મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 9
Lesson 3: પ્રમાણસર સંબંધો ઓળખવાપ્રમાણસર સંબંધ: ફિલ્મ ટિકિટ
ફિલ્મ જોવા જઈએ ત્યારે, તમે જે ટિકિટો ખરીદો છો તેના આધારે તમે પ્રમાણમાં ચૂકવણી કરો છો?
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
એક સિનેમાઘરમાં એક ટીકીટની કિંમત રૂ 150 અને પોપકોર્ન નું એક બોક્સ રૂ 70 નું છે તમે પોપકોર્ન ખરીદતા નથી કારણકે તમને લાગેછે તે ખુબ મોંઘુ છે તમે ટીકીટ માટે ચૂકવેલ કિંમત એ ખરીદેલ ટીકીટની સંખ્યાના સમપ્રમાણમાં છે ખુબ રસપ્રદ વિગત આપેલી છે આપણી પાસે અહીં આ પોપકોર્નના એક બોક્સની કિંમત છે અને પછી કહ્યું છે કે એ પોપકોર્ન આપણે ખરીદતા નથી તો એવું માની લઈએ કે આ જે કિંમત આપેલી છે એ ફક્ત આપણને ગુચાવવા માટે આપેલી છે અને આપણે એ જાણવાનું છે કે ટીકીટ માટે જે કિંમત ચૂકવી છે એ ખરીદેલ ટીકીટની સંખ્યાના સમપ્રમાણમાં આમ આપણે ટીકીટ ખરીદી રહ્યા છીએ પણ પોપકોર્ન ખરીદતા નથી અહીં જુઓ કે આપણે 1 ટીકીટ માટે 150 રૂ ચૂકવી રહ્યા છીએ તો તે સમ પ્રમાણમાં હોવું જોઈએ તેને સારી રીતે સમજવા અહીં એક કોષ્ટક દોરુછું અહીં લખીએ ખરીદેલ ટીકીટની સંખ્યા અને અહીં લખીએ કિંમત કુલ કિંમત આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે પોપકોર્ન ખરીદી રહ્યા નથી આમ જો આપણે 1 ટીકીટ ખરીદીએ તો અહીં આપેલ વિગત મુજબ તેની કિંમત 150 ચૂકવવી પડે જો 2 ટીકીટ ખરીદીએ તો તે 2 ગુણ્યા 150 એટલે ૩૦૦ રૂ જેટલી કિંમત થાય અને જો 3 ટીકીટ ખરીદીએ તો 3 ગુણ્યા 150 તો તે થશે ૪૫૦ અને હવે જો કિંમત અને ટીકીટ વચ્ચેની સંખ્યાનો ગુણોત્તર જોવો હોય અહીં લખીએ ટીકીટની સંખ્યા આમ તે ગુણોત્તર ની કિંમત હંમેશા 150 મળશે 150 ભાગ્યા 1 ૩૦૦ ભાગ્યા 2 અને 450 ભાગ્યા 3 તેમ કરવાથી દર વખતે આપણને મળશે 150 આમ તે હોવાનું કારણ બીજી રીતે બતાવીએ તો ટીકીટની ચૂકવેલ કિંમત એ એક ટીકીટની કિંમત એટલે કે 150 રૂ ગુણ્યા ખરીદેલ ટીકીટ ની સંખ્યા જેટલું જ થશે આમ સ્પષ્ટ રીતે પ્રમાણસર સંબંધ છે એટલે કે ટીકીટ માટે ચૂકવેલ કિંમત એ ખરીદેલ ટીકીટની સંખ્યાના સમપ્રમાણમાં છે