મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 8
Lesson 2: સંમેય સંખ્યાઓનો વ્યવહારિક પ્રશ્ન- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્કૂલ રિપોર્ટ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કોસ્મેટિક
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કેબ
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: બરફ
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કમ્પ્યૂટર
- સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: સ્ટોક
- સંમેય સંખ્યા શાબ્દિક કોયડા: એકાઉન્ટ તપાસવું
- સંમેય સંખ્યાઓનો વ્યવહારિક પ્રશ્ન
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંમેય સંખ્યાનો વ્યવહારિક પ્રશ્ન: કમ્પ્યૂટર
આ વ્યવહારિક પ્રશ્નમાં, આપણે પૂર્ણાંકના ગુણોત્તરનો ઉપયોગ કરીને બે વાસ્તુના વજનની સરખામણી કરીશું. આપણે અપૂર્ણાંકોને સાદુંરૂપ આપવાનો પણ મહાવરો કરીશું. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
વર્ષ 1944 માં કમ્પ્યુટર નું વજન 4500 કિલોગ્રામ જેટલું હતું આધુનિક લેપટોપ નું વજન 2.7 કિલોગ્રામ જેટલું હોય છે વર્ષ 1944 ના કમ્પ્યુટર અને આધુનિક લેપટોપના વજન નો ગુણોત્તર શોધો તમારો જવાબ બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર તરીકે દર્શાવો અહીં કહ્યું છે તે મુજબ વર્ષ 1944 ના કમ્પ્યુટર અને આધુનિક લેપટોપના વજન નો ગુણોત્તર શોધવાનો છે વર્ષ 1944 ના કમ્પ્યુટરના વજન ની વાત કરીએ તો તે 4500 કિલોગ્રામ આપેલ છે અને આધુનિક લેપટોપ નું વજન છે 2.7 કિલોગ્રામ આ આપણને તેનો ગુણોત્તર મળ્યો પણ તે પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે નથી અહીં કહ્યું છે કે તમારો જવાબ બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર તરીકે દર્શાવો અહીં 4500 એ એક પૂર્ણાંક સંખ્યા છે પણ 2.7 એ પૂર્ણાંક સંખ્યા નથી તો 2.7 ને પૂર્ણાંક સંખ્યા બનાવવા આ દશાંશ સ્થળ ને એક સ્થાન જમણી તરફ ખસેડવું પડે અથવા બીજી રીતે કહીએ તો તેનો 10 સાથે ગુણાકાર કરવો પડે માટે 2.7 ને 10 સાથે ગુણીએ પણ ફક્ત છેદને 10 સાથે ગુણતા આ આખા ગુણોત્તર ની કિંમત બદલાઈ જાય છે માટે અંશ ને પણ 10 સાથે ગુણીએ આમ 10 ના છેદ માં 10 સાથે ગુણવાનો અર્થ એ છે કે આપણે એકસાથે ગુણાકાર કરી રહ્યા છીએ જેથી મૂળ કિંમત માં કોઈ ફેરફાર થશે નહિ 4500 ને 10 સાથે ગુણતા આપણને મળે છે 45000 અને છેદમાં 2.7 ને 10 સાથે ગુણીએ તો આપણને મળે 27 આમ 10 સાથે ગુણવાનો હેતુ એ જ હતો કે આ 2.7 માંથી આ પોઈન્ટ ને દુર કરી શકાય જેથી આપણને પૂર્ણાંક સંખ્યા મળે આમ હવે અંશ અને છેદમાં બંને પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કે આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ ના ગુણોત્તર તરીકે અહીં દર્શાવેલ છે આમ આપણે ગુણોત્તર મેળવી લીધો છે પણ આપણે હજુ વધુ સાદુરૂપ આપી શકીએ છીએ 45 એ 9 વડે વિભાજ્ય સંખ્યા છે અને 27 ને પણ 9 વડે ભાગી શકાય આમ અંશ અને છેદ ને 9 વડે ભાગતા અંશ માં આપણને મળે છે 45 ને 9 વડે ભાગીએ તો 5 મળે માટે અંશમાં થશે 5000 અને છેદમાં 27 ને 9 વડે ભાગીએ તો આપણને મળશે 3 આમ આપણે અહીં જવાબ મેળવી લીધો છે