મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 10
Lesson 1: સજાતીય પદોને ભેગા કરવા- સજાતીય પદોને ભેગા કરવાનો પરિચય
- ઋણ સહગુણકો અને વિભાજન સાથે સજાતીય પદને ભેગા કરવા
- ઋણ સહગુણકો સાથે સજાતીય પદને ભેગા કરવા
- ઋણ સહગુણકો સાથે સજાતીય પદને ભેગા કરવા
- ઋણ સહગુણકો અને વિભાજન સાથે સજાતીય પદને ભેગા કરવા
- સંમેય સહગુણકો સાથે સજાતીય પદને ભેગા કરવા
- સંમેય સહગુણકો સાથે સજાતીય પદને ભેગા કરવા
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સજાતીય પદોને ભેગા કરવાનો પરિચય
આપણે સરવાળો મેળવવા માટે સરળ સરવાળામાં બધી જ સંખ્યાઓને સાથે ઉમેરવાનું શીખ્યા. બીજગણિતમાં, સંખ્યાઓને કેટલીક વાર ચલ સાથે જોડવામાં આવે છે. અને આપણે ખાતરી કરવાની જરૂર છે કે આપણે સંખ્યાને ઉમેરીએ તે પહેલાં ચલ અસમાન છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ધારો કે આપણી પાસે 2 સ્ટાર છે અહીં બે સ્ટાર લઈએ અને તેમાં વધુ 3 સ્ટાર ઉમેરતા હવે આપણી પાસે કુલ કેટલા સ્ટાર છે બે સ્ટાર દર્શાવે છે કે 1 સ્ટાર + વધુ એક સ્ટાર બે સ્ટારને બે ગણા સ્ટાર પણ કહી શકાય અને 3 સ્ટારને આપણે એક સ્ટાર + એક સ્ટાર અને + એક સ્ટાર તરીકે દર્શાવીએ હવે આનો કુલ સરવાળો થશે જો કે તમારા માટે તે ખુબ સહેલું છે 1 ,2 ,3 ,4 અને 5 સ્ટાર = 5 સ્ટાર હવે સ્ટારને બદલે આપણે બીજ ગણિતના નિયમ મુજબ x ચલ લઈએ ધારો કે આપણી પાસે 2x છે તમે તેને બે વખત x તરીકે પણ જોઈ શકો હવે તેમાં બીજા 3x ઉમેરીએ હવે આપણી પાસે કુલ કેટલા x છે ફરી વાર 2x એટલે 2 વખત x x + x x ની કિંમત શું છે તે આપણે જાણતા નથી પણ જે કઈ કિંમત હોય તેનો બે વખત સરવાળો અને 3x એટલે તેની એક વખય કિંમત + તેની બીજી વખત કિંમત અને + તેની ત્રીજી વખત જે કિંમત હોય તે આમ હવે આપણી પાસે કુલ કેટલા x છે જુઓ 1 ,2 ,3 ,4 અને 5x માટે 2x + 3x = 5x જુઓ કે અહીં x સાથે જે સંખ્યા ગુણાયેલી છે તેનો જ આપણે સરવાળો કર્યો છે અને આ સંખ્યા 2 અને 3 ને તેના સહગુણક તરીકે ઓળખવામાં આવે છે ચાલ સાથે ગુણાયેલ અચલ સંખ્યાને તેનો સહગુણાક કહેવાય છે આમ 2 અને 3 નો સરવાળો કરતા આ 5x મળે મૂળ સમીકરણ પર પાંચ આવીએ 2 સ્ટાર + 3 સ્ટાર ધારો કે તેમાં આપણે 7 સ્માઈલી ઉમેર્યા 7 સ્માઈલી + 2 સ્ટાર + 3 સ્ટાર + બીજા બે સ્માઈલી હવે આ આખું પદ શું દર્શાવે છે આપણે આ 7 માં આ બે આ ત્રણ અને આ 2 ઉમેરીશું નહિ આપણે અહીં જુદી જુદી વસ્તુઓ ઉમેરી રહ્યા છીએ 2 સ્ટાર + 3 સ્ટાર તેનું સાદુંરૂપ આપતા હજુ પણ 5 સ્ટાર જ થાય હવે આ સ્માઈલી વિશે અલગથી વિચારીએ આપણી પાસે 7 સ્માઈલી છે અને તેમાં બીજા બે સ્માઈલી ઉમેરતા કુલ 9 સ્માઈલી થાય આમ + 9 સ્માઈલી આમ સાદુંરૂપ મળ્યું 5 સ્ટાર + 9 સ્માઈલી તે જ રીતે અહીં ફક્ત 2x અને 3x ને બદલે 7y + 2x + 3x + 2y હોય તો હવે આપણને શું મળે આ x અને y વાળા પદોનો એક સાથે સરવાળો કરી શકાય નહિ તેનો બંને અલગ અલગ સંખ્યા દર્શાવી રહ્યા છે માટે આપણે પહેલા બધા x વાળા પદોનો સરવાળો કરીએ માટે 5x અને પછી y વાળા પદોનો સરવાળો જે 7y + 2y = 9y મળે કોઈ 7 વસ્તુ અને તેવી જ બીજી બે વસ્તુ બરાબર તે પ્રકારની 9 વસ્તુ થાય આમ કુલ 9y થાય જુઓ કે આપણે આ બંને પદનો સરવાળો કર્યો જેથી આ પદ મળ્યું તેમ જ બંને x વાળા પદોનો સરવાળો કરતા આ પદ મળ્યું આશા રાખું છું કે તમે સમજી ગયા હસો વધુ એક બાબત વિશે સમજવું ધારો કે આપણી પાસે 2x + 1+ 7x + 5 હોય તો શું મળે તમે કદાચ કહેશો કે આ 2 અને આ એક નો સરવાળો કરી પણ તે બંને જુદા પદ છે આ 2x છે જયારે આ ફક્ત 1 છે આમ આપણે x વાળા પદ સાથે x વાળા પદનો જ સરવાળો કરી શકીએ જુઓ કે આ 2x અને તેમાં 7x ઉમેરતા આપણને મળે 9x અને આ બે અચલ પદનો સરવાળો કરતા 1 + 5 = 6 9x + 6