મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
કોષ્ટક પરથી વિધેય ઓળખવું
વ્યક્તિઓનું ટેબલ અને તેમની ઊંચાઈ વિધેય દર્શાવી શકે કે નહિ તે ચકાસો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેના કોષ્ટકમાં જુઓ આપેલ માહિતી પરથી જણાવો કે દરેક વ્યક્તિ અને તેની ઉંચાઈ વચ્ચે વિધેયાત્મક સંબંધ છે કે નહિ સૌપ્રથમ એ સમજી લઈએ કે વિધેયાત્મક સંબંધ નો અર્થ શું છે જુઓ કે અહીં સંબંધ તો છેજ અહીં આપેલ છે કે જોલી ની ઉંચાઈ પાંચ છ છે નીતિન ની ઉંચાઈ ચાર અગિયાર છે સૌરભ ની ઉંચાઈ પાંચ અગિયાર છે આ સંબંધ છે હવે તેને વિધેયાત્મક સંબંધ બનવવા દરેક સ્વતંત્ર ચલ માટે વિધેય માં એક કિંમત મળવી જોઈએ જો ઉંચાઈ નો વિધેય લઈએ તો તેને વિધેયાત્મક સંબંધ સવરૂપે દર્શાવવા અહીં કૌંસ માં કોઈ નું પણ નામ મુકીયે તો તેની એકજ કિંમત મળવી જોઈએ જો કોઈ એક વ્યક્તિ ના નામ સાથે બે કિંમતો જોડાયેલ હોય તો તેને વિધેયાત્મક સંબંધ કહેવાય નહિ માટે જો એમ પૂછવા માં આવે કે નીતિન ની ઉંચાઈ કેટલી છે તો કોષ્ટકમાં જોઈને કહી શકાય કે નીતિન ની ઉંચાઈ ચાર ફિટ અગિયાર ઇંચ છે નીતિન ના નામ સામે બે માપ આપેલ નથી એકજ ઉંચાઈ આપેલ છે આમ આ કોષ્ટક માંથી કોઈ પણ નામ લઈને ઉંચાઈ ના વિધેય માં મુકીયે તો આપણને તે નામ સાથે જોડાયેલ એકજ ઉંચાઈ મળે આમ તે વિધેયાત્મક સંબંધ છે આપણે તેને આલેખ સ્વરૂપે પણ જોઈ શકીયે તો ચાલો એક આલેખ દોરીએ અહીં મહત્તમ ઉંચાઈ છ ફિટ એક છે આપણે એક ફૂટ થી શરૂ કરીયે એક ફૂટ બે ફિટ ત્રણ ફિટ ચાર ફિટ પાંચ ફિટ અને છ ફિટ ઉંચાઈના વિધેય માં બધા નામ દર્શાવીએ આપણે તેમના નામ નો પહેલો અક્ષરજ મુકીશું જોલી નીતિન સૌરભ લલિત અને તુષાર તો ચાલો તેમની કિંમતો મુકીયે પહેલા જોલી વિષે જોઈએ જોલી ની ઉંચાઈ પાંચ છ છે પાંચ છ લગભગ અહીં મળે ત્યાર બાદ નીતિન નીતિન ની ઉંચાઈ ચાર અગિયાર તેને અહીં દર્શાવીએ ત્યાર બાદ સૌરભ છે અને તેની ઉંચાઈ પાંચ અગિયાર છ ફૂટ ની બિલકુલ નજીક પછી લલિત નું નામ છે લલિત ની ઉંચાઈ પાંચ છ આમ પાંચ છ ઉંચાઈ ધરાવતા બે વ્યક્તિ થયા પણ કઈ વાંધો નહિ દરેક વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ ઉંચાઈ નું એક જ માપ છે અને અંતે તુષાર ની ઉંચાઈ છ એક તે આ બધા માંથી સૌથી ઉંચો છોકરો છે તેની ઉંચાઈ આપણે અહીં દર્શાવી છે જુઓ કે અહીં વિધેય માં મુકતા કોઈ એક કિંમત મુકતા આપણને એક જ કિંમત મળે છે આમ આ એક વિધેયાત્મક સંબંધ છે તમે કહેશો કે દરેક સંબંધ વિધેયાત્મક ના હોય તો જવાબ છે ના જુઓ તમને ઉદાહરણ બતાઉં આ કોષ્ટક છે અને તેમાં અહીં હું ઉમેરું છું સૌરભ નું જ નામ ફરીથી લખું છું સૌરભ અને તેની ઉંચાઈ લઈએ પાંચ ફિટ ત્રણ ઇંચ જુઓ આ રીતે કોષ્ટક હોય તો તે વિધેયાત્મક સંબંધ દર્શાવે નહિ કારણકે સૌરભ નું નામ અહીં મુકતા આપણને બે કિંમતો મળે અને જો તેનો આલેખ દર્શાવીએ તો અહીં સૌરભ પાંચ અગિયાર પર છે અને સૌરભ માટે પાંચ ત્રણ પણ એક કિંમત છે જો કે તેવું શક્ય નથી હવે જુઓ સૌરભ માટે બે કિંમતો છે આ રીતે હોય તો તેને વિધેય સ્વરૂપનું સંબંધ કહી શકાય નહિ કારણકે ઉંચાઈના વિધેય માં સૌરભ માટે કઈ કિંમત મળશે તે આપણે જાણતા નથી માટે તેને વિધેય બનાવવા તેની એક જ કિંમત હોવી જોઈએ હવે આ બાબત ને અહીં થી દૂર કરીયે તો કહી શકાય કે સૌરભ ની ઉંચાઈ પાંચ અગિયાર છે અને આ વિધેયાત્મક સંબંધ છે તેમ કહેવાય આમ દરેક નામ ઉંચાઈ ના એક માપ સાથે જોડાઈ શકે આ બાબત તેને વિધેય બનાવે એક કરતા વધુ ઉંચાઈ ધરાવતા નામ હોય તો તેને વિધેય કહી શકાય નહિ