If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

રેખાનો x- અંત:ખંડ

સલ આલેખમાંથી સુરેખ સમીકરણનો x- અંત :ખંડ નક્કી કરે છે. પછી, સમીકરણમાં મુલ્યો મુકી તે તેને ચકાસે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

2y + 3x = 7 રેખાનો આલેખ અહીં આપેલ છે તેના x - અક્ષ પરનું છેદબિંદુ નક્કી કરો x - અક્ષ પરનું છેદબિંદુ એટલે x ની એ કિંમત જયારે y બરાબર 0 હોય અથવા તો x ની એ કિંમત જ્યાં આ રેખા x - અક્ષને છેદે છે અહીં જુઓ કે y ની કિંમત 0 છે અને આપણે અહીં x -અક્ષ પર છીએ તો ચાલો વિચારીએ કે x ની આ કઈ કિંમત હશે ધ્યાન થી જુઓ તો ખબર પડશે કે તે બે કરતાં થોડી વધુ છે 2 અને 3 ની વચ્ચે એવું લાગે છે કે તે 2 પૂર્ણાંક 1/૨ એટલે કે અઢી કરતાં થોડી ઓછી છે પણ આપણે તેની ચોક્કસ કિંમત જાણતા નથી તો ચાલો આ સમીકરણ પરથી તે નક્કી કરીએ આપણે ખરેખર તો એ ચકાસવાનું છે કે y બરાબર 0 હોય ત્યારે x ની કિંમત શું મળે ? જે આ સમીકરણને અનુરૂપ હોય તો ચાલો જોઈએ કે 2 ગુણ્યાં 0 વત્તા 3x બરાબર 7 2 ગુણ્યાં 0 બરાબર 0 માટે 3x બરાબર 7 બંને બાજુ 3 વડે ભાગતાં, x બરાબર 7 ના છેદમાં 3 તો શું આ 7 ના છેદમાં 3 જેવું દેખાય છે થોડું વધુ સાદુંરૂપ આપતાં, 7 ના છેદમાં 3 એટલે કે 6 ના છેદમાં 3 વત્તા 1 ના છેદમાં 3 6 ના છેદમાં 3 બરાબર 2 થાય. માટે અહીં લખીએ 2 પૂર્ણાંક 1/3 બીજી રીતે વિચારીએ તો 3 ગુણ્યાં 2 બરાબર 6 અને શેષ વધે 1 આમ 2 પૂર્ણાંક 1/3 મળે. આ બિંદુની કિંમત 2 પૂર્ણાંક 1/3 હોય તેવું દેખાય છે માટે x -અક્ષ પરના છેદબિંદુમાં x - યામ થશે 7/3.