If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :9:57

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એકમોની સમજુતીમાં તમારું સ્વાગત છે તે માટે એક ઉદાહરણ લઈએ ધારોકે જેક નામની કોઈ વ્યક્તિ ડ્રાઈવિંગ કરી રહી છે ધારોકે જેક અઠ્યાવીસ ફીટ પ્રતિ મિનીટની ઝડપે ડ્રાઈવિંગ કરી રહ્યો છે તોહવે મારો પ્રશ્ન એ છેકે જોતે અઠ્યાવીસ ફીટ પ્રતિ મીનીટની ઝડપે ડ્રાઈવિંગ કરી રહ્યો છે તો તે કેટલા ઇંચ એક સેકન્ડમાં અંતર કાપશે એટલેકે કેટલા ઇંચ પ્રતિ સેકન્ડ તો તેની ગણતરી કરીએ આપણી પાસે અઠ્યાવીસ ફીટ હું અહી ટુકમાં એફ ટી લખું છું અને મિનીટ માટે ટુકમાં લખું છું મીન આમ અઠ્યાવીસ ફીટ પ્રતિ મિનીટ છે હવે આ બાબત પરથી આપણે પહેલા એ શોધીએ કે તે એક મીનીટમાં કેટલા ઈંચનું અંતર કાપશે હવે આપણે જાણીએ છીએ કે એક ફૂટમાં બાર ઇંચ હોય છે માટે અહી લખું છું ગુણ્યા બાર ઇંચ પ્રતિ ફૂટ જો તમને ખ્યાલ ન હોય તો યાદ રાખી લેવું જોઈએ કે એક ફૂટમાં બાર ઇંચ હોય હવે જો એક મીનીટમાં અઠ્યાવીસ ફીટનું અંતર કાપે તો તેના કરતા બાર ગણા ઇંચ જેટલું તે અંતર કાપે આમ અઠ્યાવીસ અને બારનો ગુણાકાર કરીએ તમે તે અંકગણિત રીતે ગુણાકાર કરીને પણ કરી શકો અથવા જો તમે બારનો ઘડીયો જાણતા હોવ તો તે વધુ સરળ થઇ જશે જુઓ કે બાર ગુણ્યા આઠ બરાબર છન્નું બાર અઠામ છન્નું વદી નવ બાર દુ ચોવીસ ને નવ તેત્રીસ આમ તમે ઝડપથી મનમાં ગણતરી કરી શકો માટે ત્રણસો છત્રીસ ઇંચ પ્રતિ મિનીટ સમજવા જેવી એક રસપ્રદ બાબત પણ છે જુઓ કે ફૂટ અહી અંશમાં છે અને અહી છેદમાં છે તો જયારે ગુણાકારનો સંબંધ હોય ત્યારે આ એકમોને આપણે સંખ્યા તરીકેજ સમજી શકીએ માટે ફૂટનો ફૂટ સાથે છેદ ઉડી જશે તેથી અહી અંશમાં મળશે ઇંચ અને છેદમાં રહેશે મિનીટ અને આપણે જુઓ આ રીતે પણ લખી શકીએ કે ત્રણસો છત્રીસ આ ફૂટ પ્રતિ મિનીટ ફૂટ પ્રતિ મિનીટ ગુણ્યા અહી છે ઇંચ પ્રતિ ફૂટ ઇંચ પ્રતિ ફૂટ આમ આ બંને બાબતો અહી લખી છે અને હવે છેદ ઉડાળીએ માટે આપણી પાસે અંશમાં રહેશે ઇંચ અને છેદમાં રહેશે મિનીટ આ રીતે સમજ ન પડતી હોય તો આ રીતે સમજી લઈએ કે એક ફૂટમાં બાર ઇંચ હોય માટે જેટલો ફૂટ હોય તેના કરતા બાર ગણો જવાબ મળે માટે આપણો જવાબ થશે ત્રણસો છત્રીસ ઇંચ પ્રતિ મિનીટ પણ આપણે અંતિમ જવાબ લાવવાનો છે ઇંચ પ્રતિ સેકેન્ડમાં અહી નીચે ફરીથી લખીએ ત્રણસો છત્રીસ ઇંચ પ્રતિ મિનીટ હવે આ પદને ઉપર આપેલ પદમાં એટલેકે ઇંચ પ્રતિ સેકેન્ડમાં ફેરવવાનું છે તો આ બાબતે આપણે શું કરી શકીએ આપણે જાણીએ છીએ કે એકમીનીટમાં અહી હું અંશમાં લખું છું એક મિનીટ અંશમાં લખવાનું કારણ એ છે કે અહી છેદમાં મિનીટ છે માટે મીનીટનો મીનીટ સાથે છેદ ઉડી જાય આપણે જાણીએ છીએ કે એક મીનીટમાં સાઈઠ સેકેન્ડ હોય છે બીજી રીતે પણ વિચારી શકાય કે જો એક મીનીટમાં ત્રણસો છત્રીસ ઇંચ જેટલું અંતર કાપે તો એક સેકેન્ડમાં ત્રણસો છત્રીસ કરતા વધુ ઈંચનું અંતર કાપશે કે ઓછા ઈંચનું અને જવાબ છે કે તે ચોક્કસ ત્રણસો છત્રીસ કરતા ઓછું જ અંતર કાપશે કારણકે સેકેન્ડ એ મિનીટ કરતા ખૂબજ નાનો એકમ છે જે સમય દર્શાવે છે માટે જો સમયનો નાનો એકમ લઈએ તો તેમાં કાપેલું અંતર પણ ઓછું જ મળે જો આપણે તેજ ઝડપે જઈ રહ્યા હોઈએ તો માટે હવે નાનો જવાબ મેળવવા અહી કોઈ સંખ્યા સાથે ભાગાકાર કરવો પડે અને આપણે જાણીએ છીએ કે અહી સાઈઠ સાથે તેનો ભાગાકાર થશે આમ તમે એકમોની ગોઠવણી કરીને પણ સમજી શકો અથવા આપણે બીજી રીતે જે વિચાર્યું કે આપણને મોટો જવાબ મળશે કે નાનો જવાબ મળશે કોઇપણ રીતે વિચારી શકાય માટે અહી એકમની દ્રષ્ટીએ જોતા આપણે અહી મિનીટ દુર કરવા માંગીએ છીએ માટે જો મિનીટ અહી છેદમાં છે તો આ તરફ અંશમાં મિનીટ હોવા જોઈએ અને તેથી છેદમાં સેકેન્ડ મુકવા પડે માટે એક મિનીટ બરાબર સાઈઠ સેકન્ડ આમ હવે આપણો જવાબ થશે અહી મીનીટનો અહી મીનીટનો મિનીટ સાથે છેદ ઉડે માટે ત્રણસો છત્રીસના છેદમાં સાઈઠ ઇંચ પ્રતિ સેકેન્ડ વધુ સાદુરૂપ આપીએ આ બંને સંખ્યાઓ છ વડે વિભાજ્ય છે ત્રણસો છાત્રીસને છવડે ભાગતા આપણને છપ્પન મળે અને સાઈઠ ભાગ્યા છ બરાબર દસ મળે વધુ છેદ ઉડાળતા છપ્પન અને દસ બંને બે વડે વિભાજ્ય છે માટે છપ્પન ભાગ્યા બે કરવાથી આપણને મળશે અઠ્યાવીસ અને દસ ભાગ્યા બે કરવાથી આપણને મળે પાંચ અને અઠ્યાવીસ ભાગ્યા પાંચ અહી ભાગાકાર કરી જોઈએ અઠ્યાવીસ ભાગ્યા પાંચ પાંચ ગુણ્યા ગુણ્યા પાંચ બરાબર પચ્ચીસ અઠ્યાવીસ માંથી પચ્ચીસ જાયતો ત્રણ વધે અહી દશાંશ ચિન્હ મુકીને શૂન્ય ઉતારીએ માટે પાંચ છક ત્રીસ ત્રીસ માંથી ત્રીસ જતા શેષ શૂન્ય આમ આપાણો જવાબ થશે પાંચ પોઈન્ટ છ ઇંચ પ્રતિ સેકેન્ડ તમે અહી પણ જોઈ શકો કે છપ્પનના છેદમાં દસ છે દસમાં એક શૂન્ય છે માટે પોઈન્ટની પાછળ એકજઅંક મળે તેરીતે જવાબ લખો માટે આપણો જવાબ થશે પાંચ પોઈન્ટ છ વધુ એક ઉદાહરણ જોઈએ ધારોકે હું એકાણું ફીટ પ્રતિ સેકેન્ડની ઝડપે જઈ રહ્યો છું તો તે કેટલા માઈલ પ્રતિ કલાકને બરાબર થશે એટલે કે એક કલાકમાં કેટલા માઈલને બરાબર તે કહેવાય નીચે ફરીથી લખીએ એકાણું ફીટ પ્રતિ સેકેન્ડ હવે જો તેને માઈલમાં ફેરવવું હોય તો તે માટે કોઈ સંખ્યા સાથે ગુણાકાર કરવો પડશે કે ભાગાકાર કરવો પડશે ચોક્કસ ભાગાકાર જ કરવો પડશે કારણકે આ એકમ માઈલની દ્રષ્ટીએ ઘણો નાનો છે માટે અહી લખીએ એક માઈલના છેદમાં પાંચ હજાર બસો એસી ફીટ આ તમારે યાદ રાખવું પડશે કે એક માઈલમાં પાંચ હજાર બસો એસી ફીટ હોય હવે અહી ફીટનો ફીટ સાથે છેદ ઉડી જશે હવે આપણે સેકેન્ડ માંથી કલાકમાં ફેરવવાનું છે જો અહી એક સેકેન્ડમાં એકાણું ફીટ નું અંતર કપાતું હોય તો એક કલાકમાં જે જવાબ મળશે તે ખૂબજ મોટો મળશે કારણકે કલાક એ સેકેન્ડ કરતા ખૂબ મોટો એકમ છે હવે આપણે જાણીએ છીએ કે એક કલાકમાં કેટલા સેકેન્ડ હોય એક કલાકમાં સાઈઠ મિનીટ અને અને એકમીનીટમાં સાઈઠ સેકેન્ડ માટે સાઈઠ ગુણ્યા સાઈઠ બરાબર છત્રીસ સો સેકેન્ડ એક કલાક આમ એક કલાકમાં ત્રણ હજાર છ સો સેકેન્ડ હોય હવે જુઓ કે અહી સેકેન્ડનો સેકેન્ડ સાથે છેદ ઉડી જશે હવે આ બધી સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર કરીએ માટેહવે અંશમાં મળશે એકાણું ગુણ્યા ત્રણહજારછસો એકાણું ગુણ્યા એક ગુણ્યા ત્રણ હજાર છ સો છેદમાં પાંચ હજાર બસો એસી હવે ઝડપથી ગણતરી કરવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ અહી આપણી પાસે કેલ્ક્યુલેટર છે અને તેમાં ગણતરી કરીએ એકાણું ગુણ્યા ત્રણહજાર છસો જુઓકે આ તેનો ગુણાકાર છે અને હવે તેનો ભાગાકાર કરવાનો છે પાંચહજાર બસોએસીવડે માટેઆપણો જવાબથશે બાસઠપોઈન્ટ શૂન્ય ચાર પાંચ પણજુઓ કે પોઈન્ટ પછીનો ત્રીજો આકડો પાંચકે પાંચ કરતા મોટો હોયતો બીજાઆકડામાં એક ઉમેરીને બે દશાંશ સ્થળ સુધી જવાબ લખી શકાય માટે આપણો જવાબ થશે બાસઠ પોઈન્ટ શૂન્ય પાંચ અહી લખું છું બાસઠ પોઈન્ટ શૂન્ય પાંચ અને અહી એકમ થશે માઈલ પ્રતિકલાક આમ આપણે આપણો જવાબ મેળવી લીધો