If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ચલવાળી પદાવલીઓનું મૂલ્યાંકન: ઘન

પદાવલીઓનું મૂલ્યાંકન કરવા માટેના આ ઉદાહરણમાં, આપણે'થોડો ભૂમિતિનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. આ બધાની સાથે જ આ, આ'એક વ્યવહારુ કોયડો છે. આપણે'એ સમજી રહ્યા છીએ કે ગણિતમાં દરેક ઉપરના સ્તરમાં વધુ રસપ્રદ અને ઉકેલવામાં જટિલ હોય એવા કોયડાઓ બનાવવામાં આવ્યા છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

એક સમઘન ની સપાટીનું ક્ષેત્રફળ એ તેની 6 બાજુઓના ક્ષેત્રફળના સરવાળા બરાબર છે ચાલો આકૃતિ દોરીને જોઈએ ધારો કે આ એક સમઘન છે જેની આપણે 3 બાજુઓ કે પૃષ્ઠ જોઈ શકીએ છીએ ત્રણ બાજુ આપણી સામે છે પણ જો તે પારદર્શક હોય તો આપણે જોઈ શકીએ કે તેની 6 બાજુઓ છે જુઓ આ 1 2 અને 3 બાજુઓ સામેની તરફ એક બાજુ નીચેની તરફ આ બંને બાજુ જુઓ પાછળની તરફ આમ કુલ 6 બાજુઓ છે x બાજુવાળા સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 6x વર્ગ સ્વરૂપે આપેલ છે આમ જો આ x આ x અને આ પણ x હોય તો પ્રશ્ન માં આપેલ છે 6x નો વર્ગ તે પણ સમજીએ જુઓ દરેક બાજુ કે પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે x ગુણ્યા x બરાબર x નો વર્ગ આમ અહી 6 બાજુઓ છે માટે તે આપેલ છે 6 x નો વર્ગ આગળ જોઈએ જીનલ પાસે સમઘન આકારના 2 પાત્ર છે જેને રંગ કરવાનો છે એક સમઘન ની બાજુની લંબાઈ 2 અને બીજા સમઘન ની બાજુની લંબાઈ 1.5 આપેલ છે એક સમઘન ની બાજુની લંબાઈ 2 આપેલ છે ધારોકે આપણી પાસે એક સમઘન છે જેની બાજુની લંબાઈ 2 છે બીજા સમઘન ની બાજુની લંબાઈ 1.5 આપેલ છે માટે બીજું સમઘન થોડું નાનું બનશે જેની લંબાઈ છે 1.5 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 તો તેને કુલ કેટલી સપાટી પર રંગકામ કરવું પડશે આપણે જાણીએ છીએ કે દરેક સમઘન નું ક્ષેત્રફળ 6 x વર્ગ આપેલ છે જ્યાં x એ બાજુની લંબાઈ દર્શાવે છે માટે આ સમઘન ની સપાટીનું ક્ષેત્રફળ થશે 6 ગુણ્યા x એ દરેક બાજુનું માપ દર્શાવે છે આઘનની બધી બાજુના માપ સમાન છે એટલેકે લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ દરેક સમાન છે આમ આ સમઘન માટે ગણતરી કરીએ 6 ગુણ્યા 2 નો વર્ગ અને આ ઘન માટે ક્ષેત્રફળ થશે 6 ગુણ્યા 1.5 નો વર્ગ અને જો રંગકામ કરવા માટેનું કુલ ક્ષેત્રફળ જોઈએ તો તે આ બન્ને ના સરવાળા જેટલું થશે આગળ ગણતરી કરીએ 6 ગુણ્યા 2 નો વર્ગ 4 બરાબર 24 વત્તા આની ગણતરી થોડી અટપટી થશે ચાલો જોઈએ 15 ગુણ્યા 15 બરાબર 225 માટે 1.5 ગુણ્યા 1.5 બરાબર 2.25 આમ 1.5 નો વર્ગ બરાબર લખીએ 2.25 અને 2.25 ગુણ્યા 6 કરતા ચલો બંને નો ગુણાકાર કરીએ 2.25 ગુણ્યા 6 6 પંચા 30 વદી 3 6દુ 12 વત્તા 3 બરાબર 15 વદી 1 6દુ 12 વત્તા 1 બરાબર 13 દશાંશ ચિન્હ પાછળ બે અંક છે માટે અહી દશાંશ ચિન્હ મુકતા જવાબ થશે 13.50 જેને 13.5 વડે પણ દર્શાવી શકાય હવે આ બંને નો સરવાળો કરતા આપણને રંગકામ કરવાનું જરૂરી કુલ ક્ષેત્રફળ મળશે આમ તે થશે 37.5 પ્રશ્નમાં કોઈ એકમ આપેલ નથી માટે આપણે પણ જવાબમાં કોઈ એકમ લખીશું નહિ