મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 9
Lesson 3: પ્રમાણસર સંબંધો ઓળખવાપ્રમાણસર સંબંધ: કેળાં
કેળાં ખાવા વિશે પ્રમાણસરતા કોયડો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આજે નટુ પાસે 100 કેળા છે જેમાંથી તે દરરોજ 2 કેળા ખાશે શું નટુ પાસે બાકી રહેતા કેળા ની સંખ્યાએ પસાર થયેલ દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે વિડીયો અટકાવીને પહેલા તમે જાતે પ્રયત્ન કરી જુઓ અહીં રસપ્રદ બાબત એ છે કે અહીં ખવાયેલા કેળાની સંખ્યા એ પસાર થયેલ દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે તેમ નથી પૂછ્યું તેને સમજવા માટે અહીં એક કોષ્ટક દોરીએ જેમાં હું 3 કોલમ બનવું છું અહીં પહેલા કોલમ માં લખીએ પસાર થયેલ દિવસોની સંખ્યા અને અહીં વચ્ચે ની હરોળમાં નટુ પાસે જે બાકી જે બાકી રહેલ કેળા છે તેની સંખ્યા લખું છું બાકી રહેલ કેળાની સંખ્યા અને અહીં આ બંને વચ્ચેનો ગુણોત્તર લઈએ આમ આ જે બીજી કોલમ છે તેને પહેલી કોલમ વડે ભાગીએ આમ બાકી રહેલ કેળા છેદમાં પસાર થયેલ દિવસો હવે આ ભાગાકાર કરવાનો હેતુ એ છે કે જેથી આપણે ચકાસી શકીએ કે અહીં સમપ્રમાણતા છે કે નહીં હવે આગળ જોઈએ કે જયારે એક દિવસ પસાર થશે ત્યારે તેની પાસે કેટલા કેળા રહેશે જુઓ તે એક દિવસમાં 2 કેળા ખાય છે આમ હવે તેની પાસે 98 કેળા બાકી રહેશે અને બાકી રહેલ કેળા તેમજ પસાર થયેલ દિવસો નો ગુણોત્તર લેવો હોયતો તે મળે 98/1 જેને બરાબર 98 જ મળે હવે જયારે 2 દિવસ પસાર થાયછે તો હવે તેની પાસે કેટલા કેળા બાકી રહે 2 વધુ કેળા ખવાઈ ગયા માટે હવે તેની પાસે 96 કેળા બાકી રહે હવે જો તેનો ગુણોત્તર લઈએ તો તે મળે 96/2 અને તેને બરાબર મળે 48 હવે જોઈ શકાય છે કે આ ગુણોત્તર સતત નથી તે દર બીજા દિવસે બદલાતો રહેછે આમ બાકી રહેલ કેળા અને પસાર થયેલ દિવસોનો ગુણોત્તર સમાન મળતો નથી માટે અહીં લખીએ કે સમપ્રમાણમાં નથી હવે કઈક જુદી બાબત માટે વિચારીએ જો તેઓએ બાકી રહેલ કેળાને બદલે ખવાયેલ કેળાની સંખ્યા નો પસાર થયેલ દિવસોની સંખ્યાનો ગુણોત્તર કહ્યું હોય તો તે સમપ્રમાણ હશે હા ચોક્કસ કારણકે ખવાયેલ કેળાની સંખ્યા જો આપણી પાસે હોય તો તે પસાર થયેલ દિવસ કરતા 2 ગણી થવી જોઈએ આમ અહીં તે 2 હોવા જોઈએ અને અહીં 4 હોવા જોઈએ અને પછી દર વખતે આ ગુણોત્તર મળશે 2 /1 એટલે કે 2 પરંતુ તેઓ આપણને આ બાબત વિષે કહી રહ્યા નથી તેઓ આપણને બાકી રહેલ કેળાની સંખ્યા અને પસાર થયેલ દિવસોની સંખ્યા ના પ્રમાણ વિશે પૂછી રહ્યા છીએ જેનો જવાબ છે કે તે સમપ્રમાણ માં નથી