મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
યામ સમતલ પર પેટર્નનું આલેખન કરવું
સેલ કોષ્ટકનો ઉપયોગ કરીને પેટર્ન પૂર્ણ કરે છે અને પછી પરિણામને યામ સમતલ પર આલેખે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે શીખી ગયા કે જ્યારે 10 સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે શું થાય? ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા 53 લઈએ અને પછી તેનો ગુણાકાર 10 સાથે કરીએ,જો તમે 10 વડે ગુણાકાર કરો તો અહીં આ બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે માટે આપણને અહીં જવાબ તરીકે 530 મળશે,530 આ ફક્ત તમારા માટે પુનરાવર્તન છે, તમે અહીં જોઈ શકો કે જે અંક દશકના સ્થાને હતો તે હવે એક સ્થાન ડાબી બાજુ ખસે છે તે હવે 100 ના સ્થાને છે અને જે અંક એકમના સ્થાને હતો તે હવે એક સ્થાન ડાબી બાજુએ ખસે છે અને દશકના સ્થાને છે,હવે જો આપણે 10 વડે ભાગાકાર કરીએ તો આનાથી વિરુદ્ધ જોવા મળશે, ઉદાહરણ તરીકે, આપણે અહીં 120 ભાગ્યા 10 કરીએ, આ પ્રમાણે, તમે તેને 120 ગુણ્યા 1 ના છેદમાં 10 પણ કહી શકો,120 ગુણ્યાં 1 ના છેદમાં 10 તો અહીં આનો જવાબ શું આવે? અહીં આ પરિસ્થિતિમાં બધા જ અંકો એક સ્થાન જમણી બાજુએ ખસે છે, કંઈક આ પ્રમાણે, માટે જે અહીં દશકના સ્થાને છે તે હવે એકમના સ્થાને આવશે અને જે અહીં 100 ના સ્થાને છે તે અહીં દશકના સ્થાને આવે, આમ,આપણને આનો જવાબ 12 મળે,આ ફક્ત પુનરાવર્તન હતું પરંતુ હવે આપણે આ સમજને વિસ્તૃત બનાવીએ,આપણે એવી સંખ્યાઓ વિશે વિચારીએ જેની સ્થાનકિંમત 1 કરતા ઓછી હોય છે એટલે કે આપણે હવે દશાંશ સંખ્યાઓ સાથે કામ કરીએ તો હવે આપણે જોઈએ કે 3.015 ગુણ્યા 10 નો જવાબ શું આવે? તે શોધી શકાય કે નહીં? તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો,અહીં પણ તે જ સમાન બાબત થાય બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે તો આપણી પાસે અત્યારે અહીં આ 3 એકમના સ્થાને છે, શૂન્ય દશાંશના સ્થાને છે, અહીં આ 1 શતાંશના સ્થાને છે અને આ 5 સહસ્ત્રાંશના સ્થાને છે પરંતુ હવે આ બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે,અહીં 3 એકમના સ્થાને છે પરંતુ તે હવે દશકના આવશે તે 1 એકમ ડાબીબાજુએ ખસે છે માટે અહીં 3 લખીએ,અહીં આ 3 દશકના સ્થાને છે,આ સંખ્યામાં શૂન્ય દશાંશના સ્થાને છે તે પણ હવે એક સ્થાન ડાબી બાજુએ ખસે તે હવે એકમના સ્થાને આવશે માટે આ શૂન્ય હવે એકમના સ્થાને છે,આપણે અહીં દશાંશ ચિન્હ મૂકીશું તો હવે અહીં દશાંશના સ્થાને શું આવે? તેવી જ રીતે શતાંશના સ્થાને શું આવશે? અને હું અહીં સહસ્ત્રાંશનું પણ સ્થાન લખીશ,હવે અહીં આ એક જે શતાંશના સ્થાને છે તે એક સ્થાન ડાબી બાજુએ ખસીને દશાંશના સ્થાને આવશે,આ પ્રમાણે અને સહસ્ત્રાંશને સ્થાને 5 છે તે પણ એક સ્થાન ડાબીબાજુએ ખસીને શતાંશના સ્થાને આવે તેથી અહીં 5 લખીશું,તમે અહીં સહસ્ત્રાંશના સ્થાને 0 લખી શકો પરંતુ તે આપણી સંખ્યાને બદલતું નથી તેથી હું તેને આ જ પ્રમાણે રાખીશ,આમ તમે અહીં જોઈ શકો કે બધા જ અંકો એક સ્થાન ડાબી બાજુએ ખસે છે પરિણામે આપણને આનો જવાબ 30.15 મળે, 30.15, હવે આપણે બીજી રીતે વિચારીએ તો જો હું 67.5 લઉં 67.5 અને પછી તેનો ભાગાકાર 10 વડે કરું તો? અથવા હું આ સંખ્યાનો ગુણાકાર 1 ના છેદમાં 10 વડે કરું તો? તમે વિડિઓ અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો અને હવે અહીં બધા જ અંકો એક સ્થાન જમણી બાજુએ ખસે માટે અહી આ 6, હવે એકમના સ્થાને જાય ત્યારબાદ આ 7 દશાંશના સ્થાને જાય અને આ 5 શતાંશના સ્થાને જાય, હવે આપણે તેને લખીએ,અહીં આ 6 એકમના સ્થાને જશે ત્યારબાદ દશાંશ ચિન્હ મૂકીએ,ત્યારબાદ આ 7 દશાંશના સ્થાને જાય અને આ 5 શતાંશના સ્થાને જાય,આમ,આપણને અહીં જવાબ તરીકે 6.75 મળે છે.