ગુણોત્તરોને દર્શાવતી બીજી પરિસ્થિતિ માટે વિચારીએ આમ,આ પરિસ્થિતિમાં સફરજનની સંખ્યાનો અને હવે અહીં નારંગીની સંખ્યા વિશે વિચારવાને બદલે ફળો ની કુલ સંખ્યા ગુણોત્તર મેળવીએ. સફરજનની સંખ્યા અને ફળોની કુલ સંખ્યા નો ગુણોત્તર જુઓકે આપણી પાસે અહીં કેટલા સફરજન છે આપણી પાસે 2, 4, 6, 8 સફરજન છે આમ, કુલ 8 સફરજન અને નારંગીઓ કેટલી છે જુઓ કે અહીં 3, 6, 9, 12 નારંગીઓ છે આમ, અહીં કુલ 8 વત્તા 12 બરાબર 20 ફળ છે માટે ગુણોત્તર થશે 8 : 20 8 : 20 માટે ગુણોત્તર થશે 8 : 20 હવે જો તેનું અતિસંક્ષિપ્ત રૂપ મેળવીએ તો બંનેને 4 વડે ભાગીએ 4 એ તેમનો ગુરુત્તમ સામાન્ય અવયવ છે આમ, 8 ભાગ્યા 4 બરાબર 2 અને 20 ભાગ્યા 4 બરાબર 5 માટે ગુણોત્તર મળે 2 : 5 શું તે સાચું છે ? તે માટે આ દરેકને 4 સમૂહમાં વિભાજત કરીએ તો, આ 1 સમૂહ, 2 સમૂહ, ૩ સમૂહ અને આ 4 સમૂહ અહીં સફરજન કે નીરંગીને કાપ્યા વગર એકસરખા સમૂહ બનાવ્યા છે માટે વધુમાં વધુ આ રીતે સમૂહ મળે જુઓ કે દરેક સમૂહમાં દર 2 સફરજન માટે આપણી પાસે 1, 2, 3, 4, 5 ફળ છે અહીં ગુણોત્તરને બીજી રીતે દર્શાવવાની રીતનો પરિચય આપું છું. તે છે ગુણોત્તરનું અપૂર્ણાંક સ્વરૂપ તેથી આ ગુણોત્તરને આપણે આ રીતે પણ લખી શકીએ 2 ના છેદમાં 5 2 ના છેદમાં 5 અપૂર્ણાંક સ્વરૂપે 2 ના છેદમાં 5 જયારે પણ ગુણોત્તરને અપૂર્ણાંક સ્વરૂપે લખીએ ત્યારે તે શું દર્શાવે છે તે સમજવું ખુબ જ જરૂરી છે તે અહીં દર્શાવે છે કે કુલ ફળોના પ્રમાણમાં સફરજનનું પ્રમાણ અહીં લખીએ 2/5 ભાગના ફળો એ સફરજન છે 2/5 ભાગના ફળ એ સફરજન છે આમ, ગુણોત્તરને દર્શાવવાની આ બીજી રીત છે 2 : 5 ને આ રીતે પણ લખી શકાય આ સંકેતને બદલે શબ્દમાં લખીએ 2 : 5 અથવા કહી શકાય અપૂર્ણાંક 2/5 તેને પણ આ રીતે વાંચી શકાય 2 : 5 આમ 2/5 ભાગના ફળો એ સફરજન છે.