If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્વ બીજગણિત

બે ચલ ધરાવતી પદાવલીની કિંમત શોધો: અપૂર્ણાંક અને દશાંશ

બે અલગ ચલો ધરાવતી પદાવલીની ગણતરી કિંમત મુકવી (અથવા "લખવી")તરીકે ઓળખાતી તકનીકનો ઉપયોગ કરીને કેવી રીતે કરવી તે શીખો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો એક પદાવલી ઉકેલીએ જેમાં 2 જુદા જુદા ચલ છે પદાવલી આપેલ છે જેમાં 7j+5-8k જ્યાં j ની કિંમત 0.5 અને k ની કિંમત 0.25 આપેલ છે તો ચાલો આપણે સાથે મળીને કરીએ તે પહેલા તમે જાતે પ્રયત્ન કરો હવે જુઓ જ્યાં પણ j દેખાય ત્યાં મુકીએ 0.5 અને જ્યાં પણ k જોવા મળે ત્યાં મુકીશું 0.25 આમ તે થશે 7 ગુણ્યા 0.5 j ના સ્થાને મુક્યા 0.5 વત્તા 5 ઓછા 8 ગુણ્યા k જ્યાં k બરાબર 0.25 મુકીએ હવે આગળ સાદુરૂપ કઈ રીતે મેળવીએ 0.5 સાથે ગુણાકાર કરવાનો અર્થ છે કે આપેલ કિંમત ના અડધા કરવા માટે 7 ના અડધા થશે 3.5 એટલે કે 3.5 વત્તા 5 ઓછા હવે 0.25 એટલે 1 ચતુર્થાંશ એટલે કે ચોથો ભાગ અહીં લખીએ 1 ચતુર્થાંશ આમ 8 ગુણ્યા 1 ચતુર્થાંશ અથવા બીજી રીતે વિચારીએ 8 ભાગ્યા 4 બરાબર 2 હવે શું થશે ચાલો વિચારીએ 3.5 વત્તા 5 બરાબર 8.5 ઓછા 2 બરાબર 6.5 આમ આ પદાવલીનો ઉકેલ મળ્યો 6.5 ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ પહેલાની જેમ જ જાતે કરી જુઓ પછી સાથે મળીને કરીએ અહી પદ આપેલ છે 0.1m +8 -12n જ્યાં m=30 અને n= 1/4 આપેલ છે હવે જ્યાં પણ મ દેખાય ત્યાં મુકીશું 30 અને જ્યાં પણ n જોવા મળે ત્યાં મુકીએ 1/4 આમ તે થશે 0.1 ગુણ્યા 30 વત્તા 8 ઓછા 12 ગુણ્યા 1/4 0.1 એટલે એક દશાંશ તો 30 ના 1 દશાંશ શું થાય 30 ગુણ્યા 1 દશાંશ બરાબર 3 મળે વત્તા 8 ઓછા 12 ગુણ્યા 1/4 શું મળે જે થશે 12 ના છેદ માં 4 અથવા 12 ભાગ્યા 4 અને તે મળે 3 વત્તા 3 અને ઓછા 3 ની કિંમત થશે 0 બાકી રહે 8 આમ m ની કિંમત 30 અને n ની કિંમત 1/4 હોય ત્યારે આ પદની કિંમત મળે 8