મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
શાબ્દિક વર્ણન પરથી વિધેય ઓળખવાનો વ્યવહારિક પ્રશ્ન
ઓર્ડરની કિંમતનું વર્ણન શિપિંગ કોસ્ટના વિધેય તરીકે દર્શાવી શકાય કે નહિ એ ચકાસો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જયા મધર્સ ડે માટે ઓનલાઇન ગિફ્ટ ઓર્ડર કરે છે ઓર્ડર ની કિંમત ડોલરમાં છે જેના આધારે તેનો શિપિંગ ચાર્જ નક્કી થયેલ છે વીસ ડોલર કરતા ઓછી કિંમત ના ઓર્ડર માટે શિપિંગ ચાર્જ ચાર ડોલર છે જયારે વીસ ડોલર કે તેના કરતા વધુ કિંમતના ઓર્ડર પર શિપિંગ ચાર્જ સાત ડોલર છે શું ઓર્ડર ના કિંમત ને શિપિંગ ચાર્જ ના વિધેય તરીકે દર્શાવી શકાય આમ પ્રશ્ન છે ઓર્ડર ની કિંમત ને ઓર્ડર ની કિંમત ને શિપિંગ ચાર્જ ના વિધેય તરીકે દર્શાવી શકાય માટે અહીં કૌંસ માં લખીયે શિપિંગ ચાર્જ આમ જો ઇનપુટ તરીકે શિપિંગ ચાર્જ હોય શિપિંગ ચાર્જ હોય તો શું આઉટપુટ તરીકે ઓર્ડર ની કોઈ એકજ ચોક્કસ કિંમત મળી શકે જેથી આ બાબત ને વિધેય સ્વરૂપે દર્શાવી શકાય આપણે હવે શિપિંગ ચાર્જ ની કિંમતને શિપિંગ ચાર્જ ની કિંમતને આ સંબંધ માં મુકવાની છે જેથી ઓર્ડરની કોઈ એક કિંમત ડોલરમાં મળે જેથી તેને વિધેય સ્વરૂપે દર્શાવી શકાય જો ઓર્ડર ની કિંમત એક કરતા વધુ મળે તો તે એક સંબંધ છે પણ તે વિધેય સ્વરૂપનો સંબંધ કહેવાય નહિ તો ચાલો તે વિષે વિચારીયે અહીં કઈ શક્ય કિંમતો મૂકી શકાય પ્રશ્ર્ન માં જુઓ કે શિપિંગ ચાર્જની બે શક્ય કિંમતો આપેલી છે તે ચાર ડોલર હોઈ શકે અથવા સાત ડોલર હોઈ શકે તો ચાલો વિચારીયે કે શું થાય છે જો ઇનપુટ તરીકે અહીં કિંમત ચાર ડોલર મુકીયે તો આ સંબંધમાં ચાર ડોલર કિંમત મુકીયે તો જુઓ આ વિધેયના નાનકડા બોક્સ આપણે કિંમત મૂકી તો તેના પરિણામ સ્વરૂપે આઉટપુટ શું મળે તેના સંદર્ભમાં ઓર્ડર ની કિંમત શું મળે જુઓ તો ચાર ડોલર શિપિંગ ચાર્જ હોય તો ઓર્ડરની કિંમત વીસ ડોલર કરતા ઓછી કોઈ પણ કિંમત હોઈ શકે તે એક ડોલર હોઈ શકે તે એકપોઇન્ટ પચાસ ડોલર હોઈ શકે તે સાત ડોલર હોઈ શકે વીસ ડોલરની મર્યાદામાં કોઈપણ કિંમત લઇ શકાય તે ઓગણીશ પોઇન્ટ નવ્વાણું ડોલર પણ હોઈ શકે સાત ડોલર શિપિંગ ચાર્જ માટે પણ આ રીતે જ વિચારી શકાય જો અહીં સાત ડોલર કિંમત મુકીયે તો અંનત કિંમતો મળી શકે અહીં મિલિયન ડોલર પણ મળી શકે આમ જો આ સંબંધમાં કિંમત સાત મુકીયે તો આપણે ચકાસી રહ્યા છીએ કે તે વિધેય સ્વરૂપે હોઈ શકે કે નહિ જો શિપિંગ ચાર્જ સાત ડોલર હોય તો પ્રશ્ર્ન મુજબ કહી શકાય કે ઓર્ડરની કિંમત વીસ ડોલર કે તેના કરતા વધુ હોવી જોઈએ તે વીસ ડોલર હોઈ શકે તે આઠ સો ડોલર પણ હોઈ શકે તે એક મિલિયન ડોલર પણ હોઈ શકે એટલે કે અહીં અંનત સુધી કિંમતો મળે આમ શિપિંગ ચાર્જ ની આ બે માન્ય કિંમતો માટે ઓર્ડરની અસંખ્ય કિંમતો હોઈ શકે આપણે ચોક્કસ કહી શકીયે નહિ કે આઉટપુટ તરીકે અહીં કઈ કિંમત મળશે જો કોઈ વ્યક્તિ તમને શિપિંગ ચાર્જ જણાવે તેના આધારે તેના ઓર્ડર ની રકમ શું હશે તે તમે કહી શકશો નહિ આમ આ વિધેય નથી ઓર્ડરની કિંમતને શિપિંગ ચાર્જ ના વિધેય તરીકે દર્શાવી શકાય નહિ આમ આપણો જવાબ છે ના