જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

સંમેય સહગુણકો સાથે સજાતીય પદને ભેગા કરવા

સજાતીય પદોને ભેગા કરીને બીજગણિતીય પદાવલિને ફરીથી લખતા શીખો. આ વીડિયોમાં જે પદાવલિ છે તેમાં સહગુણક તરીકે દશાંશ સંખ્યા અને અપૂર્ણાંક છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં એક વિચિત્ર સમીકરણ આપેલ છે જેમાં અમુક અટપટી સંખ્યાઓ છે વિડિઓ અટકાવીને પહેલા જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો ચાલો હવે સાથે ગણિયે આપણી પાસે અહીં માઇનસ પાંચ પોઇન્ટ પંચાવન ઓછા આઠ પોઇન્ટ પંચાવન સી વતા ચાર પોઇન્ટ પાંત્રીસ સી છે સૌપ્રથમ આ બંને સી વાળા પદ ને જોડીને એક પદ બનાવીયે માઇનસ આઠ પોઇન્ટ પંચાવન વતા ચાર પોઇન્ટ પાંત્રીસ ગુણ્યાં સી જુઓ બંનેના સહગુણકો નો સરવાળો કર્યો છે અને આગળ છે માઇનસ પાંચ પોઇન્ટ પંચાવન વચ્ચે વતા ની નિશાની મુકતા હવે માઇનસ આઠ પોઇન્ટ પંચાવન વતા ચાર પોઇન્ટ પાંત્રીસ ગણતરી કઈ રીતે કરીયે તે વિષે વિચારવા માટે એક કરતા વધુ રીતો છે એક રીતે જોઈએ તો માઇનસ કૌંસ માં આઠ પોઇન્ટ પંચાવન ઓછા ચાર પોઇન્ટ પાંત્રીસ હવે આ બંને ની બાદબાકી કરતા માઇનસ કૌંસમાં આઠ ઓછા ચાર બરાબર ચાર અને પંચાવન સતાઉન્સ ઓછા પાંત્રીસ સતાઉન્સ બરાબર મળે વિસ સતાઉન્સ આમ તે થશે ચાર પોઇન્ટ વિસ તેને ચાર પોઇન્ટ બે તરીકે પણ લખી શકાય માટે આ આખા પદ ની જગ્યાએ માઇનસ ચાર પોઇન્ટ બે લખીયે અહીં લખીયે માઇનસ પાંચ પોઇન્ટ પંચાવન વતા માઇનસ ચાર પોઇન્ટ બે સી લખવાને બદલે આપણે ફક્ત માઇનસ ચાર પોઇન્ટ બે સી પણ લખી શકીયે વતે ઓછે ઓછા આમ તે થઇ ગયું વધુ સાદુંરૂપ આપી શકાય નહિ આ અચલ પદ ને ચલ વાળા પદમાં ઉમેરી શકાય નહિ આમ આજ અંતિમ સાદુંરૂપ થશે ચાલો બીજું એક ઉદાહરણ લઈએ જુઓ વધુ એ વિચિત્ર સંખ્યાઓ ધરાવતું સમીકરણ આ દરેક પદ અપૂર્ણાંકમાં છે આપણી પસે બે ના છેદ માં પાંચ એમ ઓછા ચાર ના છેદ માં પાંચ ઓછા ત્રણ ના છેદ માં પાંચ એમ છે હવે તેનું સાદુંરૂપ કઈ રીતે આપીયે ચાલો બંને એમ વાળા પદને એક પદ તરીકે લખીયે પહેલા તેને ક્રમ બદલીને લખીયે બેના છેદમાં પાંચ એમ ઓછા ત્રણના છેદમાં પાંચ એમ ઓછા ચાર ના છેદ માં પાંચ આપણે અહીં ક્રમ બદલીને લખ્યું છે જુઓ અહીં બંને એમ વાળા પદ સાથે લખ્યા છે બંનેની બાદબાકી કરતા આમ બે ના છેદ માં પાંચ ઓછા ત્રણના છેદ માં પાંચ ગુણ્યાં એમ ઓછા ચાર ના છેદ માં પાંચ હવે આ બંને ની બાદબાકી કરતા શું મળે તે થશે માઇનસ એકના છેદ માં પાંચ એમ ઓછા ચારના છેદ માં પાંચ આમ તે થઇ ગયું તેનું વધુ સાદુંરૂપ આપી શકાય નહિ ચલ એમ વાળા પદ નો અચળ પદ સાથે સરવાળો કે બાદબાકી કરી શકાય નહિ માટે આ અંતિમ જવાબ થશે વધુ એક ઉદાહરણ લેતા અહીં એક કૌંસ આપેલ છે વિડિઓ અટકાવીને જાતે પ્રયત્ન કરી જુઓ ચાલો હવે સાથે ગણિયે પહેલા આ બેનું વિભાજન કરતા જેથી ત્રણ પદ મળશે અને તેમનો સરવાળો કે બાદબાકી કરી શકાય બેનું વિભાજન કરતા બે ગુણ્યાં એકના છેદમાં પાંચ એમ બરાબર બેના છેદમાં પાંચ એમ બે ગુણ્યાં માઇનસ બેના છેદમાં પાંચ બરાબર માઇનસ ચાર ના છેદ માં પાંચ અને છેલ્લે વતા ત્રણ ના છેદ માં પાંચ હવે વધુ આગળ સાદુંરૂપ કઈ રીતે આપીયે જુઓ આ બંને પદ માં ચલ નથી તે ફક્ત સંખ્યાઓ છે માટે તે બંને નો સરવાળો કે બાદબાકી કરી શકાય આમ માઇનસ ચારના છેદમાં પાંચ વતા ત્રણના છેદ માં પાંચ નું સાદુંરૂપ આપતા જુઓ માઇનસ ચાર વતા ત્રણ નું શું થાય તે થશે માઇનસ એક એટલેકે માઇનસ એકના છેદમાં પાંચ અને આગળનું પદ છે બે ના છેદમાં પાંચ એમ આમ તે થઇ ગયું જેટલું શક્ય હતું તેટલું આપણે સાદું રૂપ આપી દીધું