મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 4: વ્યવહારુ કોયડાઓ વાળી પદાવલીઓનું મૂલ્યાંકન કરવુંચલ સાથે પદાવલિની કિંમત શોધવી: ઘાતાંક
આ પદાવલિની કિંમત શોધીએ ત્યારે આપણે આપણી ક્રિયાઓના ક્રમની માહિતીને મુકવા જઈ રહ્યા છીએ. અહીં આપણું ધ્યાન ખાસ કરીને ઘાતાંક પર છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને અહીં x = 2 માટે પદાવલિ 5 ની x ઘાત - 3 ની x ઘાતની કિંમત શોધવાનું કહ્યું છે તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો જયારે x = 2 હોય ત્યારે આ પદાવલિની કિંમત શું થાય હવે આપણે તે સાથે મળીને કરીએ તેના માટે આપણને આ પદાવલિમાં જે પણ જગ્યાએ x દેખાય આપણે તેની જગ્યાએ 2 મુકીશુ તેથી x = 2 માટે આ પદાવલિ 5 ની 2 ઘાત ઓછા 3 ની 2 ઘાત થાય અને હવે આના બરાબર શું થાય હવે અહીં આ 5 ની 2 ઘાત એ 5 ગુણ્યાં 5 ને સમાન જ છે માટે 5 ગુણ્યાં 5 અને પછી આપણે તેમાંથી 3 ની 2 ઘાતને બાદ કરીશું એટલે કે 3 ગુણ્યાં 3 ને બાદ કરીશું હવે જો આપણે ક્રિયા કરવાના ક્રમને યાદ કરીએ તો આપણે ગુણાકાર સૌપ્રથમ કરવાનો હોય છે એટલે કે સૌપ્રથમ આપણે આ ઘાતાંકની કિંમત શોધવાની હોય છે પરંતુ હું અહીં સ્પષ્ટા માટે આ બંનેની આજુ બાજુ કૌંશ કરીશ આ પ્રમાણે અને હવે આના બરાબર 5 ગુણ્યાં 5 25 થાય અને આપણે તેમાંથી 3 ગુણ્યાં 3 ને બાદ કરીએ 3 ગુણ્યાં 3 9 થાય 25 - 9 શું થાય તેના બરાબર 16 થાય આમ x = 2 માટે આ પદાવલિની કિંમત 16 થશે હવે આપણે વધુ એક ઉદા જોઈએ આપણને અહીં પૂછવામાં આવ્યું છે કે જયારે y = 9 અને x = 2 હોય ત્યારે y નો વર્ગ ઓછા x ની 4 ઘાતની કિંમત શું થાય ફરીથી તમે વિડિઓ અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હવે અહીં આપણી પાસે આધાર તરીકે ચલ છે અગાઉના ઉદામાં આપણી પાસે અહીં આધાર તરીકે ચલ છે જ્યારે આ ઉપરના ઉદામાં આપણી પાસે ઘાતાંક તરીકે ચલ હતા આપણને બે જુદા જુદા ચલ આપવામાં આવ્યા છે પરંતુ આપણને અહીં જે જગ્યાએ y દેખાય ત્યાં આપણે 9 મુકીશું અને જે જગ્યાએ x દેખાય ત્યાં આપણે 2 મુકીશું માટે અહીં આ y નો વર્ગ છે તે 9 નો વર્ગ થશે ઓછા x ની 4 ઘાત જે હવે 2 ની 4 ઘાત થશે અને તેના બરાબર શું થાય 9 નો વર્ગ એટલે 9 ગુણ્યાં 9 થાય અને તેના બરાબર 81 થશે ઓછા અહીં આ 9 ગુણ્યાં 9 થશે અહીં આ 9 ગુણ્યાં 9 થાય અને હવે આપણે તેમાંથી 2 ની 4 ઘાતને બાદ કરીશું પરંતુ 2 ની 4 ઘાત શું થાય 2 ની 4 ઘાત બરાબર 2 ગુણ્યાં 2 ગુણ્યાં 2 ગુણ્યાં 2 થાય ચાર વખત 2 નો ગુણાકાર 2 ગુણ્યાં 2 4 થાય 4 ગુણ્યાં 2 8 અને 8 ગુણ્યાં 2 16 થાય આમ 2 ની ચાર ઘાત બરાબર 16 હવે 81 - 16 શું થાય 81 - 6 = 75 થાય અને 75 માંથી બીજા 10 ને બાદ કરીએ તો તે 65 થાય આમ જયારે y = 9 અને x = 2 હોય ત્યારે આ પદાવલિની કિંમત 65 થાય.