If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ગુણોત્તર અને માપન

સલ ગુણોત્તરના તર્કનો ઉપયોગ કરી માપનના એકમોનું રૂપાંતર કરે છે. 

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણને અહીં માપનના એકમોને કલાક માંથી અઠવાડિયા અથવા અઠવાડિયામાંથી કલાકમાં ફેરવવા માટે નીચેના ગુણોત્તર કોષ્ટકને પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે આપણને અહીં આપવામાં આવ્યું છે કે 1 અઠવાડિયામાં 168 કલાક હોય છે જો આપણે દરેક અઠવાડિયા માટે કલાકનું ગુણોત્તર વિચારીએ તો તે 1 :168 થાય જો આપણે કલાક અને અઠવાડિયાનો ગુણોત્તર વિચારીએ તો તે 186 :1 થાય ત્યાર બાદ તેઓ આપણને પૂછી રહ્યાં છે કે જો ત્યાં કે જો ત્યાં 1176 કલાક હોય તો તેના બરાબર કેટલા અઠવાડિયા થાય તમે વિડિઓ અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો જો આપણે 168 પરથી 1176 પર જવું હોય તો શેના વડે ગુણાકાર કરવો પડે અહીં એવું લાગે છે કે આપણે તેનો ગુણાકાર 7 સાથે કરવો પડશે આપણે તે ચકાસી શકીએ 168 ગુણ્યાં 7 કરીએ 8 ગુણ્યાં 7 56 થાય 7 ગુણ્યાં 6 42 અને પછી 42 + 5 47 થાય 7 ગુણ્યાં 1 7 અને 7 + 4 11 આમ 168 ગુણ્યાં 7 1176 થશે માટે આપણે અહીં કલાકનો 7 વડે ગુણાકાર કરવો પડે આપણે અઠવાડિયાનો પણ તે જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તેનો પણ 7 સાથે ગુણાકાર કરીએ 1 ગુણ્યાં 7 = 7 થશે તેથી આપણી પાસે અહીં 7 અઠવાડિયા છે હવે જો આપણને 3 અઠવાડિયા આપવામાં આવ્યું હોય તો અહીં આ કેટલા કલાક થાય અહીં આપણે અઠવાડિયાનો ગુણાકાર 3 સાથે કરી રહ્યા છીએ તેથી આપણે કલાકનો ગુણાકાર પણ 3 સાથે કરવો પડે અહીં આપણે કલાકને 3 વડે ગુણીએ તો હવે 168 ગુણ્યાં 3 કરીએ 168 ગુણ્યાં 3 8 ગુણ્યાં 3 24 થશે 6 ગુણ્યાં 3 18 18 + 2 20 થાય અને પછી 3 + 2 5 થશે આમ 3 અઠવાડિયા બરાબર 504 કલાક થાય આપણે વધુ એક ઉદા જોઈએ નીચેની બે સંખ્યા રેખા યાડ અને માઈલનો ગુણોત્તર બતાવે છે અહીં આપણને યાડ અને માઈલનો ગુણોત્તર આપવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે કે 3520 યાડ બરાબર 2 માઈલ થાય તમે તેને અહીં સંખ્યારેખા પર પણ જોઈ શકો હવે તેઓ આપણને પૂછી રહ્યા છે કે 5 માઈલમાં કેટલા યાડ છે તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હું તેને આ રીતે વિચારીશ દરેક માઈલમાં કેટલા યાડ હશે અહીં આપણને 3520 :2 આપવામાં આવ્યું છે તો હવે આપણે વિચારીએ કે 1 માઈલમાં કેટલા યાડ હશે હવે જો મારે 2 થી 1 પર જવું હોય તો મારે આનો ભાગાકાર 2 વડે કરવું પાસે માટે અહીં પણ હું ભાગાકાર 2 વડે કરીશ આપણે તેને 2 વડે ભાગીએ અહીં આપણે તે ભાગાકાર કરીએ 3520 ને 2 વડે ભાગીએ 2 ગુણ્યાં 1 2 થાય ત્યાર બાદ 3 માંથી 2 ને બાદ કરીએ તો 1 અહીં આ 5 ને નીચે લાવીએ 2 ગુણ્યાં 7 14 થશે 15 - 14 1 થાય અહીં આ બે ને નીચે લાવીએ 2 ગુણ્યાં 6 12 થશે 12 - 12 0 થાય ત્યાર બાદ જો આપણે આ 0ને નીચે લાવીએ તો 2 ગુણ્યાં 0 0 જ થાય અને આપણી પાસે એકપણ શેષ ન બાકી રહે આમ 3520 ભાગ્યા 2 1760 થશે આપણે તેને અહીં આ સંખ્યા પર પણ દર્શાવી શકીએ તેથી જો આપણી પાસે એક માઈલ હોય તો તેના બરાબર 1760 યાડ થશે હવે તેઓ આપણને 5 માઈલ વિશે પૂછી રહ્યા છે માટે 1 ,2 ,3 ,4,5 તેના બરાબર કેટલા યાડ થશે તમારે અહી 5 માઈલ મેળવવા આનો ગુણાકાર 5 સાથે કરવો પડે હવે જો તમારે તેને સમાન યાડ મેળવવા હોય તો તમારે તેનો ગુણાકાર પણ 5 વડે કરવો પડે તો 1760 ગુણ્યાં 5 = કેટલા થાય 1760 ગુણ્યાં 5 આપણે જવાબ જોઈએ 5 ગુણ્યાં 0 0 થશે 6 ગુણ્યાં 5 30 થાય 5 ગુણ્યાં 7 35 35 + 3 38 થાય અને ત્યાર બાદ 5 + 3 8 આમ 5 માઈલ બરાબર 8800 યાડ થશે આપણે વધુ કેટલાક ઉદા જોઈએ હવે અહીં આપણે કહેવામાં આવ્યું છે કે એક યાડમાં 914 .4 મિલી મીટર છે 1 યાડમાં 3 ફિટ છે તો 1 ફિટમાં કેટલા મિલીમીટર છે તો હવે આપણે અહીં લખી શકીએ કે 914 .4 મિમી પ્રતિ યાડ આ પ્રમાણે અથવા 914 .4 મિમી પ્રતિ 3 ફિટ કારણ કે 1 યાડ અને 3 ફિટ એ એકસમાન બાબત છે તેથી જો તમારે આ પ્રતિ ફિટ જાણવું હોય તો તમારે આ બંનેનો ભાગાકાર 3 વડે કરવો પડે તો હવે આપણે 914 .4 ને 3 વડે ભાગીએ આ પ્રમાણે 3 ગુણ્યાં 3 9 થશે 9 - 9 0 થાય અહીં આ 1 ને નીચે લાવીએ હવે ભાગ ન ચાલે તેનું 0 3 ગુણ્યાં 0 0 થશે તેથી 1 બાકી રહે ત્યાર બાદ આ ચારને નીચે લાવીએ 3 ગુણ્યાં 4 12 થશે 14 - 12 2 થાય અને ત્યાર બાદ અહીંથી આ 4 ને નીચે લાવીએ 24 ને 3 વડે નિઃશેષ ભાગી શકાય 3 ગુણ્યાં 8 24 થશે તેથી આપણી પાસે કોઈ પણ શેષ બાકી ન રહે આમ અહીં 1 ફિટ બરાબર 304 .8 મિમી થાય આપણે વધુ એક ઉદા જોઈએ યુકેએ 12 ડોલરમાં કાગળના ટુકડાઓના 1 પાઉન્ડ ખરીદ્યા પ્રતિ ઓઉન્સ કાગળના ટુકડાઓની ડોલરમાં કિંમત શું થાય ત્યાં 1 પાઉન્ડમાં 16 ઓઉન્સ હોય છે અહીં જે આપવામાં આવ્યું છે તેને શબ્દમાં લખીએ પ્રતિ પાઉન્ડ 12 ડોલર તેને અહીં લખીએ 12 ડોલર પ્રતિ પાઉન્ડ હવે 1 પાઉન્ડ બરાબર 16 ઓઉન્સ છે તેથી તમે લખી શકો કે 12 ડોલર પ્રતિ 16 ઓઉન્સ હવે આપણને આ કિંમત પ્રતિ ઓઉન્સમાં જોઈએ છે તમે અહીં તેને 12 જેમ 16 ના ગુણોત્તરમાં જોઈ શકો પરંતુ આપણે અહીં કંઈક જેમ 1 નો ગુણોત્તર જોઈએ છે તેથી આપણે અહીં પ્રતિ 1 ઓઉન્સ એવું લખી શકીએ પરિણામે આપણે અહીં આનો ભાગાકાર 16 વડે કરવો પડે માટે આનો ભાગાકાર પણ 16 વડે કરવો પડે હવે 12 ભાગ્યા 16 કેટલા થાય તેથી 12 ભાગ્યા 16 બરાબર 3 /4 જ થશે આપણે અંશ અને છેદને 4 વડે ભાગીએ શકીએ અને તેના બરાબર 0 .75 થાય આમ અહીં આ 75 સેન્ટ થશે અથવા ડોલરનો 75 સાતંશમોં ભાગ આમ આના બરાબર 0 .75 ડોલર થાય આપણે અહીં પૂરું કર્યું.