If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અનંત ઉકેલ મળે તેવા સમીકરણ બનાવતા

સલમાન સમીકરણ 4(x - 2) + x = 5x + __ ને પૂરું કઈ રીતે કરવું તે બતાવે છે જેથી તેના અનંત ઉકેલ છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આલેખની રીતે સમીકરણ યુગ્મને ઉકેવાનો પ્રયત્ન કરીએ તેઓ આપણને અહીં કહી રહ્યા છે કે સમીકરણ યુગ્મને ઉકેલો અને ઉકેલ શોધવા માટે નીચે આપેલા આલેખનો ઉપયોગ કરો તેઓ એ આપણને અહીં બે સમીકરણ આપ્યા છે પ્રથમ સમીકરણ y = -5x + 6 છે અને બીજું સમીકરણ y = 3x - 2 છે તો હવે આ બંને સમીકરણનો આલેખ દોરીએ પ્રથમ સમીકરણથી શરૂઆત કરીએ તમે જોઈ શકો કે આ પ્રથમ સમીકરણનું y અંતઃખંડ 6 છે તેના વિશે વિચારવાની બીજી રીત એ છે કે જયારે x = 0 હોય ત્યારે y = 6 થાય તો આપણે તે આલેખમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ હું આ પ્રથમ સમીકરણ માટે ભૂરી લીટીનો ઉપયોગ કરીશ તેથી જયારે x = 0 ત્યારે y = 6 બંને સમીકરણને ઢાળ અંતઃ ખંડ સ્વરૂપમાં લખવામાં આવ્યા છે આપણે જોઈ શકીએ કે અહીં આ પ્રથમ સમીકરણનો ઢાળ -5 છે ઢાળ એટલે yમાં થતો ફેરફાર છેદમાં xમાં થતો ફેરફાર તેનો અર્થ એથાય કે આપણે જયારે પણ એક એકમ x દિશામાં જઈએ ત્યારે પાંચ એકમ y દિશામાં નીચેની તરફ જઈશું કારણ કે અહીં આપણને -5 આપવામાં આવ્યું છેતો જયારે આપણે એક એકમ જમણી બાજુએ જઈએ ત્યારે 5 એકમ નીચે જઈશું માટે 1,2 ,3 ,4 ,5 માટે આ બિંદુને અહીં રાખીએ તમે તેને બીજી રીતે પણ કરી શકો તમે તેને કેટલીક કિંમતો લઈને તેને ચકાસી શકો જયારે x = 0 હોય ત્યારે y = 6 થાય ત્યારે x = 1 હોય ત્યારે -5 ગુણ્યાં 1 -5 થાય અને પછી તેમાં 6 ઉમેરીએ તો આપણને એક જ જવાબ મળે માટે y બરાબર પણ 1 થાય આમ આપણે આ ઉપરના સમીકરણનો આલેખ યોગ્ય રીતે દોર્યો છે હવે નીચેના સમીકરણનો આલેખ દોરીએ જેના માટે હું આ ગુલાબી લીટીનો ઉપયોગ કરીશ જયારે x = 0 હોય ત્યારે y = -2 થાય જયારે x = 0 ત્યારે y = -2 અને તેનો ઢાળ 3 છે એટલે કે જયારે આપણે જમણી બાજુ એક એકમ જેટલું જઈએ ત્યારે 3 એકમ જેટલું ઉપરની તરફ ખસીએ છીએ જયારે જમણી બાજુ એક એકમ જઈએ ત્યારે ઉપરની તરફ 1 ,2 ,3 એકમ જેટલું ખસીએ છીએ હવે આ બંને સમીકરણનો આલેખ અહીં આ બિંદુ આગળ છેડતો હોય એવું લાગે છે તે બિંદુ 1 ,1 છે પરિણામે આપણે x = 1 અને y = પણ 1 લઈશું તમે બંને સમીકરણમાં આ કિંમત મૂકીને તે ખરેખર બંને સમીકરણોને સંતોષે છે એવું બતાવી શકો તો હવે આપણે જવાબ ચકાસીએ.