટલું જે બંને સમાન અંતર છે માટે તેને બરાબર લખી શકાય બે ગુણ્યા ગીફ્ટ સ્ટોર સુધીનું અંતર ગીફ્ટ સ્ટોર સુધી નું અંતર છેદમાં હવે કુલ સમય કેટલો થશે તે થશે ગીફ્ટ સ્ટોર સુધી ગીફ્ટ સ્ટોર સુધી જવાનો સમય ગીફ્ટ સ્ટોર સુધી જવાનો સમય વતા ત્યાંથી ઘરે પાછા આવવા સુધીનો સમય ઘરે પાછા આવવા સુધીનો સમય આમ આ થશે કુલ સમય હવે આપણે જાણીએ છીએ કે ઘરથી ગીફ્ટ સ્ટોર સુધી અને ગીફ્ટ સ્ટોરથી ઘર સુધીનું અંતર સરખું છે માટે અહી તે લખ્યુજ છે કે તે અંતર બે ગુણ્યા ગીફ્ટ સ્ટોર સુધીના અંતર જેટલું થશે પણ આપણે જાણીએ છીએ કે બંને તરફ ના સમય જુદા જુદા છે હવે તે આપણને કઈ રીતે ખબર પડી જુઓ અહી પ્રશ્નમાં બંને તરફની મુસાફરીની ઝડપ જુદી જુદી આપેલી છે તેથી કહી શકાય કે તે જે ઝડપે ગીફ્ટ સ્ટોર સુધી ગઈ તેના કરતા વધુ ઝડપથી પાછી આવી આમ તે પાછી આવી તેના કરતા તે સ્ટોર સુધી ગઈ તે સમય વધુ હશે તોહવે ગીફ્ટ સ્ટોર સુધીનું અંતર કઈ રીતે શોધી શકાય પ્રશ્નમાં જણાવ્યું નથી કે સ્ટોર કેટલું દુર છે પણ અહી પહેલા વાક્યમાં કહ્યું છે કે ઉમા પિસ્તાલીસ મીનીટમાં આઠ માઈલ પ્રતિ કલાકની ઝડપે ચાલીને ગઈ આમ અહી સમય આપેલ છે અને ઝડપ પણ આપેલ છે તેના આધારે અંતર શોધી શકાય તેની ગણતરી અહી દર્શાવીએ અહી લખીએ સ્ટોર સુધીનું અંતર લખીએ સ્ટોર સુધીનું અંતર બરાબર હવે આપણે રકમમાં આપેલ એકમો ચકાસીએ સમય મીનીટમાં આપેલ છે અને ઝડપ આઠ માઈલ્સ પ્રતિ કલાકમાં આપેલ છે માટે આ મીનીટોને કલાકમાં ફેરવીએ સાઈઠ માંથી પિસ્તાલીસ મિનીટ એટલેકે પિસ્તાલીસના છેદમાં સાઈઠ બંનેને પંદર વડે ભાગતા આપણને મળે ત્રણના છેદમાં ચાર માટે અહી લખીએ ત્રણના છેદમાં ચાર કલાક ગુણ્યા ઝડપ જે આપેલ છે આઠ માઈલ્સ પ્રતિ કલાક હવે અંતર શું મળે ત્રણ ચતુર્થાઉન્સ ગુણ્યા આઠ અથવા તેને ત્રણ ચતુર્થાઉન્સ ગુણ્યા આઠના છેદમાં એક તરીકે પણ જોઈ શકાય જેને બરાબર થશે ચોવીસના છેદમાં ચાર બરાબર છ અહી કલાકનો કલાક સાથે છેદ ઉડી જશે માટે આપણી પાસે ફક્ત માઈલ્સ વધે આમ સ્ટોર સુધીનું અંતર થશે છ માઈલ હવે જુઓકે અહી બેગુણ્યા ગીફ્ટ સ્ટોર સુધીનું અંતર જેની કિંમત હવે થશે બાર માઈલ્સ આમ ઉમાએ કુલ બાર માઈલ્સનું અંતર કાપ્યું તેમ કહેવાય હવે જુઓ કે ગીફ્ટ સ્ટોર સુધી જવાનો સમય કેટલો છે તે અહી આપેલ છે અહી જુઓ કે પિસ્તાલીસ મિનીટ આપેલ છે હવે દરેક સમયને કલાકમાં ફેરવીએ એવું માની લઈએ કે સરેરાશ ઝડપ કલાકમાં શોધવાની છે માટે તેને કલાકમાં ફેરવતા ગીફ્ટ સ્ટોર સુધી જવાનો સમય ત્રણના છેદમાં ચાર કલાક હવે સ્ટોરથી ઘરે પાછા આવા સુધીનો સમય શું થશે જુઓ કે આપણે તેની ઝડપ જાણીએ છીએ પાછા આવવાની ઝડપ આપણને ખબર છે તે ચોવીસ માઈલ પ્રતિ કલાક છે તેમજ ગીફ્ટ સ્ટોરથી ઘર સુધીનું અંતર પણ હવે આપણે જાણીએ છીએ તેજ અંતર ઘરથી ગીફ્ટ સ્ટોર સુધીનું હશે માટે તે અંતર લઈએ જે આપણને મળ્યું છ માઈલ્સ ભાગ્યા પાછા આવવાની તેની ઝડપ જે ચોવીસ માઈલ્સ પ્રતિ કલાક છે માઈલ્સ પ્રતિ કલાક તેનું સાદુરૂપ આપીએ છના છેદમાં ચોવીસ એ એકના છેદમાં ચારને બરાબર છે હવે માઈલ્સ ભાગ્યા માઈલ્સ પ્રતિ કલાક તેને બરાબર માઈલ્સ ગુણ્યા કલાક પ્રતિ માઈલ લખી શકાય તેથી માઈલ્સનો માઈલ્સ સાથે છેદ ઉડે અને આપણને મળે એકના છેદમાં ચાર કલાક આમ તેને પાછા જવામાં એક ચતુર્થાઉન્સ કલાક જેટલો સમય લાગે અને જુઓ તે આપણી માહિતી સાથે બંધ બે સે છે કારણકે ગીફ્ટ સ્ટોર સુધી જવાની તેની ઝડપ ધીમી હતી માટે તેને ત્યાં પહોચતા વધુ સમય લાગ્યો તેને ત્રણચતુર્થાઉન્સ કલાકજેટલો સમય લાગ્યો જયારે ઘરે પાછા આવતા તેને ફક્ત એક ચતુર્થાઉન્સ જેટલો સમય લાગે છે માટે હવે આપણે તેની કુલ મુસાફરીની સરેરાશ ઝડપ શોધવા તૈયાર છીએ હું તે ગણતરી અહી નીચે દર્શાવું છું સરેરાશ ઝડપ બરાબર હવે જુઓ કે કુલ અંતર છે બાર માઈલ્સ બાર માઈલ્સ છેદમાં કુલ સમય છે ત્રણચતુર્થાઉન્સ કલાક વતા એકચતુર્થાઉન્સ કલાક જે એક કલાકને બરાબર છે માટે તેની ઝડપ થશે બારના છેદમાં એક બરાબર બાર માઈલ્સ સરેરાશ ઝડપ બાર માઈલ્સ પ્રતિ કલાક હવે તમને કદાચ થશે કે ચોવીસ અને આઠની સરેરાશ ન લઇ શકાય તેમ કરવું યોગ્ય નથી કારણકે તેને લાગતો સમય બંને વખતે જુદો જુદો છે તમે આ રીતે વિચારો કુલ અંતર ના છેદમાં કુલ સમય માટે પહેલા કુલ અંતર શોધવું જુઓ કે પહેલા વાક્યમાં કુલ અંતરનો અડધો ભાગ છે તેથી પાછા આવવાનો સમય શોધવા આપણે તેના બમણા કર્યા અને પછી આપણે કુલ સમય મેળવ્યો સ્ટોર સુધી જવાનો સમય આપેલ હતો અને પછી આપણે સ્ટોરથી ઘર સુધીનું અંતર મેળવી શક્ય તેનો પાછા આવવાનો સમય મેળવ્યો અને પછી આપણે મેળવ્યું કુલ અંતર ભાગ્યા કુલ સમય જે મળ્યું બાર માઈલ્સ પ્રતિ કલાક