મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 7: ચલ સાથે વિભાજનનો ગુણધર્મબાદબાકી પર વિભાજનનો ગુણધર્મ
ગુણાકારનો બાદબાકી પર વિભાજનનો નિયમ કઈ રીતે લાગુ પડી શકાય અને તે શા માટે કામ કરે છે તે શીખીએ. કોઈક વાર તેને ફક્ત વિભાજનનો ગુણધર્મ અથવા વિભાજનનો નિયમ કહેવામાં આવે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ગુણાકારનું બાદબાકી પર વિભાજન ગુણધર્મનો ઉપયોગ કરીને પદાવલિ 5 ગુણ્યાં 9 ઓછા 4 ને ફરીથી લખો . તેમજ તેનું સાદું રૂપ આપો . હું આ પદ ને અહીં લખું છું 5 ગુણ્યાં કૌંસમાં 9 ઓછા 4 હવે જો વિભાજન ના ગુણધર્મ નો ઉપયોગ કરવો હોય તો તેની જરૂર નથી . કારણ કે તમે , આ 9 માંથી 4 બાદ કરીને તેને 5 સાથે ગુણી શકો છો . પણ જો વિભાજન ના ગુણધર્મ નો ઉપયોગ કરવોજ હોય તો તમારે આ 5 નો આ બંને સાથે ગુણાકાર કરવો પડે તમારે આ 9 ના 5 ગણા અને આ 4 ના પણ 5 ગણા કરવા પડે . અને તેમ કરવા થી તમને મળે 5 ગુણ્યાં 9 ઓછા 5 ગુણ્યાં 4 . જુઓ કે આપણે 5 નું વિભાજન કર્યું છે આ 5 નો પહેલા 9 સાથે ગુણાકાર કર્યો . અને પછી 4 સાથે ગુણાકાર કર્યો . આ પહેલા ના વિભાજનના ગુણધર્મવાળા વિડીઓમાં તમને સમજાવા માં આવ્યું હતું . કે શા માટે આપણે 5 નું વિભાજન કરીયે છીએ ? શા માટે આપણે ફક્ત 9 સાથે ગુણતા નથી . આપણે એ પણ ચકાસીસું કે આપણે જયારે 9 ઓછા 4 પહેલા ગણીને પછી સાદું રૂપ આપીયે તો જવાબ સરખોજ મળે . પણ પહેલા આ ઉકેલીએ 5 ગુણ્યાં 9 બરાબર 45 , માટે 45 ઓછા 5 ગુણ્યાં 4 બરાબર 20 . માટે 45 ઓછા 20 બરાબર મળે 25 હવે જો આ ગુણધર્મ ઉપયોગ કરવો ન હોય , તમારે પહેલા આ કૌંસ ને ઉકેલવો હોય તો તે પ્રમાણે પણ કરી શકાય . ચાલો તેમ ગણીએ , 5 ગુણ્યાં 9 ઓછા 4 શુ મળે ? 9 ઓછા 4 કરતા આપણને મળે 5 માટે 5 ગુણ્યાં 5 બરાબર મળે 25 . આમ આ બને માંથી કોઈ પણ રીતે કરતા જવાબ મળે 25 . અહીં આપણે ગુણાકાર નું બાદબાકી પર વિભાજન ગુણધર્મ નો ઉપયોગ કર્યો . જેને ફક્ત વિભાજન ના ગુણધર્મ તરીકે પણ ઓરખાય છે જયારે આ રીત માં આપણે પહેલા કૌંસ માં રહેલા પદનો ઉકેલ મેળવ્યો અને પછી 5 સાથે ગુણાકાર કર્યો .