મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 13
Lesson 5: ઢાળ અંત:ખંડ સ્વરૂપનું આલેખનઢાળ-અંત:ખંડ સમીકરણમાંથી આલેખ
ઢાળ-અંત:ખંડ સ્વરૂપમાં સુરેખ સમીકરણને આલેખવા માટે, તે સ્વરૂપમાંથી આપવામાં આવેલ માહિતીનો આપણે ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ તરીકે, y=2x+3 આપણને જણાવે છે કે રેખાનો ઢાળ 2 છે અને y- અંત:ખંડ (0,3) છે.આ રેખા જેમાંથી પસાર થાય છે તે એક બિંદુ આપણને આપે છે, અને તે બિંદુ પર આપણે આગળ વધી શકીએ અને સમગ્ર રેખા દોરી શકીએ તે માટેની દિશા પણ આપે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં કહ્યું છે કે વાય બરાબર એકના છેદમાં ત્રણ એક્સ ઓછા બે નું આલેખન કરો તમે જયારે આ પ્રકારનું કોઈ સમીકરણ જુઓ તો તે ઢાળ સ્વરૂપમાં છે તેમ કહેવાય તેનું પ્રમાણિત સ્વરૂપ છે વાય બરાબર એમ એક્સ વતા બી જ્યાં એમ એ ઢાળ છે અને આ પદમાં એમ બરાબર એકના છેદમાં ત્રણ જયારે બીએ વાય યામ છે માટે બી બરાબર માઇનસ બે કારણકે એક્સની કિંમત શૂન્ય હોય ત્યારે આ વાય યામ હોય માટે આ બંને પરિસ્થિતિમાં જો એક્સની કિંમત શૂન્ય હોયતો આપદ શૂન્ય થઇ જાય માટે વાય બરાબર બી થઇ જાય માટે બીને અહીં વાય યામ કહી શકાય આમ કોઈપણ સમીકરણ આ સ્વરૂપે હોય તો તેની રેખાનું આલેખન કરવું ખૂબ સહેલું થઇ જાય બી એ વાય યામ છે અને તેની કિંમત છે માઇનસ બે તો તેનો અર્થ છે કે તેની રેખા આલેખમાં વાય અક્ષ ને માઇનસ બેમાં છેદે જુઓ તે આ બિંદુ છે ઋણ એક અને ઋણ બે આમ આ બિંદુના યામ થશે શૂન્ય અને માઇનસ બે જો તમારે તે ચકાસવું હોય તો એક્સની કિંમત શૂન્ય મુકતા આપદ શૂન્ય થઇ જશે માટે વાય બરાબર માઇનસ બે મળે આમઆ વાયયામ છે હવે આ એક તૃત્યાંશ એ રેખાનો ઢાળ દર્શાવે છે એક્સની દરેક કિંમત માટે વાયની કિંમતમાં કેટલો ફેરફાર થાય જુઓ તે આ વીગત મુજબ એક તૃત્યાંશ છે આમ તે ઢાળ દર્શાવે છે એટલેકે એક તૃત્યાંશ બરાબર વાયમાં થતો ફેરફાર વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર વાયમાં થતો ફેરફાર છેદમાં એક્સમાં થતો ફેરફાર બીજી રીતે કહીયે તો જો એક્સમાં ત્રણ જેટલો ફેરફાર થાય તો વાયમાં એક જેટલો ફેરફાર થાય તો ચાલો તેનું આલેખન કરીયે આ બિંદુ તો આલેખ પર છેજ જે વાય યામ છે ઢાળ દર્શાવે છે કે જો એક્સમાં ત્રણ જેટલો ફેરફાર થાય તો માટે અહીંથી ત્રણ એકમ જમણી તરફ ખસીએ જેનાથી વાયમાં એક જેટલો ફેરફાર થાય માટે આ પણ આલેખ પરનો એક બિંદુ થાય તેજ રીતે આગળ વધીયે એક્સમાં ત્રણ જેટલો ફેરફાર અને વાયમાં એક જેટલો ફેરફાર જો એક્સનું મૂલ્ય ત્રણ જેટલું ઘટે તો વાયમાં એક જેટલો ઘટાડો થાય જો એક્સમાં છ જેટલો ઘટાડો થાય તો વાયમાં બે જેટલો ઘટાડો થશે સરખાજ પ્રમાણમાં ફેરફાર થાય માટે એક બે ત્રણ ચાર પાંચ છ અને એક બે જુઓ કે દરેક બિંદુ એક રેખા પર મળે છે અને તે રેખા આસમીકરણનો આલેખ કહેવાય તોચાલો તે રેખા દોરીએ તે કઈંક આવી દેખાશે આમ તે થઇ ગયું