મુખ્ય વિષયવસ્તુ
પૂર્વ બીજગણિત
Course: પૂર્વ બીજગણિત > Unit 6
Lesson 1: બીજગણિતીય પદાવલિના ભાગઆપણે ગુણાકાર ચિહ્નનો ઉપયોગ કેમ નથી કરી રહ્યા?
યોગ્ય પ્રશ્ન. બીજગણિતમાં, આપણે ખરેખર ગુણાકાર ચિહ્નનો ઉપયોગ કરવાનું ટાળીએ છીએ. અમે અહીં તમારા માટે સમજાવીશું. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે હવે ચલ વિશે જાણી લીધું તે ફક્ત એક સંકેત નિશાની કે ચિન્હ છે પણ તેના માટે આપણે મૂળાક્ષરનો ઉપયોગ કરીએ છીએ કારણકે મૂળાક્ષરોને લખી શકાય અને ટાઇપ પણ કરી શકાય તે કંઈ પણ હોઈ શકે x,y,z અથવા a,b ઘણી વખત આપણે ગ્રીક મૂળાક્ષરોનો પણ ઉપયોગ કરીએ છીએ જેવાકે થીટા પણ ચલ તરીકે તમે કંઈ પણ લઇ શકો આ બધામાંથી એક એવો ચલ છે જેનું બીજ ગણિત માં સૌથી વધુ ઉપયોગ થાય છે જે છે x આ બધાનો પણ ઉપયોગ થાય ક છે પણ x નો એટલો બધો વધારે ઉપયોગ થાય છે કે જેનાથી ક્યારેક થોડીક તકલીફ પણ પડે છે અને તકલીફ એ છે કે તે ગુણાકાર ની નિશાની જેવું દેખાય છે દા.ત અંક ગણિત માં આપણે 2 ગુણ્યા 3 લખવું હોય તો તેને આ રીતે જ લખીશું 2 ગુણ્યા 3 પણ હવે આપણે ચલ નો ઉપયોગ શરૂ કર્યો છે માટે હવે જો 2 ગુણ્યા x લખવું હોય તો જો હવે આપણે ગુણાકારની નિશાની નો ઉપયોગ કરીએ તો તે લખાય 2 ગુણ્યા x જુઓકે ગુણાકારની નિશાની અને x એ લગભગ સરખા દેખાય છે ક્યારેક તો તે 2 x x જેવું દેખાય જેથી પ્રશ્ન થાય કે તે 2 x x છે કે બે ગુણ્યા ગુણ્યા એવું કંઇક છે આ પદ શું દર્શાવે છે તે નક્કી કરી શકીએ નહિ આમ આ પદ ગુચવણ ભર્યું હોવાને લીધે અહીં આપણે લખીએ ગુચવણ ભર્યું તે ગેરમાર્ગે દોરતું હોવાને લીધે બીજગણિત કરતી વખતે આપણે ગુણાકારની આ નિશાની નો ઉપયોગ કરતા નથી તેને બદલે ગુણાકાર નો સંબંધ દર્શાવવા આપણી પાસે ઘણા વિકલ્પો છે 2 ગુણ્યા x આ રીતે લખવાને બદલે આપણે 2 વચ્ચે એક ટપકું અથવા ડોટ અને x એ રીતે પણ લખી શકીએ હવે સ્પષ્ટતા કરી દવ કે આ ટપકું એ અહીં દશાંશ ચિન્હ નથી જુઓ તે થોડું ઉપર દર્શાવેલ છે આમ આરીતે લખવાથી કોઈ મૂંઝવણ થતી નથી માટે આ પદ ને પણ 2 ગુણ્યા x તરીકે જોઈ શકાય દા.ત કોઈ પૂછે કે જો x=3 હોય તો 2 ડોટ x ની કિંમત શું થાય આમ જો x=3 હોય તો આ પદને 2 ગુણ્યા 3 તરીકે જોઈ શકાય બીજી રીતે પણ લખી શકાય પહેલા 2 લખીએ અને પછી x ને કૌંસ માં મુકીએ આને પણ 2 ગુણ્યા x તરીકે વંચાય ફરી જુઓ કે જો x=7 હોય તો 2 ગુણ્યા 7 અથવા 14 મળે અથવા મોટે ભાગે જે રીતનો ઉપયોગ થાય છે તે છે 2 અને તેની બિલકુલ બાજુમાં x લખવું જેને 2 x તરીકે પણ વાચી શકાય જેનો અર્થ એજ છે કે 2 ગુણ્યા x તમે કહેશો કે દર વખતે આરીતે લખીએ તો ના ચાલે તો અહીં જુઓ આપણે 2 ગુણ્યા 3 લખવું હોય અને 2 3 લખીએ તો તે 23 જેવું દેખાય તે 2 ગુણ્યા 3 જેવું લાગતું નથી માટે આપણે દર વખતે તે રીતે લખવું જોઈએ નહિ પણ અહીં જયારે મૂળાક્ષરોનો ઉપયોગ કરીએ ત્યારે તે સ્પષ્ટ છે કે તે આ સંખ્યાનો ભાગ નથી 20થી 30 વચ્ચેની કોઈ સંખ્યા દર્શાવતું નથી 2 ગુણ્યા ચલ x દર્શાવે છે આમ આ બધી સરખી જ બાબત દર્શાવે છે 2 ગુણ્યા x 2 ગુણ્યા x અને 2 ગુણ્યા x હવે આના આધારે ચાલો થોડા ઉદાહરણો જોઈએ જેનાથી આગળ જતા તમને મદદ મળશે ધારોકે પ્રશ્ન છે કે 10 ઓછા 3 y બરાબર શું થાય y=2 હોય ત્યારે આ પદની કિંમત શું મળે હવે જુઓ જ્યાં પણ y દેખાય ત્યાં તેની કિંમત 2 મુકવી y=2 આમ તેને લખી શકાય 10 ઓછા 3 ગુણ્યા 2 પહેલા આ બંને નો ગુણાકાર કરીએ ગાણિતિક ક્રિયાઓના ક્રમ મુજબ પહેલા ગુણાકાર કરવો આમ 3 ગુણ્યા 2 બરાબર 6 10 ઓછા 6 બરાબર 4 વધુ એક ગણીએ ધારોકે આપણી પાસે 7 x ઓછા 4 છે અને x=3 માટે તેણી કિંમત મેળવવાની છે જ્યાં x દેખાય ત્યાં 3 મુકીએ આમ તે થશે 7 ગુણ્યા 3 હું તેને આ રીતે લખું છું 7 ગુણ્યા 3 ઓછા 4 ફરીથી ગાણિતિક ક્રિયાઓના ક્રમ મુજબ સરવાળો કે બાદબાકી કરતા પહેલા ગુણાકાર કરવો માટે 7 તરી 21 21 ઓછા 4 બરાબર 17 આશા રાખીએ કે તમને આ બાબત આગળના મહાવરા માટે ઉપયોગી થશે