મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
ટકા શોધવા
ટકા એટલે પ્રતિ-સો. 16 ના કેટલા ટકા 4 થાય તેવા પ્રશ્નો ઉકેલવા માટે માહિતીનો ઉપયોગ કરો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો ટકા શોધવાનો થોડો વધુ મહાવરો કરીએ એક પ્રશ્ન લખું છું 4 એ 16 ના કેટલા ટકા છે ? 4 એ 16 ના કેટલા ટકા છે ? વિડીયો અટકાવીને પ્રયત્ન કરી જુઓ જયારે આપણે એમ કહીએકે 4 એ 16 ના કેટલા ટકા છે ? તો તેનો અર્થ છે કે 4 એ 16 નો કેટલામો ભાગ છે આપણે અહીં ટકા શોધવાના છે એટલે કે પ્રતિ સો ની ગણતરી કરવાની છે માટે જો એમ કહીએ કે ચાર એ સોળનો કેટલામો ભાગ છે તો તેને આપણે ચારના છેદમાં સોળ તરીકે પણ દર્શાવી શકીએ જેને બરાબર એકના છેદમાં ચાર મળે આમ ચાર એ સોળનો એકચતુર્થાંસ ભાગ છે તેમ કહેવાય પણ તે આપણા પ્રશ્નનો જવાબ નથી આપણે તો ટકા શોધવાના છે માટે તેને ટકા સ્વરૂપે લખવા છેદમાં સો મળે તેવા સ્વરૂપે લખીએ કારણ કે ટકાનો અર્થ જ છે કે પ્રતિ સો અથવા સો માંથી ટકાને અંગ્રેજીમાં પરસેન્ટ કહેવાય જેમાં સેન્ટનો અર્થ છે એક સો સેન્ટ શબ્દ સેન્ચુરી પરથી ઉતરી આવ્યો છે જે એક સો દર્શાવતો શબ્દ છે આમ, પ્રતિ એક સો માટે અંશમાં પ્રશ્નાર્થચિહન મૂકીને છેદમાં મૂકીએ એક સો એક સો નો કેટલામો ભાગ ? તે વિશે વિચારવા માટે અલગ-અલગ રીતો છે જુઓ કે છેદમાં ચાર પરથી એક સો મેળવવા ચારનો પચ્ચીસ સાથે ગુણાકાર કરવો પડે માટે અંશમાં પણ પચ્ચીસ સાથે ગુણવું પડે જેથી આપણને સમઅપૂર્ણાંક મળે આમ એક ચતુર્થાંસ અને પચ્ચીસના છેદમાં એક સો એ સમઅપૂર્ણાંક છે પચ્ચીસના છેદમાં એક સોને બીજી રીતે પચ્ચીસ પ્રતિ સો પણ કહી શકાય એટલેકે સો માંથી પચ્ચીસ જેનો અર્થ છે પચ્ચીસ ટકા હવે બીજી રીતે વિચારીએ ચારના છેદમાં સોળ એટલે કે ચાર ભાગ્યા સોળ અહીં ભાગાકાર કરીને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ જેને ટકામાં ફેરવવું ખુબ સરળ થઇ જાય છે આમ ચાર ભાગ્યા સોળ કરીએ ચારને સોળ વડે ભાગી શકાય નહિ માટે સોળ ગુણ્યાં શૂન્ય બરાબર શૂન્ય બાદ કરતા આપણને મળે ચાર ઉપરની સંખ્યા જ શેષ તરીકે મળી દશાંશ-અપૂર્ણાંક સ્વરૂપે જવાબ મેવવવા વધુ શૂન્યો ઉમેરવા પડશે માટે અહીં દશાંશચિહન મૂકીએ જેથી આપણને દશાંશમાં કિંમત મળશે અને અહીં થોડા શૂન્ય મૂકી દઈએદ શાંશ ચિહન મુકવાથી ખબર પડે કે આગળ આપણને દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ વગેરે કિંમતો મળશે આ શૂન્યને નીચે ઉતારીએ સોળ દુ બત્રીસ બાદબાકી કરતા આઠ મળે વધુ એક શૂન્ય ઉતારીએ આમ સોળ પંચામ એસી બાદ કરતાં શેષ શૂન્ય આમ તે થઇ ગયું ચારના છેદમાં સોળ એ શૂન્ય પોઇન્ટ પચ્ચીસને બરાબર છે અને શૂન્ય પોઇન્ટ પચ્ચીસને પચીસ શતાંશ પણ કહી શકાય. અથવા પચ્ચીસના છેદમાં સો પણ કહી શકાય. જેને બરાબર પચ્ચીસ ટકા લખી શકાય.