મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 8
Lesson 2: સંમેય સંખ્યાઓનો વ્યવહારિક પ્રશ્ન- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્કૂલ રિપોર્ટ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કોસ્મેટિક
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કેબ
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કમ્પ્યૂટર
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્ટોક
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: એકાઉન્ટ તપાસવું
- સંમેય સંખ્યાઓનો વ્યવહારિક પ્રશ્ન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કોસ્મેટિક
માપનનો એકમ યાદ છે? મિનિટને કલાકમાં ફેરવો અને આ વ્યવહારિક પ્રશ્નમાં કામ કરવા માટે તમારી અપૂર્ણાંકની માહિતીનો ઉપયોગ કરો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જેસીકાએ હાલમાં કુદરતી ઘતાકોમાંથી સોંદર્ય પ્રસાધનો બનાવવાનો વ્યવસાય શરુ કર્યો છે તે આસ પાસ ના લોકો ને પોતાના ઉત્પાદન ના નમુના આપીને જાહેરાત કરવા માંગે છે તેને ગણતરી કરી કે નમુના નું એક પેકેટ બનાવામાં તેને 2 મિનીટ લાગે છે જો તે પોતાના 7 મિત્રોની મદદ લે તો નમૂનાના 1200 પેકેટ બનાવવામાં તેને કેટલ કલાક લાગે અહી સમય મિનીટ માં આપેલ છે અને જવાબ કલાક માં મેળવવા નો છે એક રીતે વિચારીએ તો તેને જાતે કામ કરવામાં કેટલો સમય લાગે તેને એક પેકેટ તૈયાર કરતા 2 મિનીટ નો સમય લાગે છે માટે અહી લખીએ 2 મિનીટ પ્રતિ પેકેટ અને અહી 1200 પેકેટ ની વાત છે 1200 માંથી દરેક પેકેટ માટે 2 મિનીટ નો સમય લાગે છે અને અહી 1200 પેકેટ ની વાત છે 1200 પેકેટ એટલે કે 2 ગુણ્યા 1200 બરાબર 2400 મિનીટ જેટલો કુલ સમય લાગશે 2400 મિનીટ આમ જો તે એકલા હાથે કામ કરે તો તેને એટલો સમય લાગે પણ તેને તેના 7 મિત્રો ની મદદ લીધી અને આપણે ધરી લઈએ કે તે દરેક પણ એક પેકેટ બનાવવા માં 2 મિનીટ નો સમય લે છે હવે આ બાબત થોડો વિચાર માંગીલે તેવી છે તમે કદાચ કેહ્શો કેઆ સમયનો 7 વડે ભાગાકાર કરીએ પણ જુઓ તેને 7 મિત્રોની મદદ લીધી છે આમ ખરેખર હવે તે કામ માં 8 લોકો જોડાયેલા છે જેસિકા અને તેના 7 મિત્રો આમ જેસિકા એકલા હાથે કામ કરે તેના કરતા હવે 8 ગણી વધારે ઝડપ થી કામ થશે એક વ્યક્તિ કામ કરે તો આટલો સમય લાગે અને જો 8 લોકો કામ કરે તો આઠમાં ભાગ જેટલો સમય લાગે આમ 2400 ભાગ્યા 8 બરાબર 300 મિનીટ જેટલો સમય લાગશે મિનીટ માં જવાબ મળી ગયો પણ પ્રશ્ન માં કહ્યું છે કે તેને કેટલા કલાક લાગે આમ 300 મિનીટ એટલે કેટલા કલાક આપણે જાણીએ છે કે એક કલાક માં 60 મિનીટ હોઈ છે માટે અહી લખીએ 300 મિનીટ ભાગ્યા 60 મિનીટ પ્રતિ કલાક આમ 300 ભાગ્યા 60 બરાબર 5 કલાક આમ જેસિકા અને તેના 7 મિત્રો મળી ને કુલ 8 લોકો ને નમુના ના 1200 પેકેટ બનાવામાં 5 કલાક જેટલો સમય લાગે