If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઘાતાંકનો પરિચય

ઘાતાંક અને આધારનો કઈ રીતે ઉપયોગ કરવો તે શીખો. ઉદાહરણ તરીકે, 4 x 4 x 4 x 4 x 4 ને ઘાતાંક સાથે લખવું.
અહીં ઘાતાંક અને આધાર કેવો દેખાય તે છે:
43
ઉપર લખેલી નાની અને સંખ્યાની જમણી બાજુ લખેલી સંખ્યાને ઘાતાંક કહેવાય છે. ઘાતાંકની નીચે આપેલી સંખ્યાને આધાર કહેવાય છે. આ ઉદાહરણમાં, આધાર 4 છે અને ઘાતાંક 3 છે.
અહીં ઉદાહરણ છે જ્યાં આધાર 7 છે અને ઘાતાંક 5 છે.
75
ઘાતાંક આપણને આધારને તે જ સંખ્યા વડે કેટલી વખત ગુણવું તે કહે છે. આપણા ઉદાહરણમાં, 43 આપણને 4 ના આધારને તેના જ વડે 3 વખત ગુણવાનું કહે છે.
43=4×4×4
એકવાર આપણે ગુણાકારનો પ્રશ્ન લખી લીધા બાદ, આપણે સરળતાથી પદાવલિની કિંમત શોધી શકીએ. આપણે જે ઉદાહરણ માટે કામ કરી રહ્યા છીએ તેના માટે આ જોઈએ.
43=4×4×4
43=16×4
43=64
ઘાતાંકનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એ છે કે તે મોટી સંખ્યાઓને લખવાની ટૂંકી રીત છે. ઉદાહરણ તરીકે, ધારો કે આપણે નીચેનાને દર્શાવવા માંગીએ છીએ:
2×2×2×2×2×2
તે લખવા માટે ખૂબ લાંબું છે. ટાઈપ કરીને મારા હાથ દુઃખી ગયા! તેના બદલે આપણે જોઈ શકીએ છીએ કે 2 તેની સાથે 6 વખત ગુણાયેલો છે. તેનો અર્થ આપણે તે જ સમાન બાબત આધાર તરીકે 2 અને ઘાતાંક તરીકે 6 સાથે લખી શકીએ.
2×2×2×2×2×2=26
સરસ, કેટલાક મહાવરાના પ્રશ્નનો પ્રયત્ન કરીને ખાતરી કરો કે આપણે ઘાતાંકને સમજીએ છીએ.

મહાવરાનો ગણ:

પ્રશ્ન 1A
ઘાતાંકનો ઉપયોગ કરીને 7×7×7 લખો.

કોયડાઓનો ગણ:

પ્રશ્ન 2A
>,<, અથવા = સાથે અસમતા પૂર્ણ કરો.
25
52