મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
દરના ઉદાહરણોની સરખામણી કરવી
સેલ માછલી દીઠ પાણીની માત્રાને આધારે માછલીની ત્રણ ટાંકી ક્રમમાં મૂકે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
હવે આપણે દરની સરખામણી કરવાનો અને તેની ગણતરી કરવાનો મહાવરો કરીએ તેઓ આપણને કહી રહ્યા છે કે એક પેટ સ્ટોરમાં ત્રણ માછલીની ટાંકી છે દરેકમાં જુદા જુદા ઘનફળનું પાણી અને જુદી જુદી સંખ્યામાં માછલીઓ છે એ ટાંકીમાં 40 લીટર પાણી અને 5 માછલી છે b ટાંકીમાં 100 લીટર પાણી અને 12 માછલીઓ છે તેવી જ રીતે c ટાંકીમાં 180 લીટર પાણી અને 23 માછલીઓ છે ટાંકીઓને ઘનફળ પ્રતિ માછલી પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો તો હવે આપણે ઘનફળ પ્રતિ માછલી વિશે વિચારીએ ઘનફળ પ્રતિ માછલીઓ જેને આપણે ઘનફળ ભાગ્યા માછલીઓ પણ કહી શકીએ આ પ્રમાણે જો આપણે A ટાંકીની વાત કરીએ તો તેમાં 40 લીટર અને 5 માછલીઓ છે તેથી 40 લીટર અને તેના છેદમાં 5 માછલીઓ આવશે 5 માછલીઓ હવે 40 ભાગ્યા 5 8 થાય માટે અહી આ 8 લીટર પ્રતિ માછલીઓ થશે 8 લીટર પ્રતિ માછલીઓ જો આપણે ટાંકી A ની વાત કરીએ તો પ્રતિ માછલી તેમને આટલા લીટર પાણી ઉમેવાની જરૂર છે હવે જો આપણે ટાંકી b ની વાત કરીએ તો તેમાં 100 લીટર પાણી અને 12 માછલીઓ છે હું તેને લખીશ 100 લીટર પાણી 100 લીટર પાણી અને 12 માછલીઓ 100 લીટર પાણી અને 12 માછલીઓ અને આના બરાબર શું થાય 12 ગુણ્યા 8 96 થશે જેથી આપની પાસે 4 બાકી રહે માટે આના બરાબર 8 પૂર્ણાંક 4 /12 થાય જેને આપણે8 પૂર્ણાંક 1 તૃતીયાંશ તરીકે પણ લખી શકીએ લીટર પ્રતિ માછલીએ લીટર પ્રતિ માછલીઓ મેં અહી આ અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવી અને ત્યાર બાદ તેનું સાદુરૂપ આપ્યું 12 ગુણ્યા 8 96 થાય જેના પરિણામે આપની પાસે શેષ તરીકે 4 બાકી રહે અને પછી 4 /12 = 1 /3 તેથી 8 પૂર્ણાંક 1 /3 હવે જો આપણે ટાંકી c ની વાત કરીએ તો તે 180 લીટર અને 23 માછલી ધરાવે છે માટે 180 લીટર અને 23 માછલીઓ તો હવે અહી આના બરાબર શું થાય આપણે તેની ગણતરી કરીએ 180 ભાગ્યા 23 કરીએ તો અહી જવાબ શું આવે આપણે 23 ગુણ્યા 7 કરવાનો પ્રયત્ન કરીએ 7 ગુણ્યા 3 21 થાય અને પછી 7 ગુણ્યા 2 14 14 + 2 16 જો આપણે 180 માંથી 161 ને બાદ કરીએ તો આપણને શેષ તરીકે 19 મળે માટે અહી આ 7 પૂર્ણાંક 19 /23 લીટર પ્રતિ માછલીઓ થશે લીટર પ્રતિ માછલીઓ તો હવે આપણે આ ટાંકીઓને ઘનફળ પ્રતિ માછલી પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે જો આપણે આ ટાંકી b ની વાત કરીએ તો તેની પાસે સૌથી વધારે ઘનફળ પ્રતિ માછલીઓ છે તે 8 પૂર્ણાંક 1 /3 છે જો આપણે c ટાંકીની વાત કરીએ તો પ્રતિ માછલી તેનું ઘનફળ સૌથી ઓછુ છે માટે અહી આ c ટાંકી સૌ પ્રથમ આવશે અને અહી આ b ટાંકીનું ઘનફળ સૌથી વધારે છે માટે અહી આ ત્રીજા નંબરે આવશે અને પછી ટાંકી a તે બેની વચ્ચે આવશે તો આપણે અહી ફક્ત આ ત્રણને ફેરવવાનું છે સૌથી ઓછુ c છે અને સૌથી વધારે b છે અને અહી આ આપણો જવાબ છે