મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
આલેખ પરથી વિધેય ઓળખવું
બિંદુઓનો આપેલો ગણ વિધેય દર્શાવે છે કે નહિ એ ચકાસવું. ગણને વિધેય દર્શાવવા માટે, દરેક પ્રદેશના ઘટક પાસે એક અનુરૂપ વિસ્તારનો ઘટક હોવો જ જોઈએ. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચેના આલેખ પરના બિંદુઓ એક વિધેય દર્શાવે છે કે કેમ તે નક્કી કરો ફરીથી જાણી લઈએ કે વિધેય એ કોઈ ગણ ના સભ્યો જેને આપણે પ્રદેશ કે ડૉમિન કહીયે છીએ અને બીજા કોઈ ગણ ના સભ્યો જેને વિસ્તાર કે રેન્જ કહીયે છીએ તે બંનેનું જોડાળ છે માટે જો કોઈ પ્રદેશ નો કોઈ સભ્ય લઈએ ચાલો તેને એક્સ કહીયે અને તેને વિધેયમાં મુકતા તે વિધેય આપણને જણાવશે કે આપણા વિસ્તાર નો કયો સભ્ય તેની સાથે જોડાયેલો હશે આમ આપણને અહીં બીજી કોઈ કિંમત મળવી જોઈએ આ વિધેય છે અને જો તેના દ્વારા અહીં વાય મળી શકે અથવા ઝેડ પણ મળી શકે અથવા કદાચ તે ઈ પણ દર્શાવી શકે અથવા બીજી કોઈ પણ કિંમત મળે તો તે વિધેય કહેવાય નહિ આમ અહીં આ વિધેય નથી કારણ કે અહીં સ્પષ્ટ નથી કે એક્સ ની કિંમત મુકતા વિસ્તારનો કયો સભ્ય મળશે માટે જો તેને વિધેય બનાવો હોય તો તે સ્પષ્ટ હોવું જોઈએ કે વિધેય માં મુકવા માં આવતી કોઈ પણ કિંમત માટે એક જ પરિણામ કે જવાબ એ આઉટપુટ મળે તો ચાલો હવે આલેખની દ્રષ્ટિએ વિધેય માટે વિચારીયે આમ પ્રદેશ કે માન્ય કિંમતોએ એક્સની કિંમત દર્શાવે છે એ એક્સ ની કિંમતો છે જ્યાં આ વિધેય વ્યાખ્યાયિત કરેલ છે આમ દાખલ તરીકે તે જણાવે છે કે જો એક્સ બરાબર માઇનસ એક છે અહીં અક્ષ ના નામ દર્શાવીએ આ એક્સ અક્ષ છે અને વાય અક્ષ છે આમ જો એક્સ બરાબર માઇનસ એક હોય તો વાય ની કિંમત ત્રણ મળે છે માટે તેને આ રીતે લખી શકાય જો માઇનસ એક ને આપણે વિધેય માં મુકીયે એટલે કે આપણી ઇનપુટ વૅલ્યુ માઇનસ એક છે વિધેય ને એક નાના બોક્સ સ્વરૂપે દર્શાવીએ તો આપણને કિંમત મળે ત્રણ આ આપણો એક્સ છે અને આ આપણો વાય છે માઇનસ એક મુકતા ત્રણ મળે છે ચાલો આગળ જોઈએ વિધેયમાં બે મુકતા એક્સ બરાબર બે વાય બરાબર માઇનસ બે ફરીવાર એક્સ બરાબર બે પ્રદેશના સભ્ય બે સાથે વિધેય વ્યાખ્યાયિત થાય છે તે એક સાથે વ્યાખ્યાયિત થયેલ નથી એક ની કિંમત માટેનો વિધેય શું હશે તે આપણે જાણતા નથી આમ તે અહીં બંધ બેસતું નથી માટે એક એ પ્રદેશ નો સભ્ય નથી બે છે એક્સ બરાબર બે હોય ત્યારે વાય બરાબર માઇનસ બે થાય છે આમ તે તેને માઇનસ બે સાથે જોડે છે આ સરળ હોય તેવું લાગે છે હવે જુઓ એક્સ બરાબર ત્રણ સાથે પણ આપણો વિધેય બંધ બેસે છે આપણો વિધેય ત્રણ ને વાય ની કિંમત બે સાથે જોડે છે આમ વાય ની કિંમત બે બિલકુલ સરળ અને સ્પષ્ટ છે એક્સ બરાબર ચાર માટે જોતા જણાય છે કે અહીં વિધેય બંધ બેસે છે પણ જુઓ કે તે ચાર ને બે કિંમતો સાથે જોડે છે આમ અહીં જે બાબત આપેલ છે આમ ચાર ને પાંચ સાથે જોડીએ કે ચાર ને માઇનસ એક સાથે સંબંધ છે આમ અહીં જે બાબત આપેલ છે તે એક સંબંધ દર્શાવે છે અહીં પ્રદેશ નો એક સભ્ય વિસ્તાર ના અલગ અલગ સભ્યો સાથે જોડાયેલ છે પણ જો તેવું હોય તો તે વિધેય દર્શાવતું નથી આને વિધેય કહી શકાય નહિ માટે ફરીવખત સમજી લો આ બાબત ને લીધે આ એક વિધેય નથી તે સ્પષ્ટ નથી કે તેમાં ચાર મુકતા તમને પાંચ મળે છે કે માઇનસ એક ક્યારેક તેને લંબ રેખાની ચકાસણી તરીકે ઓળખાય છે જયારે તે આવી રીતે આલેખિત કરેલ હોય ત્યારે જો અહીં એક્સ બરાબર ચાર લઈએ અને એક ઉભી રેખા દોરીએ ત્યારે તે વિધેય ને બેકે તેથી વધુ જગ્યાએ છેદે છે તે બે કે તેથી વધુ સ્થાન હોઈ શકે અને જો તેવું હોય તો તેનો અર્થ છે કે તે બે કે વધુ કિંમતો પ્રદેશ ની તે કિંમત સાથે બંધ બેસે છે આમ અહીં ઇનપુટ ચાર માટે બે કે તેથી વધુ આઉટપુટ મળે છે અને જો કોઈ એક કિંમત માટે બે કે તેથી વધુ કિંમતો મળે તો તે વિધેય દર્શાવે નહિ તે ફક્ત સંબંધ દર્શાવે છે વિધેય એ એ પ્રકારનો વિશેષ સંબંધ દર્શાવે છે