If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકના બે સ્ટેપના સમીકરણ

દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકવાળા સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો તે શીખો।આ વિડિઓમાં દર્શાવેલ સમીકરણને "બે સ્ટેપ" નું સમીકરણ કહી શકાય કારણકે તેઓ ઉકેલ મેળવવા માટે બે પગલાં લે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અપૂર્ણાંક અને દશાંશને સમાવતા સમીકરણને ઉકેલવાનો મહાવરો કરીએ અહીં આ સમીકરણમાં અપૂર્ણાંકનો સમાવેશ થાય છે આપણી પાસે માઇનસ 1 /3 = j ભાગ્યા 4 ઓછા 10 ભાગ્યા 3 છે આપણી પાસે -1/3 = j/4-10/3 છે તમે વિડિઓ અટકાવો અને આ j માટે ઉકેલવાનો પ્રયત્ન કરો j ની કઈ કિંમત આ સમીકરણને સાચું બનાવે હવે આપણે તે સાથે મળીને કરીશું આ પ્રકારના પ્રશ્નમાં સૌ પ્રથમ તમે જે ચલ માટે ઉકેલવા માંગો છો તેને એક બાજુએ અલગ કરો અહીં આપણી પાસે j જમણી બાજુએ છે તેથી j ધરાવતા પદને જમણી બાજુએ લાવીએ અને તેના સિવાયના બાકીના બધા જ પદને ડાબી બાજુએ લાવીએ જો મારે આ બાજુએથી 10 /3 ને દુર કરવું હોય તો હું અહીં 10 /3 ને ઉમેરી શકું પરંતુ હું ફક્ત આ એક જ બાજુએ કરી શકું નહિ જો હું તે પ્રમાણે કરું તો હવે આ સમીકરણ સાચું રહેશે નહિ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે નહિ તેથી હું જે કઈપણ એક બાજુ કરું તે મારે બીજી બાજુએ કરવું જ પડે તેથી આપણે બંને બાજુ 10 /3 ને ઉમેરીએ અને હવે આપણને શું મળે અહીં ડાબી બાજુ આપણી પાસે -1 /3 + 10 /3 છે જેના = 9 /3 થાય આપણને સમીકરણની જમણી બાજુએ શું મળે અહીં આ બંને કેન્સલ થઇ જશે તેથી આપણી પાસે ફક્ત j /4 બાકી રહે હવે તમે કદાચ ઓળખી ગયા હશો કે 9 /3 એ 9 ભાગ્યા 3 ને સમાન જ થાય માટે અહીં આના બરાબર 3 થશે આપણે તેનું થોડું સાદુંરૂપ આપ્યું હવે આપણી પાસે 3 બરાબર j /4 છે જો મારે j માટે ઉકેલવું હોય તો હું સમીકરણની બંને બાજુ 4 વડે ગુણાકાર કરી શકું જો હું કંઈકનો 4વડે ભાગાકાર કરું અને પછી 4 વડે ગુણાકાર કરું તો મારી પાસે ફક્ત તે કંઈક બાકી રહે જો હું j ભાગ્યા 4 થી શરૂઆત કરું અને પછી તેનો ગુણાકાર 4 સાથે કરું તો જમણી બાજુએ મારી પાસે ફક્ત જ બાકી રહે પરંતુ હું ફક્ત જમણી બાજુએ જ 4 વડે ગુણાકાર કરી શકું નહિ મારે તે ડાબી બાજુએ પણ કરવું પડે તેથી આપણે અહીં ડાબી બાજુ પણ 4 વડે ગુણાકાર કરીશુ હવે ડાબી બાજુ 4 ગુણ્યાં 3 12 થશે અને જમણી બાજુ આ બંને 4 કેન્સલ થઇ જાય આપણી પાસે ફક્ત j બાકી રહે આમ j = 12 થાય સમીકરણ વિશે સૌથી સારી બાબત એ છે કે તમને સાચો જવાબ મળ્યો છે કે નહિ તે તમે ચકાસી શકો તમે અહીં j ની કિંમત 12 મૂકી શકો અને પછી જોઈ શકો કે -1 /3 = 12 /4 - 10 /3 થાય છે શું આ ખરેખર કામ કરશે 12 ભાગ્યા 4 એ 3 થશે અને હવે જો હું તેને છેદમાં 3 તરીકે લખવા માંગતી હોવ તો તે 9/3 થાય હવે 9 /3 - 10 /3 = ખરેખર -1 /3 થાય આમ આપનો જવાબ સાચો છે હવે આપણે વધુ એક ઉદા જોઈએ અહીં મારી પાસે n /5 + 0 .6 = 2 છે તો સૌ પ્રથમ આપણે n ધરાવતા આ પદને અલગ કરીએ અહીં ડાબી બાજુ 0 .6 ને દૂર કરે તેથી આપણે ડાબી બાજુથી 0 .6 ને બાદ કરીશું પરંતુ તે આપણે ફક્ત ડાબી બાજુએ કરી શકીએ નહીં જો આપણે ક્ષમતા જાળવી રાખવી હોય તો તે આપણે બંને બાજુ કરવું પડે તેથી આપણે જમણી બાજુથી પણ 0 .6 ને બાદ કરીશું હવે સમીકરણની ડાબી બાજુ અહીં આ દૂર થઇ જશે અને આપણી પાસે n /5 બાકી રહે સમીકરણની જમણી બાજુ 2 -0 .6 બાકી રહે જેના બરાબર 1 .4 થાય હવે જો તમે આ ગણતરી તમારા મનમાં જેતે જ ન કરી શકતા હોવ તો તમે તેને લખીને પણ ગણી શકો 2 .0 ઓછા 0 .6 તમે અહીં આને 20 દશાંશ - 6 દશાંશ તરીકે પણ જોઈ શકો જેના બરાબર 14 દશાંશ થાય જે મેં અહીં લખ્યું છે પરંતુ જો તમે તેને પરંપરાગત રીતે કરવા માંગતા હોવ તો આપણે અહીંથી 1 એકમને લઇ શકીએ અને પછી તે એક એકમને 10 દશાંશ તરીકે લખી શકાય હવે 10 દશાંશ - 6 દશાંશ બરાબર 4 દશાંશ થાય 1 એકમ ઓછા 0 એકમ બરાબર 1 એકમ થાય આપણે અહીં તે જ જવાબ મેળવ્યો છે હવે આપણે n માટે ઉકેલી શકીએ અહીં n નો 5 વડે ભાગાકાર કર્યો છે જો મારે આ 5 ને દૂર કરવા હોય તો મારે તેનો ગુણાકાર 5 સાથે કરવો પડે 5 ગુણ્યાં તેથી હુંઅહીં 5 વડે ગુણાકાર કરીશ 5 ગુણ્યાં n /5 = n જ થાય પરંતુ હું તે ફક્ત ડાબી બાજુ કરી શકું નહિ મારે તે જમણી બાજુ પણ કરવું પડે તેથી અહીં પણ હું 5 વડે ગુણાકાર કરીશ અહીંથી આ દૂર થઇ જશે તો હવે આપણને n =શું મળે n =1.4 ગુણ્યાં 5 થાય તમે તેની ગણતરી મનમાં પણ કરી શકો અથવા લખીને પણ કરી શકો 1 .4 ગુણ્યાં 5 5 ગુણ્યાં 4 20 થાય અને પછી 5 ગુણ્યાં 1 5 + 2 7 થાય જો આપણે આ બંને સંખ્યાઓને જોઈએ તો અહીં દશાંશ ચિન્હની જમણી બાજુ 1 અંક છે તેથી આપણા જવાબમાં પણ દશાંશ ચિન્હની જમણી બાજુ એક અંક આવશે આમ n =7 .0 અથવા 7 થાય તમે અહીં આ જવાબને ચકાસી શકો 7 ભાગ્યા 5 1 .4 થશે અને પછી તેમાં 0 .6 ને ઉમેરીએ તો આપણને જવાબ 2 મળે આપણે વધુ એક ઉદા જોઈએ 0 .5 ગુણ્યાં આ આખી રાશિ r + 2 .75 = 3 આને ઉકેલવા માટેની ઘણી બધી રીત છે જયારે પણ તમે આ પ્રકારના પ્રશ્નને જુઓ ત્યારે તમે સૌ પ્રથમ કદાચ આ 0 .5 નું વિભાજન કરવા માંગો પરંતુ તે ગણતરી કદાચ લાંબી થઇ શકે તમારે અહીં 0 .5 અને 2 .75 નો ગુણાકાર કરવો પડે જો તમે તે ગુણાકાર સાચી કરો તો જ તમને આ rની સાચી કિંમત મળે પરંતુ જો આપણે સરળ રીત વિશે વિચારીએ તો અહીં સૌ પ્રથમ બંને બાજુ 0 .5 વડે ભાગાકાર કરીએ તેથી આપણે સમીકરણની બંને બાજુ 0 .5 વડે ભાગાકાર કરીએ આ પ્રમાણે તો અહીં ડાબી બાજુ આ બંને ઉડી જશે અને જમણી બાજુ મારી પાસે પૂર્ણાંક સંખ્યા બાકી રહે 3 ભાગ્યા 0.5 6 થાય તે 3 ભાગ્યા 1/2ને સમાન જ છે 3 માં કેટલા 1/2ને સમાવી શકાય 3માં 6 જેટલા 1/2ને સમાવી શકાય તેથી અહીં આના બરાબર 6 થશે અને હવે આ આખા સમીકરણનું સાદુંરૂપ r +2.75 = 6 થાય હવે જો મારે આ rને અલગ કરવો હોય તો અહીંથી 2 .75ને દૂર કરવા પડે તેથી ડાબી બાજુથી હું 2 .75 ને બાદ કરીશ આ પ્રમાણે પરંતુ આપણે ફક્ત ડાબી બાજુએ કરી શકીએ નહિ જો આપણે ક્ષમતાને જાળવી રાખવી હોય આપણે તે જમણીબાજુએ થી પણ કરવું પડે તેથી આપણે અહીંથી પણ 2 .75ને બાદ કરીએ અહીંથી આ બંને ઉડી જશે અને ડાબી બાજુ આપણી પાસે ફક્ત r બાકી રહે હવે 6 - 2 .75 શું થાય તમે તે ગણતરી મનમાં જ કરી શકો 6 - 2 4 થશે અને પછી 4 માંથી 0.75ને બાદ કરીએ તો આપણી પાસે 3 .25 બાકી રહે જો તમને મનમાં ગણતરી ન ફાવે તો તમે આ પ્રમાણે લખીને પણ કરી શકો 6 .00 - 2 .75 આપણે 0 શતાંશ માંથી 5 શતાંશને દૂર કરી શકીએ નહિ તેથી આપણે આગળની સંખ્યા પરથી 1 શતાંશ લેવો પડશે પરંતુ અહીં આગળની સંખ્યામાં પણ એવું જ છે તેથી આપણે આ 6 એકમ માંથી એક એકમ લેવું પડશે જો હું અહીંથી 1 એકમને દૂર કરું તો મારી પાસે 10 દશાંશ બાકી રહે હવે જો હું અહીંથી 1 દશાંશને દૂર કરું તો મારી પાસે 9 દશાંશ બાકી રહે અને તે 1 દશાંશ 10 શતાંશ થશે 10 શતાંશ ઓછા 5 શતાંશ = 5 શતાંશ થાય 9 દશાંશ - 7 દશાંશ = 2 દશાંશ થાય અને પછી 5 - 2 3 થાય આમ અહીં આપણને જવાબ r = 3 .25 મળે છે તમે તેને ચકાસી પણ શકો 3 .25 + 2 .75 = 6 થાય અને પછી 6 ગુણ્યાં 0 .5 3 થાય આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે.