If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટેબલ પરથી અંત:ખંડ

સલ કિંમતોના આપેલા કોષ્ટક પરથી સુરેખ સમીકરણના આલેખનો y-અંતઃખંડ શોધે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેના કોષ્ટકમાં આપેલ કિંમતો એક સુરેખ સમીકરણના આલેખના બિંદુઓ(x ,y)દર્શાવે છે. આ આલેખના y- અક્ષ સાથેના છેદ બિંદુના યામ જણાવો ધારોકે એક આલેખમાં x- અક્ષ અને y -અક્ષ આપેલ છે અહીં x -અક્ષ અને અહીં y -અક્ષ આ આલેખમાં એક રેખા આ રીતે દર્શાવેલ છે અને આ રેખા y -અક્ષને જ્યાં છેદે તે y- અક્ષ પરનું છેદબિંદુ કહેવાય. y -અક્ષના છેદ બિંદુ વિશે તમે શું જાણો છો ? જુઓ y -અક્ષના છેદ બિંદુનો x -યામ 0 હોય છે માટે આ બિંદુના યામ 0 અને કંઈક હશે તેને આપણે આ રીતે પણ કહી શકીએ કે જયારે કોઈ બિંદુનો x -યામ 0 હોય ત્યારે y -યામ શું મળે ? તો ચાલો આપણે ચકાસીએ કે x ની કિંમત 0 હોય ત્યારે y -યામ શું મળે ? આપણે જાણીએ છીએ કે જયારે y બરાબર 0 હોય ત્યારે x ની કિંમત 2 આપેલ છે જે x - અક્ષ પરનું છેદબિંદુ કહી શકાય. માટે આ બિંદુ ના યામ 2 અને 0 છે આમ, જયારે એમ કહેવામાં આવે કે x અક્ષ પરનું છેદબિંદુ ત્યારે y બરાબર 0 હોય. અહીં પહેલેથી જ x -અક્ષ પરનું છેદબિંદુ આપેલ છે અહીં જુઓ આ x - અક્ષ પરનું છેદબિંદુ છે હવે y -અક્ષ પરના છેદબિંદુ માટે શું કહી શકાય ? જયારે x બરાબર 0 હોય ત્યારે y ની કિંમત શું હોય ? અહીં જુઓ કે x ની કિંમતો આપેલ છે x બરાબર -2, અહીં 1, અહીં 2, અહીં 4 હવે x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત મેળવવા આપણે આ કોષ્ટક ફરીથી બનાવીએ અહીં x અને y લખીએ x બરાબર -2 ત્યારે y બરાબર 8 આપેલ છે હવે વિચારીએ કે x બરાબર -1 હોય , 0 હોય ત્યારે y ની કિંમત શું મળે ત્યારબાદ x બરાબર 1 ત્યારે y બરાબર 2 આપેલ છે x બરાબર 2 ત્યારે y બરાબર 0 આપેલ છે આ બિંદુ x -અક્ષ પરનું છેદબિંદુ છે x બરાબર 4 ત્યારે y બરાબર ઋણ 4 આપેલ છે અહીં 2 એકમનો વધારો કરવામાં આવ્યો છે તો ચાલો જોઈએ કે x માં થતા ફેરફાર સાથે y માં શું ફેરફાર જોવા મળે છે જુઓ કે x ની કિંમતમાં 1 એકમનો વધારો કરતાં y ની કિંમતમાં 2 એકમનો ઘટાડો જોવા મળે છે તે જ રીતે અહીં 1 એકમનો વધારો કરતાં y માં 2 એકમ ઘટશે માટે અહીં y ની કિંમત થશે 6 ફરી x ની કિંમતમાં 1 એકમ નો વધારો કરતાં y માં 2 એકમ ઘટશે અને y ની કિંમત થશે 4 ફરી 1 એકમનો વધારો કરતાં 4 માંથી અહીં 2 થઇ ગયા અને અંતે જુઓ કે x માં 2 એકમ નો વધારો કરતાં, y ની કિંમતમાં બમણો ઘટાડો થયો કારણ કે અહીં આપણે 1 નહિં પણ 2 એકમનો વધારો કર્યો માટે અહીં y માં 4 એકમનો ઘટાડો થયો આમ, y માં થતો ફેરફાર છેદમાં x માં થતો ફેરફાર બરાબર, જયારે x માં 1 એકમ વધે ત્યારે y માં 2 એકમ ઘટે છે માટે જો x માં 2 એકમ વધે તો y માં 4 એકમનો ઘટાડો જોવા મળે આમ x ના પ્રમાણમાં y માં થતો ફેરફાર બરાબર ઋણ 2 થશે. હવે જુઓ કે આ કોષ્ટકમાં આપણા પ્રશ્નનો જવાબ મળી જ ગયો છે x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત શું મળી છે ? જુઓ કે y બરાબર 4 મળ્યા છે આમ, અહીં y અક્ષના છેદબિંદુ નો y યામ 4 મળે છે આ કિંમત મેળવવા આપણે આલેખ દોર્યો નથી. પણ જો યોગ્ય રીતે આલેખ દોરીએ તો તે કઇંક આવો થશે અહીં 4 લઈએ અને અહીં 2 લેતા જુઓ કે આલેખ ની રેખા કંઈક આવી દેખાશે.