If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્કૂલ રિપોર્ટ

સૌપ્રથમ આ વ્યવહારિક પ્રશ્નને જુઓ પછી જવાબ મેળવવા માટે દશાંશ અને અપૂર્ણાંકની બાદબાકી અને ગુણાકાર કરો. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જુલી વર્ડ પ્રોસેસરમાં શાળાના અહેવાલ પર કામ કરી રહીછે તે 13.09 સેમી પહોળી આકૃતિને એવી રીતે મુકવા માંગે છે જેથી તેને પૃષ્ઠની મધ્યમાં જોઈ શકાય પૃષ્ઠનીપહોળાઈ 21.59 સેમી છે તેણે ડાબી બાજુ કેટલી જગ્યા છોડવી જોઈએ જેથી આકૃતિ મધ્યમાં આવે ચાલો જોઈએ કે શું થઇ રહ્યું છે આપણી પાસે એક પૃષ્ઠ એટલે કે એક પેઈજ છે જે 21.59 સેમી પહોળું છે આમ અહીં જે અંતર છે તે 21.59 સેમી છે હવેહું અહીં એક પૃષ્ઠ દોરું છું જેની પહોળાઈ છે 21.59 સેમી જુઓ આ એક પેઈજ છે જેની પહોળાઈ 21.59 સેમી છે અને પછી કહ્યું છે કે તે પૃષ્ઠની મધ્યમાં આકૃતિ મુકવા માંગે છે તે આકૃતિને હું આ રીતે દર્શાવી રહ્યો છું જેથી તે પૃષ્ઠની મધ્યમાં આવે આ એક આકૃતિ છે જેની પહોળાઈ 13.09 સેમી આ પહોળાઈ ધરાવતી આકૃતિ પૃષ્ઠની મધ્યમાં મુકવાની છે હવે પ્રશ્ન છે કે તેણે ડાબી બાજુ કેટલી જગ્યા છોડવી જોઈએ જેથી આકૃતિ મધ્યમાં આવે તેઓ ખરેખર એમ પૂછી રહ્યા છે કે આ જે અંતર છે એ કેટલું હોવું જોઈએ કે જેથી આકૃતિને મધ્યમાં મૂકી શકાય અને મહત્વની વાત એ છે કે આકૃતિ મધ્યમાં મુકવી હોય તો આ અંતર અને આ અંતર બંને સમાન હોવા જોઈએ જેથી આકૃતિ બિલકુલ વચ્ચે મળે આ જે અંતર છે તેટલું જ આ અંતર હોવું જોઈએ તો એના વિષે આપણે એ રીતે વિચારી શકીએ આ જે 21.59 સેમી છે તેમાંથી 13.09 સેમી બાદ કરીએ અને જો એમ કરીએ તો આપણે એ જાણી શકીશું આ બંને ભાગ ભેગા કરવાથી કેટલી જગ્યા થાય છે અને પછી તે જગ્યાને બે ભાગમાં વિભાજીત કરીશું અડધી જગ્યા જમણી તરફ અને અડધી જગ્યા ડાબી તરફ આપણે જોઈએ કે આ ડાબી તરફની જગ્યા અને જમણી તરફ ની જગ્યા ને ભેગી કરીએ તો કેટલી પહોળાઈ થાય તે માટે 21.59 માંથી 13.09 જેટલી જગ્યા બાદ કરીએ અને તેમ કરવાથી આપણને મળે 8.50 સેમી આ 8.50 સેમી છે તે ડાબી બાજુ અને જમણી બાજુની કુલ પહોળાઈ છે આ અને આ અંતર બંને સમાન છે અને હવે જોએ જાણવું હોય કે આ ડાબી બાજુ કેટલી જગ્યા છોડવાની છે જેથી આકૃતિ મધ્યમાં મળે તો આ જે પહોળાઈ મળી છે તેના બે સરખા ભાગ કરવા પડે તે માટે આપણે તેણે 2 વડે ભાગવા પડે જો આ 8.50 ને 2 વડે ભાગીએ અથવા 1/2 વડે ગુણીએ તો 8.50 ના અડધા આપણને મળે 4.25 સેમી માટે જો આ આકૃતિ ને બિલકુલ વચ્ચે મુકવી હોય તો આ બાજુ 4.25 સેમી જેટલી જગ્યા છોડવી પડે તેજ રીતે અહીં પણ 4.25 સેમી ની જગ્યા છોડવી પડે જુઓ 4.25 સેમી માં 4.25 સેમી ઉમેરીએ તો આપણને 8.50 સેમી મળે અને પછી તેને 13.09 માં ઉમેરીએ તો આપણને આખા પેઈજ એટલે કે પૃષ્ઠની કુલ પહોળાઈ મળે અહીં જે પ્રશ્ન છે કે ડાબી બાજુ એ તેને કેટલી જગ્યા છોડવી જોઈએ જેથી આકૃતિ મધ્યમાં આવે તો આપણો જવાબ છે 4.25 સેમી